scorecardresearch
Premium

EXPRESS ADDA માં દિલ્હીના સીએમ રેખા ગુપ્તાએ કહ્યું – અગાઉની સરકારો દિલ્હીના વિકાસ વિશે ચિંતિત ન હતી

Delhi Cm Rekha Gupta EXPRESS ADDA : દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ગુરુવારે ધ ઈન્ડિયન એક્સપ્રેસના કાર્યક્રમ EXPRESS ADDA માં મહેમાન બન્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે ધ ઇન્ડિયન એક્સપ્રેસના નેશનલ ઓપિનિયન એડિટર વંદિતા મિશ્રાના સવાલોના જવાબ આપ્યા હતા

Delhi CM Rekha Gupta, Delhi CM, Rekha Gupta, Delhi Cm Rekha Gupta EXPRESS ADDA
Delhi Cm Rekha Gupta EXPRESS ADDA : દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ગુરુવારે ધ ઈન્ડિયન એક્સપ્રેસના કાર્યક્રમ EXPRESS ADDA માં મહેમાન બન્યા હતા

Delhi Cm Rekha Gupta EXPRESS ADDA : દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ગુરુવારે ધ ઈન્ડિયન એક્સપ્રેસના કાર્યક્રમ EXPRESS ADDA માં મહેમાન બન્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે ધ ઇન્ડિયન એક્સપ્રેસના નેશનલ ઓપિનિયન એડિટર વંદિતા મિશ્રાના સવાલોના જવાબ આપ્યા હતા. આ કાર્યક્રમમાં જ્યારે તેમને દિલ્હીની ઝુંપડપટ્ટીઓ હટાવવા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જવાબ આપ્યો કે લોકોએ સાચાને સાચું છે અને ખોટાને ખોટું કહેવાનું છોડી દીધું છે. હવે આ શહેર એવું બની ગયું છે કે જો તમે કહી રહ્યા છો કે તમે રેલવે લાઇન ઉપર ઘર બનાવીને ના રહો તો તમે ખોટા છો. કોર્ટના આદેશનું પાલન કરો છો તો તમે ખોટા છો.

સીએમ રેખા ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે જો તમે એમ કહો કે જે નાળાના કારણે દિલ્હીમાં પૂર આવ્યું હતું, તેને સાફ કરવા માટે મશીનરી ત્યાં પહોંચી શકતી નથી. તેને સાફ કરવા કોર્ટે આદેશ આપ્યો કે તે રસ્તા પરની ઝૂંપડપટ્ટીને હટાવી દેવી જોઈએ અને સરકાર તેને હટાવી દે તો તે ખોટી છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે સરકારે જે ઝૂંપડપટ્ટીઓને મકાનો આપ્યા છે, તેમને 35 લાખ રૂપિયાનું મકાન આપ્યા પછી પણ જો ઝૂંપડપટ્ટીવાસીઓ તેમની ઝૂંપડપટ્ટીઓ છોડે નહીં અને તે પછી ડીડીએ તે અતિક્રમણ દૂર કરવા જાય છે તો તે ખોટું છે.” તો તમે શું કહી શકો.

અગાઉની સરકારો દિલ્હીના વિકાસ વિશે ચિંતિત ન હતી

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે આજે પુરી રીતે અમારી સરકારનું વચન છે કે દિલ્હીના રહેવાસીઓ માટે જે પણ નિયમો અને કાયદા બનાવવામાં આવ્યા છે. જો તેને ફોલો કરતા પણ આજે આપણે દિલ્હીમાં 675 ક્લસ્ટર છે અને લાખો મકાનો છે. અગાઉની સરકારોએ ક્યારેય ઘર આપ્યું ન હતું.

વિપક્ષ પર આરોપ લગાવતા રેખા ગુપ્તાએ કહ્યું કે તેઓ હંમેશા પ્રયત્ન કરતા હતા કે તમે આવો સેટલ થતા જાવ. ભલે પછી આખા શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખરાબ થઇ જાય, ભલે કોઇ ગટર લાઈન ન હોય, યમુનાજીમાં ગંદકીમાં ચાલી જાય, ભલે કચરાના પહાડો ઢગલા થઇ જાય પરંતુ તમને કોઇ ચિંતા નથી કે શહેર કેવી રીતે ચાલશે?

આ પણ વાંચો – અમિત શાહે કહ્યું – હિન્દી કોઇ ભાષાની દુશ્મન ના હોઇ શકે

તેમણે કહ્યું હતું કે જો કોઈ સરકાર તમામ કાયદાઓનું પાલન કરીને ગરીબોને ઘર પણ આપી રહી છે, તેમને સુવિધાઓ પણ આપી રહી છે. તેમને મફત વીજળી, પાણી, પેન્શન, આયુષ્માન યોજનાનો લાભ પણ આપી રહી છે. આ સાથે તમે શહેર પણ ચલાવી રહ્યા છો. નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ બનાવી રહ્યા છો. તે તમારે લોકોને નક્કી કરવાનું છે.

Web Title: Delhi cm rekha gupta express adda says wont sleep till water reaches every house in delhi ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×