Delhi Assembly Election Result 2025 in Gujarati Updates: દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામો સામે આવી ગયા છે. દિલ્હીમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી છે અને આમ આદમી પાર્ટીનો કારમો પરાજય થયો છે. દિલ્હીની 70 બેઠકોમાંથી ભાજપનો 48 સીટો પર વિજય થયો છે. જ્યારે આપને ફક્ત 22 બેઠકો મળી છે. કોંગ્રેસને એકપણ સીટ મળી નથી. ભાજપનો દિલ્હીમાં 27 વર્ષનો વનવાસ ખતમ થયો છે.
દિલ્હીની ચૂંટણી મોટા ઉલટફેર થતા આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદિયા, સૌરભ ભારદ્વાજ, સોમનાથ ભારતી, સત્યેન્દ્ર જૈનનો પરાજય થયો છે. નવી દિલ્હી વિધાનસભા સીટ પર અરવિંદ કેજરીવાલને ભાજપના પ્રવેશ વર્માઅ હરાવ્યા હતા. આ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર સંદીપ દીક્ષિત હતા. આપના એક માત્ર મોટા નેતા મુખ્યમંત્રી આતિશી સીટ જીતવા સફળ રહ્યા છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં વોટ શેરની વાત કરીએ તો ભાજપને 45.56 ટકા વોટ મળ્યા છે. આમ આદમી પાર્ટીને 43.57 ટકા વોટ મળ્યા છે. જ્યારે કોંગ્રસને 6.34 ટકા વોટ મળ્યા છે.
કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે વડા પ્રધાન મોદીએ કહ્યું કે દિલ્હીની યુવા પેઢી 21મી સદીમાં પહેલીવાર દિલ્હીમાં ભાજપનું પૂર્ણ શાસન જોશે. ભાજપની ડબલ એન્જિન સરકાર પર દેશને કેટલો વિશ્વાસ છે આ પરિણામો પરથી સ્પષ્ટ થાય છે. લોકસભા ચૂંટણી પછી અમે હરિયાણામાં અભૂતપૂર્વ રેકોર્ડ બનાવ્યો. પછી મહારાષ્ટ્રમાં એક નવો રેકોર્ડ બનાવ્યો. હવે દિલ્હીમાં ઇતિહાસ રચાયો છે. દિલ્હી ફક્ત એક શહેર નથી, તે એક મિની ઇન્ડિયા છે. હું દિલ્હીમાં જ્યાં પણ જતો, ગર્વથી કહેતો કે હું પૂર્વાંચલનો સાંસદ છું. પૂર્વાંચલના લોકોએ આ સંબંધને પ્રેમ અને વિશ્વાસની નવી તાકાત આપી.
પીએમ મોદીએ કહ્યું કે દિલ્હીના લોકોનો પ્રેમ અને વિશ્વાસ આપણા બધા પર ઋણ છે. દિલ્હીની ડબલ એન્જિન સરકાર દિલ્હીના ઝડપી વિકાસ કરીને દેખાડશે. આ જીત ઐતિહાસિક છે. દિલ્હીના લોકોએ ‘આપ-દા’ ને બહાર કરી દીધા છે. દિલ્હીનો જનાદેશ આવી ગયો છે. આજે અહંકાર અને અરાજકતાનો પરાજય થયો છે. દિલ્હીવાસીઓને ‘આપ-દા’થી મુક્તિ મળવાથી રાહત થઈ છે. એ સ્પષ્ટ થઈ ગયું છે કે દિલ્હીની અસલી માલિક જનતા છે. જે લોકો માલિક હોવાનો ઘમંડ હતો તેમનો હકીકતથી સામનો થઇ ગયો છે. જનાદેશથી એ પણ સ્પષ્ટ છે કે રાજકારણમાં શોર્ટકટ માટે જૂઠ અને છેતરપિંડી માટે કોઈ સ્થાન નથી. દિલ્હીના લોકોએ મને ક્યારેય નિરાશ કર્યો નથી. 2014, 2019 અને 2024ની લોકસભા ચૂંટણીમાં દિલ્હીના લોકોએ ભાજપને સાતેય બેઠકો પર વિજય અપાવ્યો.
