scorecardresearch
Premium

10થી વધુ લોકો સાથે હતા સંબંધો, પતિ સહિત તમામ પર બળાત્કારનો આરોપ, ભડકી હાઈકોર્ટ

Fake rape case in Karnataka High Court : આ મામલો કર્ણાટકના કોડાગુ જિલ્લાનો છે. અહીં રહેતા એક વ્યક્તિએ જણાવ્યું કે, તે 28 ઓગસ્ટ, 2022 ના રોજ મૈસુરની એક હોટલમાં એક મહિલાને મળ્યો હતો અને…

Fake rape case in Karnataka High Court
કર્ણાટક હાઈકોર્ટમાં ખોટા બળાત્કારનો કેસ

એક મહિલાએ અનેક લગ્ન કર્યા અને અનેક લોકો સાથે સંબંધો બાંધ્યા. બાદમાં દરેક સામે બળાત્કાર, ક્રૂરતા, ધમકીઓ અને છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો. આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. હાઈકોર્ટે પણ આ મામલે કડક વલણ અપનાવ્યું છે. કર્ણાટક હાઈકોર્ટે પોલીસ મહાનિર્દેશક અને મહાનિરીક્ષક (DG-IGP)ને રાજ્યભરના તમામ પોલીસ સ્ટેશનોને આ મહિલા વિશેની માહિતી મોકલવા કહ્યું છે, જેથી અન્ય લોકો પણ સતર્ક થઈ શકે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, મહિલાએ અન્ય ઘણા લોકોને પણ પોતાનો શિકાર બનાવ્યા છે. એટલું જ નહીં, કોર્ટે પીડિતા અને તેના પરિવાર વિરુદ્ધ નોંધાયેલ કેસને રદ કરવાનો આદેશ પણ આપ્યો છે.

શું છે સમગ્ર મામલો?

બાર એન્ડ બેંચના સમાચાર મુજબ આ મામલો કર્ણાટકના કોડાગુ જિલ્લાનો છે. અહીં રહેતા એક વ્યક્તિએ જણાવ્યું કે, તે 28 ઓગસ્ટ, 2022 ના રોજ મૈસુરની એક હોટલમાં એક મહિલાને મળ્યો હતો. બંને બિઝનેસ કામના સંબંધમાં મળ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે સંબંધ બંધાયો. થોડા દિવસો પછી, 8 સપ્ટેમ્બર, 2022 ના રોજ, મહિલાએ પુરુષ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી. 19 સપ્ટેમ્બર, 2022ના રોજ દાખલ કરવામાં આવેલી બીજી ફરિયાદમાં, મહિલાએ દાવો કર્યો હતો કે, વ્યક્તિએ તેની સાથે લગ્ન કર્યા હતા અને તરત જ તેને છોડી દીધી હતી.

આ મામલે પીડિતા હાઈકોર્ટમાં પહોંચી હતી. પીડિતે કહ્યું કે, મહિલાએ તેના પરિવારના તમામ સભ્યો વિરુદ્ધ કેસ દાખલ કરવા દબાણ કર્યું હતું. કોર્ટમાં આ કેસની સુનાવણી દરમિયાન એ વાત સામે આવી કે, 2011 થી અત્યાર સુધી મહિલાએ ઘણા લોકો સામે બળાત્કાર, ધમકી અને છેતરપિંડીના કેસ દાખલ કર્યા છે. આમાંના મોટાભાગના તેના પૂર્વ પતિ અને ભાગીદારો છે. આવી 10 ફરિયાદો અંગે માહિતી મળી છે. આ ફરિયાદો બેંગલુરુથી લઈને મુંબઈ અને ચિક્કાબલ્લાપુર સુધી નોંધાયેલી છે. ટ્રાયલ કોર્ટે પણ ત્રણ કેસમાં આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.

હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી

કોર્ટે કહ્યું કે, એવું લાગે છે કે મહિલાએ કોઈ કારણ વગર લોકો અને તેમના પરિવારો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. ઘણા આરોપીઓ બળાત્કારના કેસમાં ફસાયા હતા. આવા કિસ્સા હની ટ્રેપમાં પણ જોવા મળતા નથી.

આ પણ વાંચો – શિમલાઃ લાઠીચાર્જ, વોટર કેનનનો ઉપયોગ… સંજૌલી મસ્જિદના વિરોધમાં ભીડ બેકાબૂ થઈ, પોલીસ બેરિકેડ તોડ્યા

કોર્ટે કહ્યું કે મહિલા કેસ નોંધ્યા બાદ કોઈ નક્કર પુરાવા પણ આપી શકી નથી. ઘણા મામલાઓમાં તે કોર્ટમાં હાજર પણ થઈ ન હતી. સ્પષ્ટ છે કે, મહિલા લોકોને ફસાવવા માટે આવું કરતી હતી. કોર્ટે છેલ્લી સુનાવણીમાં કહ્યું હતું કે, મહિલા સીરિયલ લિટિગેન્ટ હોય તેવું લાગે છે. મહિલાની છેલ્લી 9 ફરિયાદોમાં એક જ પેટર્ન જોવા મળે છે. આવા કેસમાં પોલીસ અને કોર્ટ બંનેએ તેમના સમય સંસાધનો વેડફવા પડતા હતા.

Web Title: Fake rape case in karnataka high court woman relationship several men accused each them of rape km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×