scorecardresearch
Premium

Kerala Tour Plan: કેરળના જોવાલાયક 5 સ્થળ, વિકેન્ડ થી લઇ હનીમૂન માટે બેસ્ટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન

Famous Tourist Places In Kerala: કેરળ કુદરતી સૌંદર્યથી ભરપૂર સ્થળ છે. દેવાઓનું ઘર કહેવાતા કેરળમાં શાંત દરિયા કિનારો, નારિયેળની વૃક્ષો, નદી ઝરણાં, બોટ હાઉસમાં રોકાણ પ્રવાસીઓને આનંદ આપે છે.

Famous Tourist Places In Kerala | Kerala Tour Plan | kerala tourism
Famous Tourist Places In Kerala: કેરળમાં ફરવા માટે ઘણા સ્થળો છે. (Photo: Kerala Tourism:

Best Tourist Places In Kerala: કેરળ દેવતાઓના ઘર તરીકે જાણીતું છે. કેરળ તેની કુદરતી સુંદરતા, હરિયાળા દ્રશ્ય, શાંત પાણી અને સાંસ્કૃતિક વારસા માટે પ્રખ્યાત છે. અહીં અનેક પ્રવાસન સ્થળો છે, જેને જોવા માટે લોકો દેશ જ નહીં પરંતુ વિદેશથી પણ આવે છે.

Kerala Gods Own Country : કેરળ દેવોનું ઘર

કેરળ ભારતના દક્ષિણ વિસ્તારમાં દરિયા કિનારે આવેલું સુંદર રાજ્ય છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર કેરળ દેવાઓનું ઘર કહેવાય છે. સ્વચ્છ અને સુંદર દરિયા કિનારો, નારિયેળની ઉંચા વૃક્ષો, બોટ હાઉસ, ઉંચા પહાડ, નદી ઝરણાં અને લીલાછમ ઝાડ જોવા દર વર્ષે લાખો પ્રવાસીઓ કેરળ પહોંચે છે. કેરળ વિકેન્ડ ટુર, ફેમિલી ટુર હોય કે હનીમૂન દરેક માટે શ્રેષ્ઠ છે. જો તમારા તાજેતરમાં લગ્ન થયા છે અને હનીમૂન પર જવાનું વિચારી રહ્યા છો તો કેરળ સારો વિકલ્પ છે. આ આર્ટિકલમાં અમે તમને કેરળના પ્રખ્યાત પ્રવાસ સ્થલો વિશે જણાવીશું, જ્યાં તમે કુદરતી સૌંદર્યનો ભરપૂર આનંદ માણી શકો છો.

Alleppey : એલેપ્પી

જો તમે કેરળ જાઓ છો, તો તમારે એલેપ્પીની મુલાકાત લેવી જ જોઇએ. એલેપ્પી કેરળનું ખૂબ જ પ્રખ્યાત સ્થળ છે. આ સ્થળે પ્રવાસીઓની ઘણી ભીડ રહે છે. પ્રવાસીઓ અહીં બેકવોટર્સ અને હાઉસબોટ્સ જોવા અને માણવા માટે આવે છે. તમે અહીં આવીને વેમ્બનાડ લેકમાં હાઉસબોટ રાઇડની મજા પણ માણી શકો છો. અહીં દર વર્ષે નહેરુ ટ્રોફી બોટ રેસનું આયોજન કરવામાં આવે છે. આ રેસ દર વર્ષે ઓગસ્ટમાં પુન્નમદા તળાવ ખાતે યોજવામાં આવે છે. આ રેસમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે છે.

Munnar : મુન્નાર

કેરળનું મુન્નાર ગ્રીન ચાના બગીચાઓ માટે પ્રખ્યાત છે. અહીંનું હિલ સ્ટેશન જોવા લાયક છે. મુન્નારમાં તમે અન્નામુડી હિલ્સ, એરાવિકુલમ નેશનલ પાર્ક અને અટ્ટુકલ વોટરફોલ્સનો આનંદ માણી શકો છો. તમે તમારા મિત્રો અને પરિવાર સાથે પણ અહીં આવી શકો છો. આ સ્થળ હનીમૂન માટે ઘણી ફેમસ છે. મુન્નારમાં તમે ઘણા પ્રકારની એક્ટિવિટનો આનંદ માણી શકો છો.

Thekkady : થેક્કડી

થેક્કડી એ કેરળના ઇડુક્કી જિલ્લામાં સ્થિત એક લોકપ્રિય અને આકર્ષક પ્રવાસ સ્થળ છે. લોકો વિકેન્ડ મનાવવા માટે દૂર-દૂરથી અહીં આવે છે. તમે થોક્કડી જઇને પેરિયાર વન્યપ્રાણી અભયારણ્યની મુલાકાત લઈ શકો છો. અહીં તમે ઘણા પ્રકારના જંગલી પ્રાણીઓ પણ જોઈ શકો છો. આ સ્થલ બોટિંગ અને ટ્રેકિંગ માટે એકદમ પ્રખ્યાત છે. જો તમે પ્રાણી પ્રેમી છો, તો તમારે એકવાર થોક્કડીની મુલાકાત લેવી જ જોઇએ.

Kochi : કોચી

કોચીને અરબી સમુદ્રની રાણી તરીકે ઓળખવામાં આવે છે. કોચીમાં દુનિયાનું શ્રેષ્ઠ બંદર છે. આ શહેર અરબ સાગરના કિનારે ભારતના પશ્ચિમ કિનારે વસેલું છે. કોચી સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળો માટે જાણીતું અને જાણીતું છે. અહીં ઘણા જૂના બંદરોની મુલાકાત યાદગાર રહે છે. અહીં ફોર્ટ કોચી, મટ્ટનચેરી પેલેસ સહિત અન્ય ઘણા સ્થળો જોવા લાયક છે.

Wayanad : વાયનાડ

વાયનાડ તેના કુદરતી સૌંદર્ય અને તેના સુંદર મેદાનો માટે ખૂબ પ્રખ્યાત છે. અહીં તમે ગાઢ જંગલ, ધોધ જોઈ શકો છો. અહીં તમે ટ્રેકિંગ પણ કરી શકો છો. એડક્કલ ગુફાઓ, સોપારા વોટરફોલ અને બાંદીપુર ટાઇગર રિઝર્વ એ વાયનાડના કેટલાક મુખ્ય પર્યટન સ્થળો છે. બાંદીપુર ટાઇગર રિઝર્વમાં પ્રાણીઓને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે.

Web Title: Five famous tourist places in kerala alleppey munnar thekkady kochi wayanad as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×