Forbes 2025 Billionaires List: ફોર્બ્સ 2025 બિલિયોનરની યાદી જાહેર થઇ છે. દુનિયાના ધનિકોની સંપત્તિમાં જબરદસ્ત વધારો થયો છે. ફોર્બ્સ બિલિયોનર યાદી મુજબ ટેલ્સા અને સ્પેસેક્સ કંપનીના માલિક એલોન મસ્ક દુનિયાના નંબર 1 ધનાઢ્ય છે. ફોર્બ્સ બિલિયોનર યાદીમાં વર્ષ 2025ના દુનિયાના ટોપ 10 અબજોપતિઓમાં અમેરિકાના દબદબો રહ્યો છે. જો કે કમનસીબે ટોપ 10 યાદીમાં એક પણ ભારતીય ધનિક સ્થાન મેળવી શક્યું નથી.
દુનિયામાં સૌથી વધુ ધનિકોના મામલે ભારત ત્રીજા ક્રમે | World Billionaires List
ફોર્બ્સ 2025 બિલિયોનરની યાદી અનુસાર, અમેરિકા 813 અબજોપતિ સાથે દુનિયામાં સૌથી વધુ ધનિકો ધરાવતો દેશ છે. ત્યારબાદ ચીન 473 અબજોપતિ સાથે બીજા ક્રમે અને ભારત 200 અબજપતિઓ સાથે ત્રીજા સ્થાન પર છે.
એલોન મસ્ક દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ
એલોન મસ્ક ફોર્બ્સ 2025 બિલિયોનરની યાદી દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ છે. ટેસ્લા અને SpaceXના માલિક એલોન મસ્ક 433.9 અબજ ડોલરની સંપત્તિ સાથે દુનિયાનો નંબર 1 ધનાઢ્ય છે. વર્ષ 2024માં એલોન મસ્કે ઇતિહાસમાં 400 અબજ ડોલરની સંપત્તિનો આંક હાંસલ કરનાર પ્રથમ વ્યક્તિનો રેકોર્ડ બનાવ્યો હતો. જે મુખ્યત્વે સ્પેસએક્સના 350 અબજ ડોલરના વેલ્યૂએશનને આભારી છે. 1 ડિસેમ્બરથી એલોન મસ્કની સંપત્તિમાં 91 અબજ ડોલરનો વધારો થયો છે, જે વૈશ્વિક સ્તરે સૌથી મૂલ્યવાન ખાનગી કંપની તરીકે સ્પેસએક્સની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.
એમેઝોનના માલિક જેફ બેઝોસ 239 અબજ ડોલરની સંપત્તિ સાથે દુનિયાના બીજા ક્રમના સૌથી મોટા ધનાઢ્ય છે. આ વખતે દુનિયાના ત્રીજા નંબરના ધનપતિના નામમાં મોટો ફેરફાર થયો છે. ફેસબુક મેટા કંપનીના માલિક માર્ક ઝુકરબર્ગ ઓરેકલ કંપનીના લેરી એલિસનને પછાડી દુનિયાના ત્રીજા નંબરના સૌથી મોટા ધનિક વ્યકતિ બન્યા છે. માર્ક ઝુકરબર્ગની સંપત્તિ 211.8 અબજ ડોલર અને લેરી એલિસનની સંપત્તિ 204.6 અબજ ડોલર છે.
દુનિયાના ધનિકોની યાદીમાં અંબાણી અદાણી ક્યાં છે?
ફોર્બ્સ 2025 બિલિયોનરની યાદીમાં ભારતીય ઉદ્યોગપતિ વિશે વાત કરીયે તો ટોપ 10માં એક પણ ભારતીય નથી. ફોર્બ્સ 2025 બિલિયોનરની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 95 અબજ ડોલરની સંપત્તિ સાથે 18માં નંબર પર છે. તો ગૌતમ અદાણી 57.6 અબજ ડોલરની સંપત્તિ સાથે 25માં સ્થાન પર છે.
જેન્સન હુઆંગ ટોપ 10 ધનિકોમાં પહેલીવાર સામેલ
Nvidiaના CEO અને સહ-સ્થાપક જેન્સેન હુઆંગ પ્રથમ વખત દુનિયાના ટોપ 10 અબજોપતિઓની યાદીમાં સામેલ થયા છે. હાલ જેન્સન હુઆંગ 118 અબજ ડોલરની સંપત્તિ સાથે આ યાદીમાં 10માં સ્થાન પર છે, જે Nvidiaમાં તેમના નોંધપાત્ર શેરહોલ્ડિંગને આભારી છે. 2024માં કંપનીના શેરમાં 171 ટકાનો વધારો થયો હતો, જેનાથી કંપનીની માર્કેટ વેલ્યૂએશન 3.28 લાખ કરોડ ડોલરને સ્પર્શી હતી, જે તેને Microsoft કરતાં વધુ મૂલ્યવાન કંપની બનાવે છે પરંતુ તે હજુ પણ Apple કરતાં પાછળ છે.
દુનિયાના ટોચના 10 સૌથી ધનિકો : Top 10 Richest People In The world
| ક્રમ | ધનાઢ્યનું નામ | સંપત્તિ (અબજ ડોલર) | કંપની/બિઝનેસ | દેશ |
|---|---|---|---|---|
| 1 | એલોન મસ્ક | 433.9 | ટેલ્સા,સ્પેસએક્સ | અમેરિકા |
| 2 | જેફ બેઝોસ | $239.4 B | એમેઝોન | અમેરિકા |
| 3 | માર્ક ઝકરબર્ગ | 211.8 | ફેસબુક | અમેરિકા |
| 4 | લેરી એલિસન | 204.6 | ઓરેકલ | અમેરિકા |
| 5 | બર્નાર્ડ આર્નોલ્ટ અને કુટુંબ | 181.3 | એલવીએમએચ | ફ્રાન્સ |
| 6 | લેરી પેજ | 161.4 | ગુગલ | અમેરિકા |
| 7 | સેર્ગેઈ બ્રિન | 154.0 | ગુગલ | અમેરિકા |
| 8 | વોરેન બફેટ | 146.2 | બર્કશાયર હેથવે | અમેરિકા |
| 9 | સ્ટીવ બાલ્મર | $126.0 | માઈક્રોસોફ્ટ | અમેરિકા |
| 10 | જેન્સન હુઆંગ | $120.2 | NVIDIA | અમેરિકાઅમેરિકા |