જેપી નડ્ડાએ કહ્યું – આમ આદમી પાર્ટી જૂઠું બોલવાની ફેક્ટરી છે, આ ‘આપ-દા’ એવી પાર્ટી છે જે ભ્રષ્ટાચારના નવા રસ્તા શોધે છે. જેઓ કટ્ટર પ્રમાણિક હોવાનો દાવો કરતા હતા તેઓ કટ્ટર ભ્રષ્ટાચારી નીકળ્યા. તેમના નેતાઓ જેલની હવા ખાઇને આવ્યા છે.
https://platform.twitter.com/widgets.js#watch दिल्ली: प्रधानमंत्री नरेंद्र मोदी #delhielections2025 में पार्टी की जीत का जश्न मनाने के लिए भाजपा मुख्यालय पहुंचे। pic.twitter.com/1M8yEODOy2
— ANI_HindiNews (@AHindinews) February 8, 2025
https://platform.twitter.com/widgets.js#watch दिल्ली: केंद्रीय गृह मंत्री अमित शाह #delhielections2025 में पार्टी की जीत का जश्न मनाने के लिए भाजपा मुख्यालय पहुंचे। pic.twitter.com/PfTvujkhTr
— ANI_HindiNews (@AHindinews) February 8, 2025
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામો સામે આવી ગયા છે. દિલ્હીમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી છે અને આમ આદમી પાર્ટીનો કારમો પરાજય થયો છે. દિલ્હીની 70 બેઠકોમાંથી ભાજપનો 48 સીટો પર વિજય થયો છે. જ્યારે આપને ફક્ત 22 બેઠકો મળી છે. કોંગ્રેસને એકપણ સીટ મળી નથી. ભાજપનો દિલ્હીમાં 27 વર્ષનો વનવાસ ખતમ થયો છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી છે. દિલ્હી વિધાનસભાની 70 બેઠક માંથી 36 બેઠક ભાજપે જીત હાંસલ કરી છે. ઉપરાંત ભાજપ 11 બેઠકો પર આગળ ચાલી રહી છે. આ સાથે દિલ્હીમાં ભાજપનો 27 વર્ષનો વનવાસ સમાપ્ત થયો છે. બીજી બાજુ આપ પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સહિત ઘણા આપ નેતાઓની હાર થઇ છે.
https://platform.twitter.com/widgets.jsभाजपा 27 साल बाद राष्ट्रीय राजधानी में सरकार बनाने जा रही है क्योंकि उसने 36 सीटों का बहुमत का आंकड़ा पार कर लिया है।भाजपा ने 37 सीटें जीती हैं और 11 सीटों पर आगे चल रही है।#delhielection2025 pic.twitter.com/gYW8mjgUu4
— ANI_HindiNews (@AHindinews) February 8, 2025
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સુલતાનપુર માજરા બેઠક પર આપ પાર્ટીના મુકેશ અહલાવતે જીત મેળવી છે. મુકેશ અહલાવતને 58767 મત મળ્યા છે. જ્યારે ભાજપના કર્મ સિંહ કર્માને 41641 મળ્યા છે. આમ મુકેશ અહલાવતે 17126 મતોની સરસાઇથી ચૂંટણી જીતી છે.
