scorecardresearch
Premium

Diwali 2024: આખરે કેમ ઉજવાય છે દિવાળીનો તહેવાર? જાણો તેની પાછળનું પૌરાણિક મહત્ત્વ

શું તમે ક્યારેય વિચાર્યું છે કે દિવાળી શા માટે ઉજવવામાં આવે છે અથવા આ તહેવાર ક્યારે શરૂ થયો? ખરેખરમાં દિવાળીની ઉજવણી પાછળ ઘણી પૌરાણિક કથાઓ છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેના વિશે આજે અમે તમને તેના વિશે જણાવીશું.

Importance of Diwali, Story of Diwali Festival, Mythology of Diwali,
દિવાળી અંધકાર પર પ્રકાશની, અસત્ય પર સત્ય અને અજ્ઞાન પર જ્ઞાનની જીતનું પ્રતીક છે. (તસવીર: CANVA)

Importance of Diwali: આ વખતે દિવાળી 31મી ઓક્ટોબરના રોજ ઉજવાશે. દિવાળીનો તહેવાર કારતક મહિનાની અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન રામ લંકા જીતીને અયોધ્યા પરત ફર્યા હતા, જેની ઉજવણીમાં તમામ નગરવાસીઓએ દીવા પ્રગટાવ્યા હતા. દિવાળીના દિવસે લોકો પોતાના ઘરને દીવા, રંગોળી વગેરેથી શણગારે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે દિવાળી શા માટે ઉજવવામાં આવે છે અથવા આ તહેવાર ક્યારે શરૂ થયો? ખરેખરમાં દિવાળીની ઉજવણી પાછળ ઘણી પૌરાણિક કથાઓ છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેના વિશે આજે અમે તમને તેના વિશે જણાવીશું.

ભગવાન રામ 14 વર્ષના વનવાસ બાદ પરત ફર્યા

રામાયણ અનુસાર, જ્યારે ભગવાન શ્રી રામ લંકાપતિ રાવણનો વધ કરીને માતા સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પાછા ફર્યા ત્યારે સમગ્ર અયોધ્યા શહેરને દીવાઓથી શણગારવામાં આવ્યું હતું. એવું કહેવાય છે કે જ્યારે ભગવાન રામ 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા આવે છે ત્યારે દિવાળી ઉજવવામાં આવે છે. દરેક શહેર અને ગામડાઓમાં દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. ત્યારથી દિવાળીનો આ તહેવાર અંધકાર પર વિજયનો તહેવાર બની ગયો.

શ્રીકૃષ્ણના હાથે નરકાસુરનો વધ

ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની પત્ની સત્યભામાની મદદથી રાક્ષસ રાજા નરકાસુરનો વધ કર્યો હતો. નરકાસુરને સ્ત્રીના હાથે માર્યા જવાનો શ્રાપ મળ્યો હતો. તે દિવસે કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ હતી. નરકાસૂરના આતંક અને અત્યાચારથી આઝાદી મળવાની ખુશીમાં લોકોએ દીપોત્સવની ઉજવણી કરી હતી. બીજા દિવસે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી.

દિવાળીનું અનેક રીતે મહત્ત્વ છે

  • દિવાળી અંધકાર પર પ્રકાશની, અસત્ય પર સત્ય અને અજ્ઞાન પર જ્ઞાનની જીતનું પ્રતીક છે.
  • દિવાળી પર દીવા પ્રગટાવવાની પરંપરા ભગવાન શ્રી રામ સાથે જોડાયેલી છે.
  • કહેવાય છે કે જ્યારે ભગવાન રામ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યા પરત ફર્યા ત્યારે અયોધ્યાના લોકોએ ઘીનો દીવો પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યું હતું.
  • દિવાળી પર લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે. લક્ષ્મી માતાને ધન અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે.
  • દિવાળી પર ઘરોને શણગારવામાં આવે છે. લોકો તેમના ઘરના આંગણા, છત અને દિવાલોમાં દીવા અને મીણબત્તીઓ પ્રગટાવે છે.
  • દિવાળી પર લોકો તેમના મિત્રો અને પરિવારના સભ્યોને શુભેચ્છાઓ પાઠવે છે.
  • દિવાળી પર પરિવારના લોકો વિવિધ મીઠાઈઓ અને સારી વાનગીઓ બનાવી પોતાના પાડોસી અને મિત્રોને પીરસે છે.

પાંડવોની ઘરવાપસી

પાંડવોના તેમના ઘરે પાછા ફરવા વિશે દિવાળી સાથે જોડાયેલી એક વાર્તા પણ છે. તમને યાદ અપાવી દઈએ કે પાંડવોને પણ વનવાસ છોડવો પડ્યો હતો, ત્યારબાદ પાંડવો ઘરે પાછા ફર્યા અને આ ખુશીમાં આખું શહેર રોશનીથી ઝળહળી ઉઠ્યું અને ત્યારથી દિવાળી શરૂ થઈ.

આ પણ વાંચો: માર્ચ 2025 સુધીમાં આ ત્રણ રાશિના લોકોનું ભાગ્ય ચમકી જશે! શનિ-રાહુએ બનાવ્યો પરિવર્તન રાજયોગ

માં લક્ષ્મીનો અવતાર

દિવાળી સાથે જોડાયેલી બીજી એક વાર્તા છે કે સમુદ્ર મંથન દરમિયાન દેવી લક્ષ્મીએ સૃષ્ટિમાં અવતાર લીધો હતો. આ પણ એક મુખ્ય કારણ છે. માતા લક્ષ્મીને ધન અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે. એટલા માટે દરેક ઘરમાં દીવો પ્રગટાવવાની સાથે સાથે આપણે દેવી લક્ષ્મીની પણ પૂજા કરીએ છીએ. દિવાળી ઉજવવાનું આ પણ એક મુખ્ય કારણ છે.

છેલ્લા હિન્દુ સમ્રાટની જીત

છેલ્લા હિન્દુ સમ્રાટ રાજા વિક્રમાદિત્યની વાર્તા પણ દિવાળી સાથે જોડાયેલી છે. રાજા વિક્રમાદિત્ય પ્રાચીન ભારતના મહાન સમ્રાટ હતા. તેઓ એક ખૂબ જ આદર્શ રાજા હતા અને હંમેશા તેમની ઉદારતા, હિંમત અને વિદ્વાનોના આશ્રય માટે જાણીતા હતા. તેમનો રાજ્યાભિષેક આ કારતક અમાવસ્યાએ થયો હતો. રાજા વિક્રમાદિત્ય મુઘલોને હરાવનાર ભારતના છેલ્લા હિન્દુ સમ્રાટ હતા.

Web Title: Diwali 2024 celebration of the festival of diwali and the mythological significance behind it rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×