Fake Embassy Busted In Ghaziabad: ગાઝિયાબાદના કવિ નગરના એક વિસ્તારમાં લોકો અવારનવાર બે માળના ઘરની સામે ડિપ્લોમેટિક નંબરવાળા લક્ઝરી વાહનો આવતા જોતા હતા. જોકે તેમાંના મોટા ભાગનાને કદાચ ખ્યાલ ન હતો કે વેસ્ટ આર્કટિકાના એમ્બેસેડર હોવાનો દાવો કરનાર એક વ્યક્તિ બનાવટી દસ્તાવેજો, બનાવટી દૂતાવાસ અને આંતરરાષ્ટ્રીય ડિલના વાયદાના આધારે એક મોટું રેકેટ ચલાવી રહ્યો હતો. યુપી એસટીએફના નોઈડા યુનિટે આ પરિસરમાં દરોડા પાડ્યા હતા અને હર્ષવર્ધન જૈનની ધરપકડ કરી હતી.
આ ઘટના વિશે વાત કરવામાં આવે તો એક 45 વર્ષીય વ્યક્તિએ કેબી -35 માં એક મકાન ભાડે લીધું હતું અને તેને વેસ્ટ આર્કટિકાના સત્તાવાર દૂતાવાસ હોવાનો દાવો કરીને તેને પોતાના નામે બદલી નાખ્યું હતું. તેમણે પોતાને સેબોર્ગા અને લોડોનિયા જેવા અન્ય માઇક્રોનેશન્સ સાથે-સાથે પોલ્વિયા જેવા કાલ્પનિક દેશોના ડિપ્લોમેટ ગણાવ્યા હતા.
એસટીએફના અધિકારીઓના જણાવ્યા અનુસાર હર્ષવર્ધન જૈને એક ડિપ્લોમેટિક આઇડી, વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સહિત ઉચ્ચ અધિકારીઓનાં ફોટા સાથે છેડછાડ કરી હતી. એટલું જ નહીં તેમાં વિદેશ મંત્રાલયના નકલી મોહરવાળા સર્ટિફિકેટ પણ સામેલ હતા.
પોલીસને આ વસ્તુઓ મળી આવી
પોલીસે મીડિયાને આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે ફૂટનીતિમાં આડમાં વેપારીઓને પ્રભાવિત કર્યા હતા, તેમને આંતરરાષ્ટ્રીય બજારોમાં પહોંચાડવાનો વાયદો કર્યો અને નકલી કંપનીઓના માધ્યમથી હવાલાનું નેટવર્ક ચલાવ્યું હતું. એસટીએફના અધિકારીઓએ ડિપ્લોમેટિક નંબર પ્લેટવાળી ચાર મોંઘીદાટ ગાડીઓ, 12 નાના દેશોના ડિપ્લોમેટિક પાસપોર્ટ, વિદેશ મંત્રાલયના મોહર લાગેલા દસ્તાવેજો, 34 દેશોના મોહર, 44 લાખ રૂપિયા રોકડા, ફોરેન કરન્સી અને 18 ડિપ્લોમેટિક નંબર પ્લેટ પણ જપ્ત કરી હતી.
આ પણ વાંચો – સાઉદી અરેબિયાના ‘સ્લીપિંગ પ્રિન્સ’નું નિધન, 20 વર્ષથી કોમામાં હતા, 2005માં અકસ્માત થયો હતો
પડોશીઓએ શું કહ્યું?
હર્ષવર્ધન જૈનના આ કૃત્યથી પાડોશીઓ પણ ચોંકી ગયા છે. એક પાડોશીએ કહ્યું કે ઘરમાં વધારે લોકો દેખાયા ન હતા. અમે ફક્ત કેટલાક નાના દેશોના ધ્વજવાળી કાર જોઈ હતી. અમને લાગ્યું કે અહીં કોઈ રાજદૂત રહે છે. અમને ખબર ન હતી કે ત્યાં નકલી દૂતાવાસ છે. કોણ વિચારશે કે ત્યાં કોઈ દૂતાવાસ છે? તમામ દૂતાવાસો દિલ્હીમાં છે.
હર્ષવર્ધન જૈન સામે અગાઉ પણ કેસ નોંધાયો હતો
હર્ષવર્ધન જૈન સામે ભૂતકાળમાં ગુનો નોંધાયેલો છે. 2011માં ગાઝિયાબાદ પોલીસે તેની સામે સેટેલાઇટ ફોન ગેરકાયદે રાખવાનો ગુનો નોંધ્યો હતો. આ કેસ હજી પણ કવિ નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે. અધિકારીઓએ એમ પણ કહ્યું હતું કે તેણે અગાઉ ધર્મગુરુ ચંદ્રાસ્વામી અને આંતરરાષ્ટ્રીય શસ્ત્ર વેપારી અદનાન ખશોગી સાથેના તેમના સંબંધોનું વર્ણન કર્યું હતું. કવિ નગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.