scorecardresearch
Premium

દિલ્હી વિધાનસભા ચૂંટણી : કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, કેજરીવાલની સીટ પર સંદીપ દીક્ષિતને ટિકિટ

Delhi Assembly election 2024 : કોંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. દિલ્હી કોંગ્રેસના પ્રમુખ દેવેન્દ્ર યાદવ બાદલીથી, રાગિણી નાયક વજીરપુરથી ચૂંટણી લડશે

Delhi Assembly election 2024, Arvind Kejriwal, Sandeep Dikshit
આપના સંયોજક અરવિંદ કેજરીવાલ સામે કોંગ્રેસે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષીતના પુત્ર સંદીપ દીક્ષિતને ઉમેદવાર બનાવ્યા (Express Photos)

Delhi Assembly election 2024 : કોંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી અરવિંદ કેજરીવાલ સામે કોંગ્રેસે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિતને મેદાનમાં ઉતાર્યા છે. સંદીપ દીક્ષિત ભૂતકાળમાં પૂર્વ દિલ્હીથી સાંસદ પણ રહી ચૂક્યા છે. કેજરીવાલ હાલ નવી દિલ્હી વિધાનસભા સીટથી ધારાસભ્ય છે. જેથી સંદીપ દિક્ષીત અને કેજરીવાલનો મુકાબલો જોવા મળી શકે છે. જોકે આ ચૂંટણી માટે હજુ સુધી કેજરીવાલની સીટ ફાઈનલ થઈ નથી.

કોને ક્યાંથી ટિકિટ મળી

દિલ્હી કોંગ્રેસના પ્રમુખ દેવેન્દ્ર યાદવ બાદલીથી, નરેલાથી અરુણા કુમારી, બુરાડીથી મંગેશ ત્યાગી, આદર્શ નગરથી શિવાંક સિંઘલ, બાદલીથી દેવેન્દ્ર યાદવ, સુલતાનપુર માજરાથી જય કિશન, નાગલોઈ જાટથી રોહિત ચૌધરી, સલીમગઢથી પ્રવીણ જૈનને ટિકિટ આપી છે. જ્યારે વજીરપુરથી રાગિની નાયક, સદર બજારથી અનિલ ભારદ્વાજ, ચાંદની ચોકથી મુદિત અગ્રવાલ, બલ્લીમારાનથી હારૂન યુસુફ, તિલક નગરથી પીએસ બાવા, દ્વારકાથી આદર્શ શાસ્ત્રી, નવી દિલ્હીથી સંદીપ દીક્ષિતને ટિકિટ આપવામાં આવી છે.

કસ્તુરબા નગરથી અભિષેક દત્ત, છતરપુરથી રાજેન્દ્ર તંવર, આંબેડકર નગરથી જય પ્રકાશ, ગ્રેટર કૈલાશથી ગાર્વિત સિંઘવી, પટપડગંજથી અનિલ કુમાર, સીલમપુરથી અબ્દુલ રહેમાન અને મુસ્તફાબાદથી અલી મહેંદીને ટિકિટ આપવામાં આવી છે.

આ પણ વાંચો – વન નેશન, વન ઇલેક્શનને મોદી કેબિનેટની મંજૂરી, શિયાળુ સત્રમાં બિલ રજુ થવાની સંભાવના

કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકની અધ્યક્ષતામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કરી હતી. તેમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ હાજર હતા. આ પહેલા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની અટકળો ચાલી રહી હતી, પરંતુ અરવિંદ કેજરીવાલે સ્પષ્ટ કરી દીધું હતું કે તેમની પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે.

આપે અત્યાર સુધીમાં 31 ઉમેદવારો જાહેર કર્યા છે

આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 31 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ 18 નવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે હજી સુધી યાદી જાહેર કરી નથી

Web Title: Delhi assembly election sheila dikshit son sandeep vs kejriwal on new delhi seat congress release first list ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×