scorecardresearch
Premium

પૂર્વ પીએમ મનમોહન સિંહ હંમેશા વાદળી પાઘડી જ કેમ પહેરતા હતા? જાણો કારણ

Manmohan Singh Passes Away : પૂર્વ પીએમ મનમોહન સિંહ મોટાભાગે માત્ર વાદળી રંગની પાઘડી જ પહેરતા હતા. શું તમે જાણો છો તેની પાછળનું કારણ? જો નહીં, તો અમે તમને અહીં જણાવી રહ્યા છીએ

Former PM Dr Manmohan Singh Passes Away, Manmohan Singh blue turban
Former PM Dr Manmohan Singh Passes Away : મનમોહન સિંહ મોટાભાગે માત્ર વાદળી રંગની પાઘડી જ પહેરતા હતા (Express archive)

Former PM Dr Manmohan Singh Passes Away : ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહે 26 ડિસેમ્બરને ગુરુવારે 92 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું હતું. દેશભરમાંથી તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. મનમોહન સિંહ ભારતના 14માં વડાપ્રધાન હતા. તેમણે 2004થી 2014 સુધી સતત બે વખત ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. ડો.મનમોહન સિંહને ઘણા કારણોથી યાદ કરવામાં આવશે. જો પોતાની આંખો બંધ કરીને તેમની તસવીર વિશે વિચારવામાં આવે તો સૌથી પહેલા તેમની વાદળી પાઘડી આવે છે.

તમે એ પણ નોંધ્યું હશે કે મનમોહન સિંહ મોટાભાગે માત્ર વાદળી રંગની પાઘડી જ પહેરતા હતા. શું તમે જાણો છો તેની પાછળનું કારણ? જો નહીં, તો અમે તમને અહીં જણાવી રહ્યા છીએ. આવો જાણીએ કેમ ડૉ.મનમોહન સિંહ હંમેશા બ્લૂ રંગની પાઘડી પહેરતા હતા.

વાદળી પાઘડી પહેરવાનું શું હતું કારણ?

ડો.મનમોહન સિંહે પોતે જ આની પાછળનું કારણ જણાવતા કહ્યું હતું કે આ પાઘડી તેમના માટે ખૂબ જ ખાસ છે. 2006માં મનમોહન સિંહને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટ ઓફ લો થી નવાજવામાં આવ્યા હતા. આ દરમિયાન જ્યારે તેઓ સ્ટેજ પર જઈ રહ્યા હતા ત્યારે ડ્યુક ઓફ એડિનબર્ગ પ્રિન્સ ફિલિપે તેમની પાઘડી તરફ આંગળી ચીંધીને કહ્યું હતું કે તેમની પાઘડીનો રંગ જુઓ. આ કોમેન્ટ પર ડો.સિંહે કહ્યું કે આછો વાદળી રંગ તેમનો ફેવરિટ કલર છે. આ ઉપરાંત વાદળી રંગની પાઘડી તેને કેમ્બ્રિજના દિવસોની યાદ અપાવે છે.

આ પણ વાંચો – મનમોહન સિંહને કેમ બનાવવામાં આવ્યા હતા પ્રધાનમંત્રી, આ વિશે સોનિયા ગાંધીએ શું કહ્યું હતું?

તે સમયે ડૉ.મનમોહન સિંહે કહ્યું હતું કે હું જ્યારે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણતો હતો ત્યારે તે સમયે હું માત્ર વાદળી રંગની પાઘડી જ પહેરતો હતો. આ પછી મારા બધા મિત્રોએ મને ‘બ્લુ ટર્બન’ (વાદળી પાઘડી) નામથી બોલાવવા લાગ્યા હતા અને પછી તે મારું નીકનેમ બની ગયું હતું. આ જ કારણ હતું કે ડો.મનમોહન સિંહ વાદળી પાઘડીને તેમની ઓળખનો એક મહત્વપૂર્ણ ભાગ માનતા હતા.

Web Title: Dr manmohan singh always wore blue turban know reason ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×