scorecardresearch
Premium

ટ્રમ્પને ભારત-રશિયાની દોસ્તી પચી રહી નથી, આગામી 24 કલાકમાં ભારે ટેરિફ લગાવવાની ધમકી આપી

Trump India tariff hike: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત અને રશિયાની મિત્રતાને પચાવી શકતા નથી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી 24 કલાકમાં ભારત પર ભારે ટેરિફ લગાવવાની ધમકી આપી

donald trump, US president, ડોનાલ્ડ ટ્ર્પ
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઇલ ફોટો)

Trump India tariff hike: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત અને રશિયાની મિત્રતાને પચાવી શકતા નથી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી 24 કલાકમાં ભારત પર ભારે ટેરિફ લગાવવાની ધમકી આપી છે. ભારત રશિયા પાસેથી તેલ કેમ ખરીદી રહ્યું છે તેના પર ટ્રમ્પ નારાજ છે. એક ઇન્ટરવ્યૂમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે મને લાગે છે કે હું આગામી 24 કલાકમાં ભારત પર ટેરિફ વધારવા જઇ રહ્યો છું. ડોનાલ્ડ ટ્રમ્પનું માનવું છે કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદીને તેને આર્થિક લાભ આપી રહ્યું છે, જેના કારણે યુદ્ધ અટકી રહ્યું નથી.

ટ્રમ્પે સોમવારે પણ ધમકી આપી હતી

આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે પણ ભારતને ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે ભારત માત્ર રશિયા પાસેથી તેલ જ ખરીદી રહ્યું નથી, પરંતુ બજારમાં વેચીને મોટો નફો મેળવી રહ્યું છે. ટ્રમ્પે કહ્યું કે હું ટેરિફમાં વધુ વધારો કરીશ. સાથે જ સોમવારે ભારતે પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત તેના રાષ્ટ્રીય હિતો અને આર્થિક સુરક્ષાની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેશે. જણાવી દઈએ કે હવે ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લગાવ્યો છે.

ભારતે પોતાના નિવેદનમાં કહ્યું કે યુક્રેન સંઘર્ષની શરૂઆતથી રશિયા પાસેથી તેલ ખરીદવા પર ભારત શરૂઆતથી જ અમેરિકા અને યુરોપિયન યુનિયન બંનેના નિશાને રહ્યું છે. હકીકતમાં ભારતે રશિયાથી આયાત કરવાનું શરૂ એટલા માટે કર્યું હતું કારણ કે યુદ્ધ શરૂ થયા પછી પરંપરાગત પુરવઠો યુરોપ તરફ વાળવામાં આવ્યો હતો. તે સમયે અમેરિકાએ વૈશ્વિક ઊર્જા બજારોની સ્થિરતાને મજબૂત કરવા માટે ભારત દ્વારા આ પ્રકારની આયાતને સક્રિય પણે પ્રોત્સાહન આપ્યું હતું. વૈશ્વિક બજારની પરિસ્થિતિને કારણે આ એક આવશ્યકતા છે.

આ પણ વાંચો – ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી ભારે તબાહી, 4 ના મોત, 50 થી વધુ લોકો ગુમ, જુઓ વીડિયો

ભારતે અમેરિકાને આપ્યો જવાબ

ભારતે કહ્યું કે 2024 માં રશિયા સાથે ચીજવસ્તુઓમાં યુરોપિયન યુનિયનનો દ્વિપક્ષીય વેપાર 67.5 અબજ યુરો હતો. તે સમયે રશિયા સાથે ભારતના કુલ વેપાર કરતા આ ઘણું વધારે છે. યુરોપિયન એલએનજી આયાત 2024 માં રેકોર્ડ 16.5 મિલિયન ટન સુધી પહોંચી ગઈ હતી, જે 2022 ના 15.21 મિલિયન ટનના અગાઉના રેકોર્ડને વટાવી ગઈ છે. યુરોપ-રશિયાના વેપારમાં માત્ર ઊર્જા જ નહીં, પરંતુ ખાતરો, ખાણકામના ઉત્પાદનો, રસાયણો, લોખંડ અને સ્ટીલ, મશીનરી અને પરિવહન ઉપકરણોનો પણ સમાવેશ થાય છે.

ટ્રમ્પે સોમવારે તેમના પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું કે ભારત માત્ર મોટી માત્રામાં રશિયન તેલ જ ખરીદી રહ્યું નથી, પરંતુ ખરીદેલા તેલનો મોટો હિસ્સો ખુલ્લા બજારમાં ભારે નફામાં વેચી રહ્યું છે. રશિયન યુદ્ધ મશીન દ્વારા યુક્રેનમાં કેટલા લોકોની હત્યા કરવામાં આવી રહી છે તેની તેમને પરવા નથી.

Web Title: Donald trump threatens hike in tariffs on india in next 24 hours ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×