scorecardresearch
Premium

Exit Polls | એક્ઝિટ પોલ : લોકસભા ચૂંટણી 2009, 2014 અને 2019માં એક્ઝિટ પોલ કેટલા સચોટ હતા?

Exit Polls Lok sabha election 2019, 2014, 2009 : આજે મતદાન પૂર્ણ થતા જ એક્ઝિટ પોલ આવવાનું શરૂ થઈ જશે, તો જોઈએ 2019, 2014, 2009 માં એક્ઝિટ પોલ કેટલા સાચા પડ્યા હતા.

Exit poll Lok sabha election 2009 2014 2019
એક્ઝિટ પોલ્સ 2009, 2014 અને 2019

અંજીષ્ણુ દાસ, Exit Polls : લોકસભા ચૂંટણીની પ્રક્રિયા 19 એપ્રિલે પ્રથમ તબક્કાના મતદાન સાથે શરૂ થઈ હતી. 43 દિવસ પછી લોકસભાની ચૂંટણી શનિવારે આજે સમાપ્ત થઈ રહી છે, તેથી હવે તમામની નજર એક્ઝિટ પોલ પર હશે, જેવું આજે મતદાન સત્તાવાર રીતે સમાપ્ત થશે, પછી તરત જ બહાર આવવાનું શરૂ થઈ જશે.

જ્યારે 1 જૂનથી 4 જૂનની વચ્ચે પરિણામો જાહેર થવાને ચાર દિવસ બાકી હશે, ત્યારે તે એક્ઝિટ પોલ હશે, જે પક્ષોને આશા કે નિરાશા આપશે. છેલ્લી બે સામાન્ય ચૂંટણીઓ, 2014 અને 2019 માં એક્ઝિટ પોલ કેટલા નજીક હતા, જ્યારે બંને વખત જ્યારે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ વિશાળ માર્જિનથી જીતી હતી? 2014 ની લોકસભા ચૂંટણી 7 એપ્રિલથી 12 મેની વચ્ચે યોજાઈ હતી અને પરિણામો 16 મેના રોજ જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે 2019ની ચૂંટણી 11 એપ્રિલથી 19 મેની વચ્ચે યોજાઈ હતી અને પરિણામો 23 મેના રોજ જાહેર કરવામાં આવ્યા હતા.

Exit poll Lok sabha election 2014
એક્ઝિટ પોલ 2014

2014 માં સરેરાશ આઠ એક્ઝિટ પોલમાં બીજેપીની આગેવાની હેઠળના એનડીએને 283 બેઠકો અને કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએને 105 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી હતી – તે વર્ષે એક્ઝિટ પોલ ‘મોદી લહેર’ની આગાહી કરવામાં નિષ્ફળ રહી, જેણે એનડીએને 336 બેઠકો આપી. અને યુપીએને માત્ર 60 બેઠકો મળી હતી. જેમાંથી ભાજપે 282 અને કોંગ્રેસે 44 બેઠકો જીતી હતી.

Exit poll Lok sabha election 2019
એક્ઝિટ પોલ 2019

2019 માં સરેરાશ 13 એક્ઝિટ પોલમાં એનડીએના સંયુક્ત આંકડા 306 અને યુપીએના 120 પર મૂકવામાં આવ્યા હતા – જે ફરીથી એનડીએના પ્રદર્શનને નબળી પાડી રહ્યા હતા, તો એનડીએ તે સમયે કુલ 353 બેઠકો જીતી હતી. અને યુપીએને 93 બેઠકો મળી હતી. જેમાં ભાજપે 303 અને કોંગ્રેસે 52 બેઠકો જીતી હતી.

Exit poll Lok sabha election 2009
એક્ઝિટ પોલ 2009

2009 માં પણ, જ્યારે યુપીએ ફરી સત્તામાં આવી ત્યારે સરેરાશ ચાર એક્ઝિટ પોલમાં વિજેતાઓની સંખ્યાને ઓછી આંકવામાં આવી હતી. તેમણે યુપીએને 195 અને એનડીએને 185 બેઠકો આપી. યુપીએને આખરે 262 બેઠકો મળી હતી, જ્યારે એનડીએને 158 બેઠકો મળી હતી. જેમાંથી કોંગ્રેસે 206 અને ભાજપે 116 સીટો જીતી છે.

Web Title: Exit polls lok sabha election 2024 2019 2014 2009 nda upa india alliance km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×