scorecardresearch
Premium

Digha Jagannath Temple: બંગાળના દિધામાં જગન્નાથ મંદિરનું અખાત્રીજે ઉદ્ઘાટન, મહાયજ્ઞ અને 3 હજાર લાલ સફેદ કમળથી સુશોભન

Digha Jagannath Temple Inauguration: પશ્ચિમ બંગાળના દિધામાં નવનિર્મિત જગન્નાથ મંદિરનું અક્ષય તૃતિયાના શુભ દિવસે ઉદ્ઘાટન થવાનું છે. આ મંદિર ઉદ્ધાટનમાં રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી સામેલ થશે. આ ખાસ પ્રસંગ પર મંદિરમાં મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

Digha Jagannath Temple | Digha Jagannath Temple photo | Digha Jagannath Temple Inauguration
Digha Jagannath Temple Inauguration: પશ્ચિમ બંગાળના દિધામાં નવનિર્મિત જગન્નાથ મંદિર.

Digha Jagannath Temple Inauguration: બંગાળના દિઘામાં જગન્નાથ મંદિરનું 30 એપ્રિલ, 2025ના રોજ ઉદ્ઘાટન થવાનું છે. સમગ્ર રાજ્યમાં આ મંદિર ઉદ્ધાટનને લઇ ઉત્સાહનો માહોલ છે. અક્ષય તૃતીયાના શુભ દિવસે દિઘામાં જગન્નાથ મંદિરના જન્મની ઉજવણી માટે યજ્ઞનું આયોજન ખાસ પૂજાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન જગન્નાથ મંદિરના ભવ્ય ઉદ્ઘાટન માટે બંગાળના રાર જિલ્લાના બાંકુરાથી લગભગ ત્રણ હજાર લાલ અને સફેદ કમળ લાવવામાં આવ્યા છે. તમને જણાવી દઇયે કે, દિધાનું નવનિર્મિત જગન્નાથ મંદિર ઓરિસ્સાના પુરીના જગન્નાથ મંદિર પછી સૌથી મોટું છે. પુરીનું જગન્નાથ મંદિર હિન્દુ ધર્મના ચારધામમાં સામેલ છે.

દિધા જગન્નાથ મંદિર માટે સોમવારે બાકુંરાથી કમળ રવાના થયા હતા. વધુમાં, બાંકુરાના શુશુનિયા ટેકરીઓના પવિત્ર જળનો ઉપયોગ જગન્નાથ મંદિરમાં યજ્ઞ માટે કરવામાં આવી રહ્યો છે. ઓરિસ્સાના પુરી બાદ દિઘાનું આ વિશાળ જગન્નાથ મંદિર સમગ્ર દેશના નકશા પર સ્થાન પામવા જઈ રહ્યું છે. તે મંદિરના ઉદ્ઘાટનની ઉજવણી સમગ્ર દિઘામાં ધાર્મિક ઉત્સાહ સાથે કરવામાં આવી હતી.

દેશભરના વિવિધ પવિત્ર સ્થળોથી પવિત્ર જળ લાવવામાં આવ્યું છે. તે જળની કળશ યાત્રા પહેલાથી જ થઈ ચૂકી છે. મંદિર ઉદ્ઘાટનના એક દિવસ પહેલા મંગળવારે દિઘાના જગન્નાથ મંદિરમાં એક વિશેષ મહાયજ્ઞ યોજાયો હતો. શુશુનિયા પર્વતના ઝરણાનું જળ આ મહાયજ્ઞ માટે લાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, બાંકુરાથી ત્રણ હજાર લાલ અને સફેદ કમળ આવી રહ્યા છે.

તે કમળનો ઉપયોગ ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાના સુશોભન માટે કરવામાં આવશે. સોમવારે રાત્રે બાંકુરાથી કમળ અને જળ દિઘા આવ પહોંચ્યા હતા. ઇસ્કોન અને પુરીના પુજારીઓએ બાંકુરાથી આવતા કમળના પાણીને તાજું રાખવાની વ્યવસ્થા પણ કરી છે. દરમિયાન, સોમવાર સવારથી દિઘાના જગન્નાથ મંદિરમાં અશ્વ યજ્ઞ ચાલી રહ્યો છે. પુરી અને ઇસ્કોનના પુજારીઓએ તેમા સામેલ થયા હતા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ મુલાકાત લીધી હતી.

મંગળવારે પુરીથી 57 અને ઇસ્કોનથી 17 પુજારીઓ મહાયજ્ઞ માટે આવી ચૂક્યા છે. આજે મહાયત્રમાં બિલ્વ કાષ્ઠ સાથે 1000 ક્વિન્ટલ કેરી અને 2 ક્વિન્ટલ ઘીની આહુતિ આપવામાં આવી હતી. વધુમાં આજે સાંજે ભગવાન જગન્નાથના પુષ્પશયા માટે ત્રણ હજાર લાલ અને સફેદ કમળનો ઉપયોગ કરવામાં આવશે.

ઇસ્કોનના ઉપપ્રમુખ રાધારમણ દાસે જણાવ્યું હતું કે, “મંગળવારે ભગવાન જગન્નાથને શયનગૃહમાં રાખવામાં આવશે. ત્યાં ફલછોડ વચ્ચે ભગવાનને રાકવામાં આવશે. તેની માટે વિવિધ સ્થળોથી આવેલા તાજા ફુલોનો ઉપયોગ કરવામાં આવશે.

Web Title: Digha jagannath temple inauguration west bangal akshaya tritiya 2025 as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×