scorecardresearch
Premium

US Election 2024 : ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસે કયાં 5 મુદ્દા પર લડી રાષ્ટ્રપતિની ચૂંટણી, પરિણામ પર થશે સીધી અસર

US Election: આ ચૂંટણીમાં આમ તો ઘણા મુદ્દાઓ ચર્ચાનો વિષય રહ્યા પરંતુ 5 એવા રહ્યા જે સાચે જ નિર્ણાયક પણ કહી શકાય અને તે પરિણામો પર પણ સીધી અસર કરી શકે છે. જે પાંચ મુદ્દાઓ પર આ વખતે અમેરિકામાં ચૂંટણી લડાઈ તે આ પ્રકારે છે.

us election resuls, us election date, us election 2024,
આ ચૂંટણીમાં ડેમોક્રેટ્સની કમલા હેરિસને રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ સામે મોટો પડકાર પણ મળ્યો. (Jansatta)

kamala Harris vs Donald Trump: અમેરિકાની ચૂંટણીમાં નિર્ણાયક સમય આવી ગયો છે. બસ થોડા કલાકોની રાહ અને પરિણામો આવવાનું શરૂ થઈ જશે. ઘણા વર્ષો બાદ અમેરિકાની રાજનીતિમાં એક એવી ચૂંટણી જોવા મળી છે જ્યાં મુકાબલો સખત રહ્યો સાથે જ ઘણા મામલાઓ વિવાદાસ્પદ પણ સાબિત થયા. આ ચૂંટણીમાં ડેમોક્રેટ્સની કમલા હેરિસને રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ સામે મોટો પડકાર પણ મળ્યો.

આ ચૂંટણીમાં આમ તો ઘણા મુદ્દાઓ ચર્ચાનો વિષય રહ્યા પરંતુ 5 એવા રહ્યા જે સાચે જ નિર્ણાયક પણ કહી શકાય અને તે પરિણામો પર પણ સીધી અસર કરી શકે છે. જે પાંચ મુદ્દાઓ પર આ વખતે અમેરિકામાં ચૂંટણી લડાઈ તે આ પ્રકારે છે.

  • ગેરકાયદેસર ઈમિગ્રેશન
  • ગાઝા યુદ્ધ
  • ગર્ભપાત
  • મોંઘવારી
  • અર્થવ્યવસ્થા

ગેરકાયદેસર ઈમિગ્રેશનનો મુદ્દો શું છે?

અમેરિકામાં ગેરકાયદેસર ઈમિગ્રેશનનો મુદ્દો ખુબ જ જુનો છે. અમેરિકા એક એવો દેશ છે જ્યાં ઘણા લોકો આશ્રય લેવા આવે છે. ઘણા લોકો બોર્ડર પાર કરીને અમેરિકામાં ઘૂષણખોરી કરવાની કોશિશ કરે છે. Pew Research બતાવે છે કે અમેરિકાની કૂલ વસ્તીમાં 3.3% ગેરકાયદેસર ઈમિગ્રેટ્સ છે. 2022 સુધી તો આવા લોકોની વસ્તી અમેરિકામાં 11 મિલિયન સુધી પહોંચી ગઈ હતી. મોટી વાત તો એ રહી કે 2007થી 2019 સુધી આ આંકડો સતત નીચે આવી રહ્યો હતો. પરંતુ 2021 અને 2022માં તેમાં વધારો થયો.

વર્તમાનમાં કેલિફોર્નિંયા, ટેક્સસ,ફ્લોરિડા, ન્યૂયોર્ક, ન્યૂ જર્સી, Illinoisમાં સૌથી વધુ ગેરકાયદેસર ઈમિગ્રેટ્સ રહે છે. 1980થી જ આ રાજ્યોની સ્થિતિ આવી બનેલી છે.

આ પણ વાંચો: અમેરિકામાં EVM નહીં બેલેટ પેપરથી થાય છે વોટિંગ, જાણો ભારત કરતા કેટલી અલગ છે આખી પ્રક્રિયા

E

Illegal Immigration પર ટ્રમ્પનું વલણ?

ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ આ મામલે ખુબ જ કડક છે. તેઓ પહેલાથી જ કહી ચુક્યા છે કે જો તેઓ ફરીથી રાષ્ટ્રપતિ બનશે તો સૌથી પહેલા મોટી ડીપોર્ટેશન કાર્યવાહી જોવા મળશે. Alien Enemies Act નો ઉપીયોગ કરીને લોકોને બહાર નીકાળી દેવામાં આવશે. આ સાથે જ જેમની પાસે પર્યાપ્ત ડોક્યૂમેન્ટ નથી, તેમને ટ્રમ્પ કોઈ પણ કિેમતે અમેરિકાની નાગરિક્તા આપવા માંગતા નથી. તેઓ સીધે સીધુ આવા લોકોની વસ્તીને ઓછી કરવાની વાત કરે છે, તેમને બહાર કરી દેવાનું તેમનું સ્પષ્ટ વલણ છે.

Illegal Immigration પર કમલા હેરિસનું વલણ?

કમલા હેરિસ બોર્ડર સુરક્ષાની વાત જરૂરથી કરે છે પરંતુ તે ટ્રમ્પની માફક કઠોર નીતિઓના પક્ષમાં નથી. તે પોતાની દરેક રેલીમાં કહી ચુકી છે કે, સેન્ટ્રલ અમેરિકાથી થઈ રહેલા માઈગ્રેશનના અસલ કારણોને જાણવું જરૂરી છે. તે તો અહીં સુધી કહે છે કે જો કોઈ દસ્તાવેજ વિના અમેરિકામાં બાળક પણ દાખલ થાય છે તો તેના પ્રત્યે નરમ વલણ અપનાવવું જોઈએ, તેમને નાગરિક્તા આપવાની વ્યવસ્થા કરવામાં આવશે.

તે આ મુદ્દાને લઈ થોડી ભાવુક પણ દેખાય છે અને કઠોર કાયદાઓના કારણે અલગ થઈ રહેલા પરિવારોવાળા મુદ્દાને ઉઠાવતી રહે છે. કમલા અહીં સુધી માને છે કે દસ્તાવેજ વિનાના તમામ નાગરિકોને દેશની બહાર મોકલી દેવા જોઈએ નહીં, જે પબ્લિક અને સમાજ માટે ખતરો હોય તેમના વિરૂદ્ધ એક્શન લેવું જોઈએ.

આ પણ વાંચો: અમેરિકામાં કેવી રીતે થાય છે રાષ્ટ્રપતિની ચૂંટણી, ભારતથી કેટલી અલગ હોય છે પ્રક્રિયા?

ગાઝા યુદ્ધનો મુદ્દો શું છે?

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે અને માત્ર ગાઝામાં જ 50 હજારથી વધુ લોકોના મોત થયા છે. અમેરિકન ચૂંટણીમાં પણ આ મુદ્દે ઘણું રાજકારણ થયું છે. સમગ્ર વિશ્વ હાલમાં અમેરિકાના વલણને લઈને વિભાજિત છે. ઇસ્લામિક દેશો માની રહ્યા છે કે અમેરિકા હાલમાં ઇઝરાયેલનો બચાવ કરી રહ્યું છે, જ્યારે અન્ય જૂથ માની રહ્યું છે કે અમેરિકા યુદ્ધ રોકવામાં સદંતર નિષ્ફળ સાબિત થયું છે.

ગાઝા યુદ્ધ અંગે ટ્રમ્પનું વલણ શું છે?

