scorecardresearch
Premium

મહારાષ્ટ્ર શિંદે સરકારનો મોટો નિર્ણય, 12 પાસ વિદ્યાર્થીઓને દર મહિને મળશે 6 હજાર, અને ગ્રેજ્યુએટને…

Maharashtra students stipend : મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે વિધાનસભા ચૂંટણી પહેલા વિદ્યાર્થીઓ માટે સ્ટાઈપેન્ડની જાહેરાત કરી છે. જેમાં ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓને મહિને 6 હજાર રૂપિયા તો ગ્રેજ્યુએટને 10 હજાર અને ડિપ્લોમા પાસ વિદ્યાર્થીને 8 રૂપિયા મહિને મળશે.

Maharashtra students stipend
મહારાષ્ટ્ર એકનાથ શિંદેએ વિદ્યાર્થીઓ માટે સ્ટાઈપેન્ડની જાહેરાત કરી (ફાઈલ ફોટો)

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાશ શિંદેએ દેવશયની એકાદશીના અવસર પર રાજ્યના યુવાનો માટે મોટી જાહેરાત કરી છે. વાસ્તવમાં, સીએમએ પંઢરપુરમાં જાહેરાત કરી હતી કે, સરકાર 12 ધોરણ પાસ વિદ્યાર્થીઓને દર મહિને 6,000 રૂપિયા અને ગ્રેજ્યુએશન પૂર્ણ કરનારા યુવાનોને દર મહિને 10,000 રૂપિયા આપશે. સરકારનું આ પગલું વિદ્યાર્થીઓને મદદ કરવા અને બેરોજગારી ઘટાડવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યું છે.

ડિપ્લોમા ધારકોને પણ રૂપિયા 8 હજાર મળશે

એકનાથ શિંદેએ ડિપ્લોમા ધારકો માટે દર મહિને અમુક રકમ આપવાની પણ જાહેરાત કરી છે. ડિપ્લોમા ધરાવતા વિદ્યાર્થીઓને દર મહિને 8 હજાર રૂપિયાનું માસિક સ્ટાઈપેન્ડ મળશે. શિંદેએ બુધવારે પંઢરપુરમાં અષાઢી એકાદશીના અવસર પર આ પહેલની જાહેરાત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને એપ્રેન્ટિસશિપ દ્વારા કામનો અનુભવ મેળવવામાં મદદ કરવા માટે આ સ્ટાઈપેન્ડ એક વર્ષ માટે આપવામાં આવશે, જે પાછળથી તેમની રોજગાર ક્ષમતામાં વધારો કરશે.

આ પૈસા તમને એક વર્ષ માટે મળશે

એકનાથ શિંદેએ આ જાહેરાત સાથે જણાવ્યું હતું કે, “અમારી સરકાર કુશળ કાર્યબળ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ નિર્ણયથી ઉદ્યોગમાં કુશળ યુવાનોની સંખ્યા વધશે અને વિદ્યાર્થીઓને આ સ્ટાઈપેન્ડનો ઘણો ફાયદો થશે. શિંદેએ કહ્યું, “વિદ્યાર્થીઓને આ પૈસા એક વર્ષ માટે એપ્રેન્ટિસશિપ કરવા માટે મળશે. “આ પછી તેમને કામનો અનુભવ મળશે, જે તેમને નોકરી મેળવવામાં મદદ કરશે.”

આ પણ વાંચો – ઘાટી શાંત પરંતુ જમ્મુમાં કેમ આતંકવાદી હુમલા વધી રહ્યા? શું છે તેની પાછળના કારણો?

આ યોજના ચૂંટણી વર્ષમાં લાવવામાં આવી

તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને ચૂંટણી પહેલા આ જાહેરાતને ચૂંટણી સ્ટંટ માનવામાં આવી રહ્યો છે. મધ્યપ્રદેશમાં પણ ચૂંટણી પહેલા શિવરાજ સરકાર લાડલી બહેના યોજના લાવી હતી, જે તેના માટે ફાયદાકારક રહી હતી. એમપીની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. આવી સ્થિતિમાં ભાજપને મહારાષ્ટ્રમાં પણ આ યોજનાનો લાભ મળી શકે છે.

Web Title: Eknath shinde government of maharashtra announced stipend for students km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×