Fact Check Samosa Jalebi Warning Sign : જલેબી સમોચા કચોરી જેવી વાનગીઓ ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે? તાજેતરમાં સોશિયલ મીડિયા એક સમાચાર વાયરલ થયા હતા જેમા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, કેન્દ્ર સરકાર સિગારેટ જેમ સમોસા જલેબી જેવી વાનગીઓ માટે પણ વોર્નિંગ બોર્ડ એટલે કે ચેતવણી બોર્ડ લાગુ કરશે. મતલબ કે સમોસા જબેલીમાં કેટલું તેલ, ખાંડ, કેલેરી છે જેવી વિગતો દર્શાવવી પડશે. આ સમાચાર વાંચી લોકો મૂંઝવણમાં મૂકાયા હતા. આ વાયરલ સમાચારમાં કેટલી હકીકત છે? ચાલો જાણીયે
સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી
સોશિયલ મીડિયામાં વાયરલ સમાચાર અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી કે આ સમાચાર ખોટા અને ભ્રામક છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સોશિયલ મીડિયા X પર એક પોસ્ટમાં જણાવાયું છે કે, તેલ અને ખાંડ માટે વોર્નિંગ લેવલ લગાવા માટે જારી કરાયેલી સલાહ, સ્વાસ્થ્યપ્રદ આહાર સંબંધિત ટેવોને પ્રોત્સાહન આપવાની એક પહેલ છે. આ ચેતવણી બોર્ડ વિવિધ ખાદ્ય ચીજોમાં રહેલી ચરબી અને વધારાની ખાંડ અંગે ચેતવણી આપવા માટે છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, એડવાઇઝરીમાં અમુક ખાસ ચીજો પર ‘વોર્નિંગ લેબલ’ લગાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો નથી.
PIB એ ફેક્ટ ચેકમાં શું કહ્યું ?
સમોસા અને જબેલી વિશેના વાયરલ સમાચાર વિશે પીઆઈબી એ ફેક્ટ ચેક કર્યું. PIB એ પોતાના X એકાઉન્ટ પર લખ્યું કે, અમુક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, સ્વાસ્થ્ય મંત્રાલય સમોસા, જબેલી અને લાડુ જેવી ખાદ્ય ચીજો પર હેલ્થ વોર્નિંગ લેબલ જારી કર્યું છે. PIB એ આ દાવાને ખોટો ગણાવ્યો છે.