scorecardresearch
Premium

Delhi Election: ચૂંટણી બાદ મત ગણતરી કેવી રીતે થાય છે, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

Vote Counting Process: ચૂંટણી બાદ મત ગણતરી સૌથી મહત્વપૂર્ણ પ્રક્રિયા હોય છે. મત ગણતરીથી જ નક્કી થાય છે કે ચૂંટણી કોણ જીત્યું અને કોણ હાર્યું. કેટલા રાઉન્ડમાં મત ગણતરી થશે તે કેવી રીતે નક્કી થાય, તેના વિશે સંપૂર્ણ પ્રક્રિયા જાણો.

Delhi Election Result | vote counting process | election commission of india

Vote Counting Process: દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામ આજે 8 ફેબ્રુઆરી જાહેર થવાના છે. 5 ફેબ્રુઆરી, 2025ના રોજ દિલ્હી વિધાનસભાની 70 બેઠકો પર મતદાન થયું હતું. અલગ અલગ સેન્ટરો પર મત ગણતરી થાય છે. કેટલું મતદાન થયું તેના આધારે મત ગણતરીના રાઉન્ડ નક્કી થાય છે. જ્યાં વધારે મતદાન થયું હશે ત્યાં વધારે મત ગણતરીના રાઉન્ડ થશે. ઉપરાંત પરિણામ પણ મોડા આવશે અને જ્યાં મત ગણતરીના ઓછા રાઉન્ડ હશે ત્યાં પરિણામ પણ ઝડપથી આવવાની શક્યતા રહે છે.

મત ગણતરીના કેટલા રાઉન્ડ થશે કેવી રીતે નક્કી થાય છે?

કોઇ વિધાનસભા મત વિસ્તારમાં કેટલા મત મથકો છે, તેના પર નિર્ભર કરે છે કે ત્યાં મત ગણતરીના કેટલા રાઉન્ડ થશે. સામાન્ય રીતે દરેક વિધાનસભામાં મત ગણતરી માટે 7 થી 14 ટેલબ લાગે છે. પ્રત્યેક ટેબલ પર એક રાઉન્ડમાં એક બથનું EVM ખુલે છે.

ઉદાહરણ તરીકે જો કોઇ વિધાનસભા મતવિસ્તરમાં 200 મત મથકો છે અને ત્યાં મત ગણતરી માટે 10 ટેલબ લગાવ્યા છે, તો મત ગણતરીની પ્રક્રિયા 20 રાઉન્ડમાં સમાપ્ત થઇ જશે. આ હિસાબે દિલ્હી કેન્ટમાં વિસ્તારમાં મત ગણતરી 8 રાઉન્ટમાં પુરી થઇ શકે છે. તો મત ગણતરીમાં સૌથી વધારે મોટા વિધાનસભા ક્ષેત્રો જેવા કે વિકાસપુર, મટિયાલા અને બુરાડ જેવા મત વિસ્તારોમાં થશે. આ તમામ મત વિસ્તારોમાં 25 થી વધુ રાઉન્ડમાં મત ગણતરી થશે.

મત ગણતરી સવારે 8 વાગે શરૂ થાય છે. શરૂઆતના અડધા કલાક સુધી માત્ર પોસ્ટલ બેલેટ જ ગણવામાં આવે છે. 8.30 વાગેથી ઇવીએમની મત ગણતરી શરૂ થાય છે. પોસ્ટલ બેલેટની ગણતરી સાથે સાથે થતી રહે છે. નિયમ એવું કહે છે કે, પોસ્ટલ બેલેટની ગણતરી ઇવીએમના છેલ્લા રાઉન્ટના કાઉન્ટિંગની શરૂઆત થવાની પહેલા પુરી થવી જોઇએ. જો એવું નથાય તો મશીનની ગણતરી રોકી દેવામાં આવશે અને પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી પુરી થશે, ત્યારબાદ છેલ્લા રાઉન્ડના વોટ ગણવામાં આવશે.

EVM મશીન માટે કડક સુરક્ષા વ્યવસ્થા

ઇવીએમ મશીન કાઉન્ટિંગ સેન્ટર પરિસરમાં જ બનેલા સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે. સવારે મત ગણતરી પહેલા કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવે છે. સ્ટ્રોગ રૂમ થી કાઉન્ટિંગ ટેબલ સુધી એક એવી ગેલેરી હોય છે, જ્યાં નિમાયેલા કર્મચારીઓ સિવાય અન્ય કોઇ પણ વ્યક્તિને અંદર આવવાની પરવાનગી હોતી નથી. આ ગેલેરીના દરેક ખુણામાં સીસીટીવી કેમેરા લાગેલા હોય છે અને મોટી સંખ્યામાં સુરક્ષા કર્મીઓ તૈનાત હોય છે.

ઉમેદવાર સામે થાય છે મત ગણતરી

સ્ટ્રોંગ રૂમ થી કાઉન્ટિંગ સેન્ટર સુધી ઇવીએમ મશિન પહોંચાડવામાં આવે છે અને ત્યારબાદ ઉમેદવાર કે તેમના કાઉન્ટિંગ એજન્ટ સામે મત ગણતરી થાય છે. મત ગણતરી પુરી થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવે છે. જો આમ ન થાય તો ફરી મત ગણતરીની પણ જોગવાઇ છે. પરિણામ આવ્યા બાદ જે તે બેઠકના રિટર્નિંગ અધિકારી જીતેલા ઉમેદવારને ચૂંટણી જીતવાનું સર્ટિફિકેટ આપે છે.

Web Title: Delhi election result vote counting process election commission of india as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×