scorecardresearch
Premium

પીએમ મોદીએ કહ્યું – પ્રથમ સત્રમાં આવશે CAG રિપોર્ટ, જેણે દિલ્હીને લૂંટ્યું તેણે પાછું આપવું જ પડશે

Delhi Election Result 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની જીત બાદ ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા.

pm modi, પીએમ મોદી
પીએમ નરેન્દ્ર મોદી (તસવીર – બીજેપી સોશિયલ મીડિયા)

Delhi Election Result 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની જીત બાદ ઉજવણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હી સ્થિત ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ કાર્યકરોને સંબોધિત કર્યા હતા. તેમણે ઘણા મોટા વચનો પણ આપ્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે દિલ્હીની જનતાએ આ ચૂંટણીમાં ઘણો પ્રેમ આપ્યો છે, પરંતુ હું વાયદો કરું છું કે અમને જે પ્રેમ મળ્યો છે, અમે તેને સવા ગણો વિકાસ કરીને પરત કરીશું. આજે દિલ્હીમાં ઉત્સાહની સાથે સાથે દિલ્હીના લોકોમાં રાહતની લાગણી પણ જોવા મળી રહી છે. ઉત્સાહ વિજયનો છે અને શાંતિ દિલ્હીને આપ-દાથી મુક્ત કરાવવાની છે.

પીએમ મોદીએ કહ્યું કે દિલ્હીના લોકોનો પ્રેમ અને વિશ્વાસ આપણા બધા પર ઋણ છે. દિલ્હીની ડબલ એન્જિન સરકાર દિલ્હીના ઝડપી વિકાસ કરીને દેખાડશે. આ જીત ઐતિહાસિક છે. દિલ્હીના લોકોએ ‘આપ-દા’ ને બહાર કરી દીધા છે. દિલ્હીનો જનાદેશ આવી ગયો છે. આજે અહંકાર અને અરાજકતાનો પરાજય થયો છે.

રાજકારણમાં શોર્ટકટ, જૂઠ અને કપટને કોઈ સ્થાન નથી

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આજે દિલ્હીની જનતાએ સ્પષ્ટ કરી દીધું છે કે દિલ્હીના અસલી માલિક માત્ર દિલ્હીના લોકો છે. જેમને દિલ્હીના માલિક હોવાનો ઘમંડ હતો તેમને સત્યનો સામનો થયો છે. દિલ્હીના આ જનાદેશથી એ પણ સ્પષ્ટ છે કે રાજકારણમાં શોર્ટકટ, જૂઠ અને કપટને કોઈ સ્થાન નથી. પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ એક મોટું વચન પણ આપ્યું હતું.

આ પણ વાંચો –  અરવિંદ કેજરીવાલને હરાવનાર પ્રવેશ વર્મા કોણ છે? જાણો બધી માહિતી

પ્રથમ સત્રમાં કેગનો અહેવાલ રજૂ કરવામાં આવશે

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દિલ્હીમાં પ્રથમ સત્ર બોલાવવામાં આવશે તેમાં કેગનો અહેવાલ રજૂ કરવામાં આવશે. જેણે પણ આ દિલ્હીને લૂંટ્યું છે તેણે પાછું આપવું જ પડશે. પીએમ મોદીએ કોંગ્રેસ ઉપર પણ કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે આ દેશ કોંગ્રેસ પર વિશ્વાસ કરવા બિલકુલ તૈયાર નથી. મેં ગયા વખતે કહ્યું હતું કે કોંગ્રેસ પરોપજીવી પાર્ટી બની ગઈ છે, તે પોતે ડૂબી જાય છે અને તેના પોતાના સાથીઓને પણ ડૂબાડે છે. કોંગ્રેસ એક પછી એક પોતાના સાથી પક્ષોને ખતમ કરી રહી છે.

યમુનાજીને દિલ્હી શહેરની ઓળખ બનાવીશું

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં એમ પણ કહ્યું કે ચૂંટણી પ્રચાર દરમિયાન મેં સંકલ્પ લીધો છે કે અમે યમુનાજીને દિલ્હી શહેરની ઓળખ બનાવીશું. હું જાણું છું કે તે એક અઘરું કામ છે અને તે લાંબો સમય છે. ગમે તેટલો સમય જાય, ગમે તેટલી શક્તિ લે. પરંતુ સંકલ્પ પ્રબળ હશે તો યમુનાજીના આશીર્વાદ તો રહેવાના જ છે. અમે માતા યમુનાની સેવા કરવા માટે દરેક પ્રયાસ કરીશું, અમે પૂરી સેવા સાથે કામ કરીશું.

Web Title: Delhi assembly election result 2025 pm narendra modi victory full speech live ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×