scorecardresearch
Premium

Days In December 2024: ડિસેમ્બર 2024ના ખાસ દિવસ અને તહેવારની યાદી, કરો સેલિબ્રેશનની તૈયારી, કેલેન્ડરમાં નોંધી લો તારીખ

Important Days And Festivals In December 2024: ડિસેમ્બર 2024 વર્ષનો છેલ્લો મહિનો છે. વિશ્વ એઈડ્સ, ભારતીય નૌસેના દિવસ, બાળ દિવસ અને નાતાલ ક્રિસમસ જેવા મહત્વ દિવસ અને તહેવાર ડિસેમ્બરમાં ઉજવાય છે. જુઓ ડિસેમ્બર 2024ના મહત્વના દિવસ અને તહેવારની સંપર્ણ યાદી

December 2024 | December 2024 Important day list | December month Festival List | Festival And Days In December 2024 | world aids day 2024 | vijay diwas | christmas day 2024
December 2024 Important Festival And Days List: ડિસેમ્બર મહિનો 2024માં વિશ્વ એઈડ્સ દિવસ, નાતાલ ક્રિસમસ સહિત ઘણા મહત્વપૂર્ણ દિવસ અને તહેવાર ઉજવાય છે. (Photo: Freepik)

Important Day And Festival In December 2024: ડિસેમ્બર 2024 વર્ષનો છેલ્લો મહિનો છે. ડિસેમ્બર મહિનામાં વિશ્વ એઇડ્સ દિવસ, ભારતીય નેવી દિવસ, માનવ અધિકાર દિવસ, વિજય દિવસ, આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ અને નાતાલ ક્રિસમસ જેવા મહત્વ તહેવાર અને દિવસ ઉજવાય છે. આ ખાસ તહેવાર અને દિવસની ધામધૂમક પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આ તહેવાર અને દિવસની ઉજવણી માટે એડવાન્સ તૈયારી કરી શકાય તે માટે અહીં ડિસેમ્બર મહિનામાં ઉજવાતા દિવસ અને તહેવારોની સંપૂર્ણ યાદી આપવામાં આવી છે. જુઓ ડિસેમ્બર 2024માં ઉજવાતા ખાસ દિવસ અને તહેવારોની સંપૂર્ણ યાદી

World Aids Day 2024 : વિશ્વ એઈડ્સ દિવસ 2024

વિશ્વ એઈડ્સ દિવસ દર વર્ષે 1 ડિસેમ્બરે દુનિયાભરમાં ઉજવાય છે. જીવલેણ ચેપી બીમારી વિશે જાગૃતિ ફેલાવવા અને સંક્રમિત લોકો પ્રતિ સામાજીત જાગૃતિ ફેલાવવા માટે આ દિવસ ઉજવાય છે.

Vijay Diwas 2024 : વિજય દિવસ 2024

વિજય દિવસ વર્ષ 1971માં પાકિસ્તાન સાથે યુદ્ધમાં ભારતન જીતની યાદમાં ઉજવાય છે. આ યુદ્ધ બાદ જ પૂર્વ પાકિસ્તાન એટલે કે આજનું બાગ્લાદેશ પશ્ચિમ પાકિસ્તાનથી છુટું પડ્યું અને અલગ દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યો હતો. આ દિવસ પર યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલી આપવામાં આવે છે.

Christmas Day 2024 : નાતાલ, ક્રિસમસ દિવસ 2024

નાતાલ એટલે ક્રિસમસ દિવસ દર વર્ષે 25 ડિસેમ્બરે ઉજવાય છે. આ તારીખે પ્રભુ ઇસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો. દુનિયામાં ક્રિસમસ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. પશ્ચિમના દેશોમાં 25 ડિસેમ્બરથી 7 દિવસનું ન્યુ યર સેલિબ્રેશન શરૂ થાય છે.

December 2024 Important Days And Festival List : ડિસેમ્બર 2024 ના ખાસ દિવસ અને તહેવારની યાદી

તારીખખાસ દિવસ અને તહેવાર
1 ડિસેમ્બરવિશ્વ એઇડ્સ દિવસ
2 ડિસેમ્બરરાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ, આંતરરાષ્ટ્રીય ગુલામી નાબૂદી દિવસ, વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ
3 ડિસેમ્બરઆંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ
4 ડિસેમ્બરભારતીય નૌસેના દિવસ
5 ડિસેમ્બરઆંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ, વિશ્વ માટી દિવસ
6 ડિસેમ્બરડો. ભીમરાવ આંબેડકર પુણ્યતિથિ, નેશનલ માઇક્રોવેવ ઓવન ડે
7 ડિસેમ્બરસશસ્ત્ર સેના ધ્વજ દિવસ, આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ
8 ડિસેમ્બરબોધી દિવસ
9 ડિસેમ્બરઆંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ
10 ડિસેમ્બરમાનવ અધિકાર દિવસ, આલ્ફ્રેડ નોબેલની પુણ્યતિથિ
11 ડિસેમ્બરઆંતરરાષ્ટ્રીય પર્વત દિવસ, યુનિસેફ ડે
12 ડિસેમ્બરયુનિવર્સલ હેલ્થ કવરેજ દિવસ
13 ડિસેમ્બરરાષ્ટ્રીય અશ્વ દિવસ
14 ડિસેમ્બરરાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ
16 ડિસેમ્બરવિજય દિવસ
18 ડિસેમ્બરભારતમાં લઘુમતી અધિકાર દિવસ, આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ
19 ડિસેમ્બરગોવા મુક્તિ દિવસ
20 ડિસેમ્બરઆંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ
21 ડિસેમ્બરબ્લુ ક્રિસમસ
21 ડિસેમ્બરઆંતરરાષ્ટ્રીય સાડી દિવસ
22 ડિસેમ્બરરાષ્ટ્રીય ગણિત દિવસ
23 ડિસેમ્બરખેડૂત દિવસ
24 ડિસેમ્બરરાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ
24 ડિસેમ્બરDMRC સ્થાપના દિન
25 ડિસેમ્બરનાતાલ, ક્રિસમસ તહેવાર, પ્રભુ ઇસુ ખ્રિસ્તનો જન્મદિન, ગુડ ગવર્નન્સ ડે (ભારત)
26 ડિસેમ્બરવીર બાલ દિવસ, બોક્સિંગ ડે
27 ડિસેમ્બરઆંતરરાષ્ટ્રીય મહામારી તૈયારી દિવસ
28 ડિસેમ્બરરતન ટાટાનો જન્મદિવસ
29 ડિસેમ્બરઆંતરરાષ્ટ્રિય સેલો દિવસ
31 ડિસેમ્બરનવા વર્ષની પૂર્વ સંધ્યા

Web Title: December 2024 important festival and days list world aids day christmas day vijay diwas check full list as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×