scorecardresearch
Premium

Delhi Heavy Rain : દિલ્હીમાં વરસાદએ તોડ્યો 88 વર્ષનો રેકોર્ડ, અનેક વૃક્ષો ધરાશાયી, વાહનો પાણીમાં ગરકાવ

Delhi Heavy Rain, દિલ્હીમાં વરસાદ : દિલ્હી શહેરના માર્ગો પર વહેતા પાણી અને થંભી ગયેલા વાહનોએ સરકારની વ્યવસ્થાની પોલ ખુલ્લી પાડી છે. વરસાદ એટલો બધો પડ્યો કે રેકોર્ડ સર્જાયો.

Delhi heavy rain breaks 88-year record
દિલ્હીમાં વરસાદે તોડ્યો 88 વર્ષનો રેકોર્ડ – photo – ANI

Delhi Heavy Rain, દિલ્હીમાં વરસાદ : કાળઝાળ ગરમી અને ગરમ પવનની મોસમ બાદ જ્યારે વરસાદે ઠંડા સ્વર સાથે દસ્તક આપી ત્યારે સૌના ચહેરા પર ચમક આવી ગઈ હતી. પરંતુ શુક્રવાર સવારથી વરસી રહેલા વાદળો દર વખતની જેમ રાજધાની દિલ્હીમાં વ્યવસ્થાઓ માટે મુશ્કેલીરૂપ બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. શહેરના માર્ગો પર વહેતા પાણી અને થંભી ગયેલા વાહનોએ સરકારની વ્યવસ્થાની પોલ ખુલ્લી પાડી છે. વરસાદ એટલો બધો પડ્યો કે રેકોર્ડ સર્જાયો.

દિલ્હીમાં 88 વર્ષ બાદ વરસાદે રેકોર્ડ તોડ્યો

માહિતી એવી છે કે 88 વર્ષ બાદ જૂન મહિનામાં આટલો વરસાદ થયો છે. જ્યારે સવારે વરસાદ શરૂ થયો ત્યારે સમાચાર આવ્યા કે IGI એરપોર્ટ પર છતનો એક ભાગ પડી ગયો છે. જેના કારણે એક વ્યક્તિનું મોત પણ થયું હતું. અન્ય ઘણી જગ્યાએથી પણ સામાન્ય લોકોને આવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેવા સમાચારો સામે આવી રહ્યા છે.

લાંબો ટ્રાફિક જામ, ક્યાં છે સ્થિતિ?

દિલ્હીમાં ઘણી જગ્યાએ લાંબો ટ્રાફિક જામ છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, શુક્રવારે સવારે 8.30 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં સફદરજંગ બેઝ સ્ટેશન પર 228.1 મીમી વરસાદ નોંધાયો છે. સફદરજંગ સ્ટેશન પર સવારે 2.30 થી 5.30 સુધી 148.5 મીમી વરસાદ નોંધવામાં આવ્યો છે.

ભારે વરસાદને કારણે દિલ્હીમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા, ઘણી રહેણાંક કોલોનીઓમાં પાવર ફેલ થઈ ગયો હતો અને ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટ ઓપરેશનને પણ અસર થઈ હતી. મેટ્રોની સ્પીડ પણ ઘણી ધીમી છે.

સ્પાઈસજેટ અને ઈન્ડિગોએ ખરાબ હવામાનને ટાંકીને ફ્લાઈટ્સ માટે એડવાઈઝરી જારી કરી છે. સ્પાઈસજેટે ટ્વિટર પર એક પોસ્ટમાં જાહેરાત કરી હતી કે, “દિલ્હી (DEL)માં ખરાબ હવામાનને કારણે તમામ પ્રસ્થાન/આગમન અને તેમની પરિણામી ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ શકે છે.

આ પણ વાંચોઃ- દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના : ટર્મિનલની છત તૂટી પડતાં અનેક કારના ભૂક્કા, એક નું દર્દનાક મોત

નોઈડા અને ગુરુગ્રામના ઘણા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. જેના કારણે લોકોને સવારે ઓફિસ જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રાજીવ ચોક વિસ્તારમાં પાણી ભરાવાને કારણે અનેક વાહનો અટવાઈ પડ્યા છે.

Web Title: Delhi heavy rain breaks 88 year record in delhi roads submerged in water trees uprooted at many places and vehicles submerged ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×