scorecardresearch
Premium

Express Adda : વિદેશ મંત્રી જયશંકરે કહ્યું – મોદી-પુતિનની મિત્રતાએ અનેક સમસ્યાઓનું સમાધાન કર્યું

Express Adda : વિદેશ મંત્રી એસ જયશંકરે ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત ગોએન્કા સાથે દેશની કૂટનીતિ સાથે જોડાયેલા મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી

S Jaishankar Express Adda, S Jaishankar, Express Adda
વિદેશ મંત્રી એસ જયશંકર ઇન્ડિયન એક્સપ્રેસના કાર્યક્રમ 'એક્સપ્રેસ અડ્ડા'માં હાજર રહ્યા હતા

Express Adda: મોદી સરકારના સૌથી લોકપ્રિય મંત્રીઓની વાત કરવામાં આવે તો તેમાં વિદેશ મંત્રી એસ જયશંકરનું નામ જરૂરથી આવે છે. આજે વિદેશ મંત્રી એસ જયશંકર ઇન્ડિયન એક્સપ્રેસના કાર્યક્રમ ‘એક્સપ્રેસ અડ્ડા’માં પહોંચ્યા હતા. અહીં તેમણે ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત ગોએન્કા સાથે દેશની કૂટનીતિ સાથે જોડાયેલા મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.

ભારતે ઈતિહાસના ખચકાટને પાછળ છોડી દીધો – એસ જયશંકર

આ દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકા સાથે ભારતના સંબંધો વિશે કહ્યુ કે ભારતે ઈતિહાસના ખચકાટને પાછળ છોડી દીધો છે. કારણકે ભારત માટે અમેરિકા બિઝનેસ અને ટેકનોલોજીની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ભાગીદાર છે.

આ દરમિયાન વિદેશ મંત્રીએ કહ્યું કે અમે ભૂતકાળની એક ભૂલ સ્વીકારી જ્યારે ભારતે યુરોપના કેટલાક દેશો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને બ્રસેલ્સના એકીકરણને પુરી રીતે સમજી શક્યા નહીં. જયશંકરે કહ્યું કે જેમ જેમ ભારત રણનીતિક રૂપથી જાગૃત થતું જાય છે, તેમ તેમ ભાગીદારીની સંભાવનાઓ વધી રહી છે.

આ પણ વાંચો – પીએમ મોદીએ દિલ્હી-એનસીઆરને ભેટ આપી, દ્વારકા એક્સપ્રેસ વે નું ઉદ્ઘાટન કર્યું, જાણો ખાસિયત

જાપાન સાથે ભારતના સંબંધો વધ્યા છે

જાપાન સાથે ભારતના સંબંધોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે જાપાન ટેકનિકલી સક્ષમ હોઈ શકે છે પરંતુ ઐતિહાસિક કારણોસર તેણે પોતાને સંયમિત કરી લીધા છે. ઓટો સેક્ટર, મેટ્રો રેલ અને હવે બુલેટ ટ્રેનમાં જાપાન સાથે સહયોગનો ઉલ્લેખ કરતા જયશંકરે કહ્યું હતું કે તેમની સાથે આપણા સારા સંબંધો છે.

રશિયા સાથે ભારતના સંબંધો પર વિદેશ મંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે વ્યક્તિગત સંબંધોના કારણે બંને દેશો વચ્ચે સંબંધ મજબૂત થયા છે અને ઘણા મુદ્દાઓને સરળતાથી ઉકેલી લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે મુશ્કેલ પરિસ્થિતિઓમાં તમે પાર પાળવા અને પોતાની વાત રાખવામાં સક્ષમ હોવ છો.

Web Title: External affairs minister s jaishankar at express adda india us russia relation ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×