scorecardresearch
Premium

સીપી રાધાકૃષ્ણન NDA ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે, જેપી નડ્ડાએ મહોર લગાવી

NDA Vice President Candidate: દિલ્હી સ્થિત પાર્ટી મુખ્યાલયમાં ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં આજે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સીપી રાધાકૃષ્ણન NDA ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે.

CP Radhakrishnan, NDA Vice Presidential Candidate
સીપી રાધાકૃષ્ણન NDA ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર (તસવીર: CPRGuv/X)

NDA Vice President Candidate: દિલ્હી સ્થિત પાર્ટી મુખ્યાલયમાં ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં આજે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડા, કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, રાજનાથ સિંહ, સર્બાનંદ સોનોવાલ અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા. સીપી રાધાકૃષ્ણન NDA ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે, જેના પર જેપી નડ્ડાએ મહોર લગાવી દીધી છે.

મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન NDA ના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે. ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં તેમના નામને મંજૂરી આપવામાં આવી હતી. સંસદીય સમિતિમાં રાધાકૃષ્ણનના નામની ચર્ચા થઈ હતી અને સમિતિના તમામ સભ્યો તેમના નામ પર સંમત થયા હતા. આ બેઠક સાંજે 6 વાગ્યે ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યાલય ખાતે યોજાઈ હતી, જેમાં વડા પ્રધાન મોદીએ પણ ભાગ લીધો હતો.

કોણ છે સીપી રાધાકૃષ્ણન?

સીપી રાધાકૃષ્ણન હાલમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ તમિલનાડુના છે અને તમિલનાડુ ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે. તેઓ આરએસએસ અને જન સંઘના સભ્ય પણ રહી ચૂક્યા છે.

Web Title: Cp radhakrishnan will be nda vice presidential candidate rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×