ડોનાલ્ડ ટ્રમ્પે ખુલ્લેઆમ ઈઝરાયેલને સમર્થન આપતાં એમ પણ કહ્યું કે જો તેઓ રાષ્ટ્રપતિ હોત તો 7 ઓક્ટોબરે થયેલો હુમલો ક્યારેય ન થાત. આ વર્ષે જુલાઈમાં જ્યારે ટ્રમ્પ ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂને મળ્યા ત્યારે તેમણે તેમની જીત સુનિશ્ચિત કરવા કહ્યું હતું. હવે ટ્રમ્પ પણ યુદ્ધ રોકવાની વાત કરી રહ્યા છે પરંતુ તેમણે સ્પષ્ટપણે ઈઝરાયેલનું સમર્થન કર્યું છે.

ગાઝા યુદ્ધ અંગે કમલાનું શું વલણ છે?

કમલા હેરિસ પણ યુદ્ધ રોકવાની વાત કરે છે, તે ગાઝામાં મરતા બાળકોને માનવતા વિરુદ્ધ ગણાવી રહ્યા છે. પરંતુ તેમણે એક રેલીમાં એમ પણ કહ્યું છે કે તેમનું સમર્થન ઈઝરાયેલ સાથે છે. તેમના તરફથી પણ યુદ્ધ રોકવાની વાત કરવામાં આવી છે પરંતુ કેવી રીતે તે અંગે કોઈ જવાબ નથી.

ગર્ભપાતનો મુદ્દો શું છે?

અમેરિકાની સુપ્રીમ કોર્ટે 2022માં ગર્ભપાતને લઈને મોટો નિર્ણય આપ્યો હતો. આ નિર્ણય બાદ તમામ રાજ્યોને ગર્ભપાત સામે પોતપોતાના કાયદા બનાવવાની સત્તા મળી અને તેને કડક પણ બનાવી શકે છે. ત્યારથી આવા ઘણા રાજ્યો ઉભરી આવ્યા છે જ્યાં ગર્ભપાત પર સંપૂર્ણ પ્રતિબંધ છે, ઘણા રાજ્યોમાં બળાત્કાર પછી પણ મહિલાને ગર્ભપાત કરવાની મંજૂરી નહોતી. આ વખતે ચૂંટણીમાં આ મુદ્દો સામે આવ્યો છે.

ગર્ભપાત અંગે ટ્રમ્પનું શું વલણ છે?

ડોનાલ્ડ ટ્રમ્પ ગર્ભપાત અંગે સ્પષ્ટ વલણ ધરાવે છે તેઓ તેનું સમર્થન કરતા નથી. આ કારણોસર ઘણા રિપબ્લિકન રાજ્યોમાં ગર્ભપાત સામેના કડક કાયદાઓ જોવા મળ્યા છે. ટ્રમ્પ એમ પણ કહે છે કે તેમના કાર્યકાળ દરમિયાન ગર્ભપાત વિરુદ્ધ લેવાયેલા નિર્ણયો દેશ માટે તેમની સૌથી મોટી સેવા હતી. નિષ્ણાતોનું માનવું છે કે જો ટ્રમ્પ ફરીથી રાષ્ટ્રપતિ બનશે તો ગર્ભપાતને લઈને વધુ કડક કાયદાઓ બની શકે છે.

ગર્ભપાત પર કમલાનું શું વલણ છે?

કમલા હેરિસ છેલ્લા ઘણા વર્ષોથી ગર્ભપાતના સમર્થક છે, તે તેમણે મહિલાઓના અધિકારોનો મુખ્ય ભાગ માને છે. તેણીએ ત્યાં સુધી કહ્યું છે કે જો તે રાષ્ટ્રપતિ બનશે તો સુપ્રીમ કોર્ટના આદેશને પલટાવી દેશે. તેણી એવી વાર્તા સેટ કરી રહી છે કે ટ્રમ્પ સમગ્ર દેશમાં ગર્ભપાત પર પ્રતિબંધ મૂકવા માંગે છે. હાલમાં ડેમોક્રેટ્સના મતદારોમાં ગર્ભપાતનો મુદ્દો ઘણો મોટો છે તેથી જ કમલા તેને સતત ઉઠાવી રહી છે.

Web Title: Donald trump and kamala harris fought on 5 issues the presidential election will have a direct impact on result rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×