નવી દિલ્હી વિધાનસભા બેઠક પર ભાજપના પ્રવેશ શર્મા સામે આપ પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલની હાલ થઇ છે. પ્રવેશ શર્માને કૂલ 30088 મત મળ્યા છે અને 4089 મતથી જીત હાંસલ કરી છે અરવિંદ કેજરીવાલને કુલ 25999 અને કોંગ્રેસના સંદીપ દીક્ષિતને 4568 મત મળ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામ વિશે ટ્વિટ કર્યું છે. પીએમ મોદીએ ટ્વિટમાં લખ્યું છે, જનશક્તિ સર્વોપરી છે. વિકાસની જીત થઇ, સુશાસનની જીત થઇ. હું ભાજપને મળેલા શાનદાર અને ઐતિહાસિક જનાદેશ માટે દિલ્હીના પોતાના પ્યારા ભાઇઓ અને બહેનોને વંદન કરું છું. તે મારી ગેરંટી છે કે અમે દિલ્હીના વિકાસ, લોકોના જીવનની સમગ્ર ગુણવત્તામાં સુધારો લાવવા અને તેની ખાતરી કરવામાં કોઇ કચાશ રાખશે નહીં કે વિકસીત ભારતના નિર્માણમાં દિલ્હીની મુખ્ય ભૂમિકા હોય.
https://platform.twitter.com/widgets.jsजनशक्ति सर्वोपरि!विकास जीता, सुशासन जीता।दिल्ली के अपने सभी भाई-बहनों को @BJP4India को ऐतिहासिक जीत दिलाने के लिए मेरा वंदन और अभिनंदन! आपने जो भरपूर आशीर्वाद और स्नेह दिया है, उसके लिए आप सभी का हृदय से बहुत-बहुत आभार।दिल्ली के चौतरफा विकास और यहां के लोगों का जीवन उत्तम…
— Narendra Modi (@narendramodi) February 8, 2025
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં નવી દિલ્હી બેઠક પર આપ પાર્ટીના ઉમેદવાર અરવિંદ કેજરીવાલની ભાજપના પ્રવેશ શર્મા સામે હાર થઇ છે. દિલ્હી ચૂંટણી પરિણામ વિશે અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અમે જનતાના નિર્ણયનો સ્વીકાર કરીયે છીએ. હું ભાજપને આ જીત માટે અભિનંદન આપુ છું. મને અપેક્ષા છે કે, તેઓ એ અપેક્ષાઓ પર ખરા ઉતરશે, જેની સામે લોકોએ તેમને બહુમતી આપી છે. જનતાએ અમને જે 10 વર્ષ આપ્યા, તેમા અમે શિક્ષણ, આરોગ્ય, વીજળી, પાણી વગેરે ક્ષેત્રોમાં કામગીરી કરી છે. હવે લોકોએ જે નિર્ણય આપ્યો છે, તેની સાથે ન માત્ર રચનાત્મક વિપક્ષની ભૂમિકા ભજવીશું, સાથે સાથે જનતાની સેવા પણ કરતા રહીશું. હું આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને બહુ શાનદાર રીતે ચૂંટણી લડવા માટે અભિનંદન આપુ છું.
https://platform.twitter.com/widgets.js#watch आम आदमी पार्टी के राष्ट्रीय संयोजक अरविंद केजरीवाल ने दिल्ली विधानसभा चुनाव के नतीजों पर कहा, "हम जनता के फैसले को विनम्रता से स्वीकार करते हैं। मैं भाजपा को इस जीत के लिए बधाई देता हूं। मुझे उम्मीद है कि वे उन उम्मीदों पर खरे उतरेंगे, जिसके साथ लोगों ने उन्हें बहुमत दिया… pic.twitter.com/WOq5p0YvLh
— ANI_HindiNews (@AHindinews) February 8, 2025
નવી દિલ્હી વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર પ્રવેશ વર્મા એ આપ પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હારવ્યા છે. કેજરીવાલને હરાવ્યા બાદ પ્રવેશ શર્મા જીતની ઉજવણી કરી રહ્યા છે.
