How To Remove Crayon Color Stains From Wall: દિવાળી પર ઘરની સાફસફાઇ કરવામાં આવે છે. ઘર સાફ અને સુંદર દેખાય તેની માટે દિવાલ પર પેઇન્ટ કલર કરાય છે. જો કે બાળકો હોય તે ઘરની દિવાલો પર પેન પેન્સિલ અને કલરના ડાઘ જોવા મળેછે. કલર કે પેન હાથમાં આવે એટલે બાળકો દિવાલ પર લખવાનું કે દોરવાનું શરૂ કરી દે છે. દિવાલો પર આવા ડાઘ ખૂબ જ ખરાબ લાગે છે, તેમજ તેને સાફ કરવા ખૂબ જ મુશ્કેલ છે.
આવી સ્થિતિમાં, જો નાના બાળકોએ તમારા ઘરની દિવાલ પર કલર અથવા પેનથી પેઇન્ટિંગ્સ બનાવ્યા છે, તો આ લેખ તમારા માટે મદદરૂપ થઈ શકે છે. અહીં અમે તમને કેટલીક એવી કમાલની ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેની મદદથી તમે દિવાલ પર કલર કે પેન પેન્સિલના ડાઘ સરળતાથી સાફ કરી શકો છો. આવો જાણીએ કેવી રીતે-
દિવાલ પરથી પેન પેન્સિલ કે કલરના ડાઘ દૂર કરવાની રીત
ટૂથપેસ્ટ
કોઈપણ સફેદ રંગની ટૂથપેસ્ટ લો અને બ્રશ પર લગાવો. હવે આ બ્રશ વડે દિવાલના જે ભાગ પર કલરના ડાઘ હોય ત્યાં બરાબર લગાવો અને તેને 20 થી 25 મિનિટ રહેવા દો. ત્યારબાદ સ્વચ્છ કપડાને ભીનું કરી ટૂથપેસ્ટને આ કપડાથી સાફ કરી લો. આમ કરવાથી ટૂથપેસ્ટ તેમજ કલરના ડાઘ પણ સાફ થાય છે.
આલ્કોહોલ
આલ્કોહોલ અથવા રબિંગ આલ્કોહોલ દિવાલ પરથી કલરના ડાઘ સાફ કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે. આ માટે સ્વચ્છ સુતરાઉ કાપડને રબિંગ આલ્કોહોલમાં સારી રીતે ડુબાડી દો. હવે કલરના ડાઘ હોય તે જગ્યા પર આ કાપડને ઘસો. આ રીતે દિવાલ પરથી પેન અને કલરના ડાઘને પણ સાફ કરી શકે છે.
આ પણ વાંચો | દિવાળી પર વાસ્તુ મુજબ ઘરમાં પેઇન્ટ કલર કરાવો, સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે
વિનેગર
વિનેગર રસોઇની સાથે સાથે ઘરની સાફ સફાઇમાં પણ વપરાય છે.સફેદ સરકોમાં સ્વચ્છ કાપડ સારી રીતે ડૂબવું. આ કાપડને ડાઘવાળી જગ્યા પર સારી રીતે ઘસવું. આમ દિવાલ પરથી પેન પેન્સિલ અને કલરના સરળતાથી સાફ થઇ જશે.