scorecardresearch
Premium

CPCB Report on Sangam : મહાકુંભમાં સ્નાન કરવા જવાનું વિચારો છો? તો CPCB નો ચોંકાવનારો રિપોર્ટ વાંચો

CPCB Report on Sangam : આ રિપોર્ટ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ને સોંપવામાં આવ્યો છે.

CPCB report on sangam in gujarati
CPCB નો મહાકુંભ પર રિપોર્ટ – Express photo

CPCB report on sangam : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં દરરોજ કરોડોની ભીડ પહોંચી રહી છે, બધાએ મહાકુંભમાં જવું છે અને સંગમમાં સ્નાન કરવું છે. આવી સ્થિતિમાં લોકોનું આસ્થા એક તરફ છે. પરંતુ આ સમયે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સંગમનું પાણી નહાવા માટે યોગ્ય નથી, તેમાં સ્નાન પણ કરી શકાય નહીં. મોટી વાત એ છે કે આ રિપોર્ટ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ને સોંપવામાં આવ્યો છે.

શું લખ્યું છે રિપોર્ટમાં?

વાસ્તવમાં CPCB રિપોર્ટ જણાવે છે કે પાણીમાં ફેકલ કોલિફોર્મનું ખૂબ જ ઊંચું સ્તર જોવા મળ્યું છે. વાસ્તવમાં તપાસ ટીમે ઘણી જગ્યાએ પાણીનું પરીક્ષણ કર્યું હતું, તે તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે પાણીમાં ફોકલ કોલિફોર્મની માત્રા ઘણી વધારે છે. તેનું કારણ પણ સામે આવ્યું છે, એવી દલીલ કરવામાં આવી રહી છે કારણ કે આ સમયે સંગમમાં કરોડો લોકો સ્નાન કરી રહ્યા છે, તેના કારણે ફોકલ કોલિફોર્મની માત્રા વધી છે.

શું યુપી સરકારની બેદરકારી છે?

જોકે આ મામલે NGT કોર્ટમાં ઘણા સમય પહેલા અરજી દાખલ કરવામાં આવી હતી. મહાકુંભ શરૂ થાય તે પહેલા જ સુનાવણી શરૂ થઈ ગઈ હતી, એટલે જ હવે તમામ અહેવાલો છતાં કોઈ કાર્યવાહી ન થતા રોષ જોવા મળી રહ્યો છે. હવે કોર્ટે UPPCB અને સભ્ય સચિવને આગામી સુનાવણીમાં હાજર રહેવા જણાવ્યું છે. હવે તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે સંગમના પાણીને લઈને ભૂતકાળમાં પણ વિવાદ થયો છે, વિપક્ષે પણ તેની ગુણવત્તા પર સવાલો ઉઠાવ્યા છે.

મહાકુંભમાં રેકોર્ડ ભીડ

આ બધું હોવા છતાં કુંભમાં આવનારા લોકોની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. સરકારે આ સંખ્યા 45 કરોડ આંકી હતી, પરંતુ અત્યાર સુધીમાં લગભગ 53 કરોડ શ્રદ્ધાળુઓ આસ્થાના દર્શન કરી ચૂક્યા છે. મોટી વાત એ છે કે હજુ 8 દિવસ બાકી છે, આવી સ્થિતિમાં આંકડો 60 કરોડને પાર કરી શકે છે.

  • ગુજરાત સહિત દેશ અને વિદેશમાં બનતી ઘટનાઓ વિશે તાજા જાણકારી માટે અહીં ક્લિક કરો

હવે એક તરફ રેકોર્ડ તોડવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ વહીવટીતંત્ર ભીડને કાબૂમાં લેવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. થોડા દિવસો પહેલા નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નાસભાગ મચી હતી જેમાં 18 લોકોના મોત થયા હતા. આ ઉપરાંત ટ્રાફિક જામના કારણે પણ લોકોની મુશ્કેલી વધી છે.

Web Title: Cpcb report on sangam mahakumbh water in not good for snan read the shocking report ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×