scorecardresearch
Premium

મણિપુરમાં CRPF ને મળી મોટી સફળતા, 11 શંકાસ્પદ ઉગ્રવાદી એન્કાઉન્ટરમાં ઠાર, એક જવાન પણ ઘાયલ

Manipur Encounte: મણિપુરના જિરીબામ જિલ્લાના બોરોબેરકા સબ ડિવિઝનના જકુરાડોર કરોંગેમાં થયેલ ભાગે ગોળીબારમાં સીઆરપીએફના બે જવાનો ઘાયલ થયા છે.

Manipur News, Manipur Encounter, મણિપુર સમાચાર, મણિપુર એન્કાઉન્ટર,
સીઆરપીએફ એ મણિપુરના જિરીબામ વિસ્તારમાં 11 શંકાસ્પદ આતંકઓને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. (Indian Express File Photo)

Manipur Encounter: લાંબા સમયથી અશાંત ચાલી રહેલા મણિપુરમાં સીઆરપીએફ એ મોટું એક્શન લીધુ છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના સૂત્રોના હવાલાથી મળતી જાણકારી અનુસાર, સીઆરપીએફ એ મણિપુરના જિરીબામ વિસ્તારમાં 11 શંકાસ્પદ આતંકઓને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. આ એન્કાઉન્ટરમાં એક જવાન પણ ઘાયલ થયો છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, અધિકારીઓએ જણાવ્યું કે, મોટી સંખ્યામાં હથિયારોથી લેસ ઉગ્રવાદીઓએ જકુરાડોર કરોંગેમાં દુકાનોમાં આગ લાગાવી દીધી હતી. આ સિવાય તેમણે કેટલાક ઘરો અને પાસે આવેલા સીઆરપીએફ કેમ્પ પર પણ હુમલો કરી દીધો હતો. જેના પછી સામસામે ગોળીબાર શરૂ થઈ ગયો હતો.

વધુમાં તેમણે જણાવ્યું કે, મણિપુરના જિરીબામ જિલ્લાના બોરોબેરકા સબ ડિવિઝનના જકુરાડોર કરોંગેમાં થયેલ ભારે ગોળીબારમાં સીઆરપીએફના બે જવાનો ઘાયલ થયા છે.

અધિકારીઓએ જણાવ્યું કે, હાલમાં પણ પાંચ સિવિલિયન્સ લાપતા છે. તેમણે કહ્યું કે એ સ્પષ્ટ નથી કે તેઓનું પાછળ હટતા આતંકીઓએ અપહરણ કર્યું છે કે હુમલો થયા બાદથી તેઓ ક્યાંય સંતાયેલા છે. તેમણે જણાવ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓની બોડી બોરોબ્રેકા પોલીસ સ્ટેશન લાવવામાં આવી છે. સીઆરપીએફના ઘાયલ બે જવાનોમાંથી એકની હાલત ગંભીર જણાવાઈ રહી છે.

Web Title: Crpf achieves major success in manipur 11 suspected militants killed one jawan injured in encounter rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×