scorecardresearch
Premium

દિલ્હી લિકર કેસ: અરવિંદ કેજરીવાલના કેસમાં ઈડીએ Apple પાસે મદદ માંગી, ઈન્ડિયા ગઠબંધનની મહારેલી

ED Arrest Arvind Kejriwal In Delhi Liquor Case : દિલ્હી લિકર કેસમાં ઈડી દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડની વિરુદ્ધમાં ઈન્ડિયા ગઠબંધન દ્વારા દિલ્હીમાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

Arvind Kejriwal Liquor Scam Case, Arvind Kejriwal
અરવિંદ કેજરીવાલ (ફોટો – અભિનવ સાહા – એક્સપ્રેસ)

ED Arrest Arvind Kejriwal In Delhi Liquor Case : દિલ્હી લિકર કેસમાં આપ વડા અરવિંદ કેજરીવાલ ઈડીના રિમાન્ડ હેઠળ છે. કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના તપાસકર્તાઓ દિલ્હીના મુખ્યમંત્રીની કડક પુછપરછ કરી રહ્યા છે. ઇડીએ કેજરીવાલના આઇફોનની એક્સેસ મેળવવા માટે મોબાઈલ કંપની એપલનો સંપર્ક કર્યો છે, એવું ધ ઇન્ડિયન એક્સપ્રેસને જાણવા મળ્યું છે.

ઇડી પાસે મુખ્યમંત્રી અરવિંદ કેજરવાલ વિરુદ્ધ તેમના પર્સનલ કોમ્પ્યુટર અથવા ડેસ્કટોપમાં કોઈ ઈલેક્ટ્રોનિક પુરાવા નથી પરંતુ તેમના ચાર મોબાઈલ ફોન પણ જપ્ત કરી લેવામાં આવ્યા હતા. તમને જણાવી દઇયે કે, ઇડી દ્વારા દિલ્હી લિકર કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી, તે સમયે તેના નિવાસસ્થાનથી આશરે રૂ. 70,000 પણ મળી આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે, મુખ્યમંત્રીએ તેમનો આઇફોન સ્વિચ ઓફ કરી દીધો હતો અને તેનો પાસવર્ડ શેર કર્યો ન હતો.

અરવિંદ કેજરીવાલના આઈફોનની એક્સેસ માટે ઇડી એ એપલનો સંપર્ક કર્યો

ED એ મુખ્યમંત્રીના iPhoneની ઍક્સેસ મેળવવા માટે મોબાઈલ ફોન કંપની Appleનો સત્તાવાર સંપર્ક કર્યો હોવાનું જાણવા મળે છે પરંતુ તેમને કહેવામાં આવ્યું છે કે કોઈપણ ડેટા રિકવર કરવા માટે પાસવર્ડ જરૂરી છે.

મુખ્યમંત્રીએ ઇડીને કહ્યું છે કે આ ફોન લગભગ એક વર્ષથી તેમની પાસે છે અને 2020-2021માં લિકર પોલિસી તૈયાર કરવામાં આવી રહી હતી ત્યારે તેઓ જે ડિવાઇસનો ઉપયોગ કરી રહ્યા હતા તે હવે તેમની પાસે નથી.

અરવિંદ કેજરીવાલની ધરપકડની વિરુદ્ધમાં ઈન્ડિયા ગઠબંધનની મહારેલી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની ધરપકડની વિરુદ્ધ આજે ઈન્ડિયા ગઠબંધન સંયુક્ત રીતે દિલ્હીમાં શક્તિ પ્રદર્શન કરશે. ઈન્ડિયા ગઠબંધન દ્વારા અરવિંદ કેજરીવાલના સપોર્ટમાં દિલ્હીના રામલીલા મેદાનમાં વિપક્ષ લોકતંત્ર બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહારેલીમાં 28 મોટી પાર્ટીઓ ભાગ લેશે.

ઈન્ડિયા ગઠબંધન મહારેલીમાં કોણ કોણ સામેલ થશે

ઈન્ડિયા ગઠબંધનની આ મહારેલીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીથી લઈને મલ્લિકાર્જુન ખડગે, શરદ પવારથી લઈને હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન સુધી, ઉદ્ધવ ઠાકરેથી લઈને જમ્મુ-કાશ્મીરથી ફારુક અબ્દુલ્લા સુધી તમામ મોટા ચહેરાઓ એક સાથે સ્ટેજ શેર કરતા જોવા મળશે.

આ પણ વાંચો | લોકસભા ચૂંટણી 2024 : કોંગ્રેસ કરશે AI નો ઉપયોગ, ગાંધીજી અને નેહરુ AI થી આપશે જવાબ

લોકસભાની ચૂંટણી નજીક છે એટલે આવા સમયે દિલ્હીમાં યોજાઇ રહેલી ઈન્ડિયા ગઠબંધન ની મહારેલીનું મહત્વ વધી જાય છે. અહીં સમજવા જેવી વાત એ છે કે, આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની કથિત લિકર કેસમાં ધરપકડ થઇ છે. તેની ધરપકડના કારણે જમીન પરના ઘણા સમીકરણો બદલાઈ ગયા છે.

Web Title: Delhi liquor case ed arvind kejriwal iphone apple india alliance maha rally delhi as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×