Gaganyaan Mission Astronauts News: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ચાર અવકાશયાત્રીઓના નામ જાહેર કર્યા, જેઓ ISRO ના ગગનયાન મિશન હેઠળ ઉડાન ભરશે. આ ભારતનું પ્રથમ અવકાશ મિશન હશે. પીએમ મોદી કેરળના તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર પહોંચ્યા છે અને અહીં જ પીએમએ આ જાહેરાત કરી છે.
આ દરમિયાન પીએમએ કહ્યું, “મને એ જાણીને ખૂબ જ આનંદ થયો કે, ગગનયાનમાં ઉપયોગમાં લેવાતા મોટાભાગના ઉપકરણો ભારતમાં બનેલા છે. ભારતનું ગગનયાન પણ આપણા અવકાશ ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
ગગનયાન ચાર અવકાશયાત્રીઓ કોણ છે?
પીએમ મોદીએ જાહેરાત કરી છે કે, ગગનયાનમાં મુસાફરી કરી રહેલા ચાર ભારતીય અવકાશયાત્રીઓ બાલકૃષ્ણન નાયર (ગ્રુપ કેપ્ટન), અંગદ પ્રતાપ, અજીત કૃષ્ણન અને શુભાંશુ શુક્લા હશે. બધા ભારતીય વાયુસેના (IAF) માં વિંગ કમાન્ડર અથવા ગ્રુપ કેપ્ટન છે અને તેઓ પાસે પુષ્કળ અનુભવ છે. તેઓ દરેક પરિસ્થિતિ સામે લડવા અને સફળ મિશનની અપેક્ષા રાખવા માટે સારી રીતે તૈયાર છે.
ISRO અને Glavkosmos (રશિયન સ્પેસ એજન્સી ROSCOSMOS ની પેટાકંપની) એ ચાર અવકાશયાત્રીઓની તાલીમ માટે જૂન 2019 માં એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. ચાર અવકાશયાત્રીઓએ ફેબ્રુઆરી 2020 થી માર્ચ 2021 સુધી રશિયાના યુરી ગાગરીન કોસ્મોનૉટ ટ્રેનિંગ સેન્ટરમાં તાલીમ લીધી હતી. અમેરિકન સ્પેસ એજન્સી નાસા પણ આ વર્ષના અંત સુધીમાં અવકાશયાત્રીને તાલીમ આપશે.

આ પણ વાંચો – ISRO Moon Mission: ભારત ચંદ્ર પર મોકલશે માનવયાન, ઈસરો વડા સોમનાથે જણાવ્યો પ્લાન
શું કહ્યું પીએમ મોદીએ?
પીએમ મોદીએ કહ્યું, “આજે આપણે બધા એક ઐતિહાસિક યાત્રાના સાક્ષી છીએ. થોડા સમય પહેલા દેશને તેના ચાર ગગનયાન યાત્રીઓ સાથે પ્રથમ વખત પરિચય થયો હતો. આ માત્ર 4 નામ અને 4 મનુષ્યો નથી, આ 4 શક્તિઓ છે, જે 140 કરોડ લોકોની આકાંક્ષાઓને અવકાશમાં લઈ જાય છે. 40 વર્ષ પછી કોઈ ભારતીય અવકાશમાં જઈ રહ્યા છે. પણ આ વખતે તફાવત એ છે કે, સમય પણ આપણો છે, કાઉન્ટડાઉન પણ આપણું છે અને રોકેટ પણ આપણું, સ્વદેશી છે.”