scorecardresearch
Premium

Maharashtra: દેવેન્દ્ર ફડણવીસનું CM બનવું લગભગ નક્કી, ડિપ્ટી સીએમના પદ પર હશે એકનાથ શિંદે અને અજિત પવાર

who is the CM of Maharashtra: મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હશે, જે લગભગ નક્કી થઈ ચુક્યું છે. એકનાથ શિંદે અને અજિત પવાર ડિપ્ટી સીએમ બનવા જઈ રહ્યા છે.

Maharashtra politics, who is the CM of Maharashtra, Shiv Sena, BJP, NCP
હાલના મુખ્યમંત્રી એકનાથ શિંદેને અજિત પવારની સાથે ઉપમુખ્યમંત્રી બનાવવાની સંભાવના. (તસવીર: Jansatta)

Maharashtra: મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હશે, જે લગભગ નક્કી થઈ ચુક્યું છે. એકનાથ શિંદે અને અજિત પવાર ડિપ્ટી સીએમ બનવા જઈ રહ્યા છે. ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, ભાજપના મોટા સૂત્રોએ આ જાણકારી આપી છે. સૂત્રો અનુસાર સોમવારે ભાજપના ઉચ્ચ નેતૃત્વએ ફડણવીસના નામ પર મંજૂરી આપી દીધી છે. આ પ્રસ્તાવને શિંદેની આગેવાનીવાળી શિવસેના અને પવારની રાષ્ટ્રવાદી કોંગ્રસ પાર્ટી (એનસીપી)એ પણ મંજૂરી આપી દીધી છે.

ભાજપના એક અંદરના સૂત્રએ કહ્યું કે, સીએમ માટે ફડણવીસના નામને મંજૂરી આપી દેવામાં આવી છે. મહાયુતિના અન્ય સૂત્રોએ કહ્યું કે મુખ્યમંત્રીના રૂપમાં ફડણવીસ સિવાય, શિવસેના અને એનસીપી બંને પાસે એક-એક ઉપમુખ્યમંત્રી હશે.

એકનાથ શિંદે ઉપમુખ્યમંત્રી બનશે

હાલના મુખ્યમંત્રી એકનાથ શિંદેને અજિત પવારની સાથે ઉપમુખ્યમંત્રી બનાવવાની સંભાવના છે. ગત 36 કલાકથી એકનાથ શિંદે ભાજપ સાથે વાચતીચ કરી રહ્યા છે. એક સૂત્રએ કહ્યું કે શિવસેનાને 12 મંત્રી પદ મળી શકે છે અને કેટલાક પ્રમુખ વિભાગ પણ આપવામાં આવી શકે છે. એનસીપીને પણ લગભગ 10 મંત્રી પદ મળવાની વાત કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં મંત્રિપરિષદ માટે સંખ્યા સીમા 43 છે, જેમાં સીએમ પણ સામેલ છે. 132 ધારાસભ્યોવાળી ભાજપાની પાસે 21 મંત્રીપદ હોવાની સંભાવના છે.

આ પણ વાંચો: ઓનલાઈન સ્કેમથી બચવું હોય તો જાણી લો આ 5 ટીપ્સ, ડિજિટલ ફ્રોડને આવી રીતે ઓળખો

સૂત્રો અનુસાર ગૃહ, નાણાકીય, શહેરી વિકાસ અને રાજ્યના ટોપ ચાર વિભાગ જેને ભાજપા પોતાની પાસે રાખવા માંગતી હતી, હવે ગઠબંધન સહયોગીઓ સાથે શેર કરશે. ભાજપના અંદરના સૂત્રો અનુસાર ભાજપા ગૃહ અને નાણા વિભાગ પર જોર આપી શકે છે. જોકે સૂત્રો અનુસાર મંત્રી પદો અને વિભાગોની સંખ્યા પર થોડી અંતિમ સમયની ચર્ચા હાલમાં ચાલી રહી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે સાંજે એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે દિલ્હીમાં એખ બેઠક કરશે. જેના પછી જાહેરાતની આશા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ પોતાના સહયોગીઓે આશ્વાસન આપ્યું છે કે, તેઓ પાર્ટીના હિતોને ધ્યાનમાં રાખી તેમની ચિંતાઓનું ધ્યાન રાખશે.

આ પહેલા 2014માં દેવેન્દ્ર ફડણવીસ સીએમ બન્યા હતા અને પાંચ વર્ષનો કાર્યકાળ પણ પૂર્ણ કર્યો હતો. તે સમયે ભાજપા તત્કાલિન વિભાજીત શિવસેના સાથે ગઠબંધનમાં હતું. 2019ની વિધાનસભા ચૂંટણી બાદ ફડણવીસના નેતૃત્વવાળી ભાજપાએ અજિત પવાર સાથે હાથ મિલાવ્યો હતો.

ફડણવીસે સીએમ અને પવારને ડિપ્ટી સીએમ તરીકે શપથ લીધા હતા પરંતુ સરકાર લગભગ 80 કલાક ચાલી હતી કારણ કે અજિત પવાર પોતાના કાકા અને વર્તમાન એનસીપી (એસપી) પ્રમુખ શરદ પવાર સાથે પાછા ચાલ્યા ગયા હતા.

Web Title: Devendra fadnavis is almost certain to become the cm of maharashtra rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×