scorecardresearch
Premium

બંગાળ ચક્રવાત : અનેક મકાનો નષ્ટ, વૃક્ષો ઉખડ્યા, 100થી વધારે ઘાયલ, બંગાળમાં ચક્રવાતે મચાવી ભારે તબાહી

West Bengal Cyclone, બંગાળ ચક્રવાત : પશ્વિમ બંગાળના જલપાઈગુડીમાં ચક્રવાતી તોફાન આવ્યું હતું. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદ અને વાવાઝોડાના પગલે તહાબીના દ્રશ્યો સર્જાયા હતા.

west bengal jalpaiguri cyclone | heavy Rain in west bengal
પશ્વિમ બંગાળમાં ચક્રવાતે ભારે નુકસાન કર્યું – photo – ANI

West Bengal Cyclone, બંગાળ ચક્રવાત : ચક્રવાતી તોફાનને કારણે પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ભારે નુકસાન જોવા મળ્યું છે. ભારે પવન સાથે મુશળધાર વરસાદે અનેક વૃક્ષો ધરાશાયી કર્યા, અનેક મકાનોને નુકસાન પહોંચાડ્યું અને અત્યાર સુધીમાં ચાર લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ ચક્રવાતી તોફાનના કારણે 100 થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ વાવાઝોડા બાદ સર્જાયેલી વિસ્ફોટક સ્થિતિનો તાગ મેળવ્યો છે. મૃતકોના પરિવારજનો માટે વળતરની પણ જાહેરાત કરવામાં આવી છે.

બંગાળ ચક્રવાત : અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો

બંગાળ ચંક્રવાત અંગે જણાવવામાં આવી રહ્યું છે કે રવિવારે સાંજે જલપાઈગુડીમાં કરા સાથે ભારે વરસાદ થયો હતો. ત્યારબાદ ચક્રવાતી તોફાનના કારણે ઘણા વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા અને ઘણા ઘરોને પણ ભારે નુકસાન થયું હતું. અનેક જગ્યાએ વીજ થાંભલા પણ પડી ગયા હતા જેના કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો હતો. હવે વરસાદ બંધ થઈ ગયો છે પરંતુ જમીન પર તબાહીના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. લોકો તેમના તૂટેલા સામાનને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ વહીવટીતંત્રને વિનંતી કરી રહ્યા છે અને આશા છે કે પરિસ્થિતિ જલ્દી સામાન્ય થઈ જશે.

બંગાળ ચક્રવાતના કારણે 49થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ

બંગાળ ચક્રવાત અંગે મળતી માહિતી પ્રમાણે આ તોફાનના કારણે 49 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હવે માહિતી માટે તમને જણાવી દઈએ કે ભારે વરસાદ અને તોફાન માત્ર પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં જોવા મળ્યું નથી, આ સિવાય આસામ, મિઝોરમ અને મણિપુરમાં પણ મુશળધાર વરસાદ થયો છે. આસામના ગુવાહાટીમાં આવેલા ગોપીનાથ બોરદોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને ભારે વરસાદને કારણે ભારે નુકસાન થયું છે.

આ પણ વાંચોઃ- ઈલેક્ટોરલ બોન્ડનો વિરોધ કરનારાઓને પસ્તાવો થશે, વિવાદ પર પીએમ મોદીનું પ્રથમ નિવેદન

બંગાળ ચક્રવાતથી વિમાની સેવાને અસર

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એરપોર્ટની છત નીચે પડી છે. તેના કારણે ફ્લાઈટની અવરજવરને પણ થોડા કલાકો સુધી અસર થઈ હતી. તેવી જ રીતે મિઝોરમના ચંપાઈ જિલ્લામાં એક ચર્ચની ઈમારત ભારે પવનને કારણે ધરાશાયી થઈ ગઈ હતી. મણિપુરના થોમ્બલાથથી પણ એવા સમાચાર આવ્યા છે કે ત્યાં ઘણા વૃક્ષો પડી ગયા છે. અહીં સમજવા જેવી વાત એ છે કે ભારતનો તટીય વિસ્તાર 7500 કિલોમીટર લાંબો છે. ત્યાં પણ 76 ટકા વિસ્તાર દર વર્ષે સુનામીના જોખમમાં રહે છે.

Web Title: Cyclonic storm in jalpaiguri west bengal 4 dead due to cyclone heavy rain ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×