scorecardresearch
Premium

સિંધુ નદીનું એક ટીપું પાણી પણ પાકિસ્તાનમાં નહીં પહોંચે, સીઆર પાટીલનું મોટું નિવેદન

Indus Waters Treaty: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે કહ્યું કે, બેઠકમાં નક્કી થયુ છે કે સિંધુ જળ સંધિ રદ કરાયા બાદ પાકિસ્તાનનું પાણી રોકવા માટે 3 પ્લાન પર કામ થશે.

Indus Waters Treaty, India Pakistan, CR Patil
સિંધુ જળ સંધિ સ્થગિત કરવાના ફેંસલા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ઘરે હાઈલેવલ મીટિંગ થઈ હતી. (તસવીર: સોશિયલ મીડિયા)

આખા દેશ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલાને લઈ આક્રોશમાં છે. ભારત સરકારે પાકિસ્તાન વિરૂદ્ધ કાર્યવાહી કરતા સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી છે.સ હવે સવાલ એ થાય છે કે પાકિસ્તાનનું પાણી કેવી રીતે રોકાશે? તેને લઈ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ જયશંકર અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ વચ્ચે બેઠક યોજાઇ હતી, જેમાં સિંધુ જળ સંધિ અંતર્ગત પાકિસ્તાન તરફ જતા પાણીને રોકવા માટે પ્લાન પર વિસ્તૃત ચર્ચા કરી હતી. આવો જાણીએ આ આખો પ્લાન શું છે?

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે કહ્યું કે, બેઠકમાં નક્કી થયુ છે કે સિંધુ જળ સંધિ રદ કરાયા બાદ પાકિસ્તાનનું પાણી રોકવા માટે 3 પ્લાન પર કામ થશે. પ્રથમ – તાત્કાલિક એક્શન એટલે કે તાત્કાલિક કાર્યવાહી, બીજું- કેન્દ્રીય જળ શક્તિ મંત્રીએ કહ્યું કે મિડ ટર્મ પ્લાન એટલે મધ્યમ અવધિની યોજના અને ત્રીજું- લોંગ ટર્મ પ્લાન એટલે લાંબા સમયગાળાની યોજના બનાવાઈ છે. એ નક્કી કરવામાં આવશે કે પાકિસ્તાનને એક ટીપું પાણી ન મળે.

સિંધુ જળ સંધિ સ્થગિત કરવાના ફેંસલા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ઘરે હાઈલેવલ મીટિંગ થઈ હતી, જેમાં વિદેશ મંત્રી એસ જયશંકર, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલ સહિત બંને મંત્રાલયના વરિષ્ટ અધિકારી હાજર રહ્યા હતા. આ મીટિંગ પહેલા સીઆર પાટીલે પોતાના મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને તેમની પાસેથી પ્રેજેન્ટેંશન દ્વારા તમામ જાણકારી મેળવી હતી.

આ પણ વાંચો: ભારતે સિંધુ જળ સમજુતી અટકાવી, શું છે આ સંધિ અને કેવી રીતે પાણી માટે તરસશે પાકિસ્તાન, જાણો બધી માહિતી

સીઆર પાટીલે માહિતી આપી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાતમાં સીઆર પાટીલે સિંધુ જળ સંધિ સંબંધિત તમામ માહિતી આપી હતી. કયા હાઇડ્રો પ્રોજેક્ટ્સ ચાલુ છે? તેની વર્તમાન સ્થિતિ શું છે, પ્રોજેક્ટ્સને કેવી રીતે ઝડપી બનાવી શકાય? આ બેઠક બાદ કેન્દ્રીય જય શક્તિ મંત્રીએ કહ્યું કે પાકિસ્તાન જતું પાણી બંધ કરવામાં આવશે. આ માટે આ નિર્ણય 3 તબક્કામાં લાગુ કરવામાં આવશે, જેથી પાણીનું એક ટીપું પણ પાકિસ્તાનમાં ન જાય.

Web Title: Cr patil big statement not even a drop of water from indus river will reach pakistan rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×