https://platform.twitter.com/widgets.js#watch नई दिल्ली विधानसभा सीट से भाजपा उम्मीदवार प्रवेश वर्मा ने AAP के राष्ट्रीय संयोजक और दिल्ली के पूर्व मुख्यमंत्री अरविंद केजरीवाल को हराने के बाद अपनी जीत का जश्न मनाया। pic.twitter.com/3mfU8xlEfl
— ANI_HindiNews (@AHindinews) February 8, 2025
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કાલકાજી બેઠક પર આતિશી માર્લેના એ જીત મેળવી છે. આપ પાર્ટીના ઉમેદવાર અને દિલ્હીના મુખ્યમંત્રી આતિશી માર્લેના એ ભાજપના રમેશ બિધૂડી અને કોંગ્રેસના અલકા લાંબાને હરાવ્યા છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ વિશે સમાજ સેવક અન્ના હજારે કહ્યું કે, લોકોએ નવી પાર્ટી પર વિશ્વાસ કર્યો હતો, પરંતુ આગળ જઇને દારુની દુકાનો વધવાના કારણે તેની (અરવિંદ કેજરીવાલ)ની છબી ખરાબ થવા લાગી. નિસ્વાર્થ ભાવથી જનતાની સેવા જ પ્રભુ સેવા છે, તે તેને સમજાયું નથી, જેના કારણે તે ખોટા રસ્તે જતો રહ્યો.
https://platform.twitter.com/widgets.js#watch रालेगण सिद्धि (महाराष्ट्र): दिल्ली विधानसभा चुनाव के नतीजों पर समाज सेवक अन्ना हजारे ने कहा, "…लोगों ने नई पार्टी पर विश्वास किया था। लेकिन आगे चलकर शराब की दुकान बढ़ाने के कारण उसकी(अरविंद केजरीवाल) छवि खराब होने लगी। निस्वार्थ भाव से जनता की सेवा ही भगवान की पूजा होती… pic.twitter.com/ViZzBbHWA7
— ANI_HindiNews (@AHindinews) February 8, 2025
નવી દિલ્હી વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર સંદીપ દીક્ષિતે હાર સ્વીકાર કરતા કહ્યું કે, અત્યાર સુધી એવું દેખાય છે કે, તેઓ (ભાજપ) સરકાર બનાવશે. અમે મુદ્દાઓ ઉઠાવ્યા છે પરંતુ મને લાગે છે કે લોકોએ વિચાર્યું કે અમે સરકાર બનાવી રહ્યા નથી, અમે જનતાના નિર્ણયનો સ્વીકાર કરીયે છીએ.
https://platform.twitter.com/widgets.js#watch नई दिल्ली विधानसभा सीट से कांग्रेस उम्मीदवार संदीप दीक्षित ने कहा, "इस समय तो ऐसा लग रहा है कि उनकी (भाजपा) सरकार बन रही है, 6,7 राउंड के बाद स्थिति साफ हो जाती है… ये जनता का फैसला है, हम सिर्फ इतना कह सकते हैं कि हमने मुद्दे उठाए, और काफी हद तक चुनाव हमारे उठाए मुद्दों… pic.twitter.com/0PnAUyvgID
— ANI_HindiNews (@AHindinews) February 8, 2025
દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામમાં ભાજપ આપ પાર્ટી કરતા આગળ ચાલી રહી છે. ચૂંટણી પંચના ટ્રેન્ડિંગ આંકડા અનુસાર ભાજપ 43 બેઠકો પર જ્યારે આપ પાર્ટી 27 બેઠકો પર ચાલી રહી છે.
https://platform.twitter.com/widgets.jsचुनाव आयोग के अनुसार भाजपा 43 सीटों पर आगे चल रही है, AAP 27 सीटों पर आगे है। #delhielectionresults pic.twitter.com/Ch8ABmyYMd
— ANI_HindiNews (@AHindinews) February 8, 2025
આપ પાર્ટી પ્રમુખ અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પર ભાજપના પ્રવેશ શર્માથી માત્ર 74 મત થી પાછળ ચાલી રહ્યા છે. પ્રથમ રાઉન્ડની મત ગણતરીમાં કેજરીવાલને અત્યાર સુધી 2198 વોટ અને વર્માને 2272 મત મળ્યા છે.
દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માંથી 60 બેઠકના શરૂઆતના ટ્રેન્ડ્સ આવી રહ્યા છે. તેમા 36 બેઠકો પર ભાજપ અને 23 સીટ પર આપ પાર્ટી આગળ ચાલી રહી છે. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, અવધ ઓઝા, અલકા લાંબા તેમની બેઠક પર પાછળ ચાલી રહ્યા છે. તો ગ્રેટર કોલાસ થી સૌરભ ભારદ્વાજ અને બાબરપુર થી ગોપાલ રાય આગળ ચાલી રહ્યા છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીની મત ગણતરી શરૂ થઇ ગઇ છે. દિલ્હીની કૂલ 70 બેઠક માંથી ભાજપ વિશ્વાસ નગર અને શાહદરા વિધાનસભા ક્ષેત્રમાં આગળ ચાલી રહી છે.
https://platform.twitter.com/widgets.jsशुरुआती आधिकारिक रुझानों के अनुसार, दिल्ली की कुल 70 सीटों में से भाजपा विश्वास नगर और शाहदरा विधानसभा सीटों पर आगे चल रही है।#delhielections2025 pic.twitter.com/sjUrizOunQ
— ANI_HindiNews (@AHindinews) February 8, 2025
દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામ માટે મત ગણતરી શરૂ થઇ ગઇ છે. દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે 5 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. આ વખતે કુલ મતદાન 60.54 ટકા થયુ હતું. સરકાર બનાવવા માટે 36 બેઠક પર જીત જરૂરી છે. આપ પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સતત ત્રીજી વખત દિલ્હીમા સરકાર બનાવવાનો દાવો કરે છે જ્યારે એક્ઝિટ પોલમાં ભાજપની જીતની ભવિષ્યવાણી કરવામાં આવી છે.
ચૂંટણી પંચ દ્વારા 8 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીના મત ગણતરી માટે 5,000 થી વધુ સ્ટાફ સભ્યોને તૈનાત કર્યા છે. ગણતરી દિલ્હીશહેરના 27 સેન્ટરો પર હાથ ધરવામાં આવશે, અને કોઈપણ મતવિસ્તારમાં ફરીથી મતદાનની જરૂર નથી. મત ગણતરી દરમિયાન અનિશ્ચનિય ઘટનાને રોકવા માટે પોલીસ અને અર્ધલશ્કરી દળો સહિત પૂરતા સુરક્ષા પગલાં લેવામાં આવશે. ચૂંટણીમાં કોઈ મોટી ખામી કે ગેરરીતિ જોવા મળી નથી, મતદાન મથકો પર ઇવીએમ અને VVPAT કાર્યક્ષમ રીતે કાર્યરત છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 5 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. કૂલ મતદાન 60.54 ટકા થયુ હતું. દિલ્હીમાં 94,51,997 લોકોએ મતદાન કર્યુ હતું, જેમા 50.42 ટકા પુરુષ અને 44.08 ટકા મહિલા મતદાતા છે. જ્યારે 403 થર્ડ જેન્ડર મતદારોએ પણ મતદાન કર્યુ હતું.
દિલ્હી વિધાનસભા ચૂંટણીન પરિણામ આજે જાહેર થવાના છે. 8 વાગે મતગણતરી થઇ રહી છે. આ વખતે અરવિંદ કેજરીવાલની આપ પાર્ટી અને ભાજપ વચ્ચે કાંટે કી ટક્કર છે. મોટાભાગના એક્ઝિટ પોલમાં પણ ભાજપની જીતની ભવિષ્યવાણી કરવામાં આવી છે. બે એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવાની આગાહી કરવામાં આવી છે