Covid XEC Variant Symptoms : કોવિડ 19 વાયરસ હજી સુધી ગયો નથી. કોરોના વાયરસ ેઆ સદીનો સૌથી ખતરનાક વાયરસ સાબિત થઈ રહ્યો છે, જે દર 6 થી 8 મહિને પોતાનું સ્વરૂપ બદલે છે. કોવિડ 19 આવ્યાને ત્રણ વર્ષથી વધુનો સમય થઈ ગયો છે, પરંતુ સમય જતાં તેના નવા વેરિએન્ટ લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. 3 વર્ષ વિતિ ગયા બાદ પણ કોવિડ 19 દેશ અને દુનિયાભરના લોકોમાં હાજર છે. કોરોના વાયરસના નવા વેરિએન્ટ સામે આવી રહ્યા છે, જેની તીવ્રતા, સંક્રમણનો દર, ગંભીરતા અલગ છે.
હાલમાં જ વૈજ્ઞાનિકોએ કોવિડના એક નવા વેરિએન્ટની શોધ કરી છે, જેનું નામ XEC વેરિએન્ટ છે. આ નવા વેરિએન્ટથી લોકોમાં તણાવ વધી ગયો છે. હવે સવાલ એ ઉભો થાય છે કે આ વાયરસ શું છે અને તેનાથી ડર્યા વગર જીવનને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય છે.
Covid XEC Variant : એક્સઇસી વેરિઅન્ટ શું છે?
કોરોના 19 વાયરસનું એક્સઈસી વેરિએન્ટ કોવિડના 2 સબ વેરિયન્ટ KS.1.1 અને KP.3.3ના કોમ્બિનેશનથી બનેલું છે. આ બંને વેરિએન્ટ પહેલાથી જ લોકો માટે ચિંતાનું કારણ બની ચૂક્યા છે. આ બંને વેરયિન્ટના મિલનથી નવા વેરિયન્ટન બનવો વધુ ખતરનાક હોઇ શકે છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે આ નવા વેરિએન્ટ આગામી મહિનાઓમાં ઝડપથી ફેલાવાની દહેશત છે. આ વેરિએન્ટ કોવિડની નવી લહેર લાવી શકે છે જે લોકોના જીવન માટે ખતરનાક છે.
XEC વેરિઅન્ટ ક્યાં ફેલાઈ રહ્યો છે?
આ નવું વેરિઅન્ટ XEC દુનિયાભરના લોકોને પરેશાન કરી રહ્યું છે. એક રિસર્ચ અનુસાર અમેરિકાના 12 રાજ્યો અને 15 દેશોમાં આ વેરિએન્ટના 95 દર્દીઓ સામે આવ્યા છે. યુરોપ, અમેરિકા અને એશિયાના લગભગ 27 દેશોમાં આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ વેરિએન્ટ આવનારા દિવસોમાં ઓમિક્રોનની જેમ હેરાન કરી શકે છે.
યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા અનુસાર, ઓમિક્રોન પરિવારનો કેપી.3.1.1.1 સ્ટ્રેન લોકોને વધુ પરેશાન કરી રહ્યો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે જે રીતે XEC વેરિએન્ટમાં કેટલાક મ્યુટેશન થઇ રહ્યા છે, તેનાથી શિયાળામાં લોકોને પરેશાન કરી શકાય છે. વૈજ્ઞાનિકોના મતે આ વેરિએન્ટને રોકવા માટે વેક્સિન પૂરતી છે, પરંતુ તેમ છતાં તેનું નિવારણ જરૂરી છે.
XEC Variant Symptoms : એક્સઇસી વેરિયન્ટના લક્ષણો
રિસર્ચ અનુસાર કોવિડ 19 વાયરસના આ નવા XEC વેરિયન્ટના લક્ષણોમાં તીવ્ર તાવ આવવો, શરદી, શરીરમાં દુખાવો, થાક, ખાંસી, ગળામાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ હોઈ શકે છે. અગાઉના કોવિડ લક્ષણોની જેમ જ, માથાનો દુખાવો, ઉલટી, સ્વાદ અને ગંધ ઓછી થવી જેવા લક્ષણો પણ દેખાય છે. આ નવા વેરિએન્ટના લક્ષણો લગભગ શરદી અને ઈન્ફલ્યુએન્ઝા જેવા હોઈ શકે છે. આ વાયરસની ઝપેટમાં આવ્યા બાદ દર્દી એકથી બે અઠવાડિયામાં સ્વસ્થ થઇ શકે છે. કેટલાક લોકોને સાજા થવામાં વધુ સમય પણ લાગી શકે છે.
XEC Variant Precautions : એક્સઇસી વેરિયન્ટ થી કેવી રીચે બચવું
જો તમે કોવિડ -19 ના નવા એક્સઇસી વેરિઅન્ટ સામે રક્ષણ મેળવવા માંગતા હો, તો કોરોના વેક્સિન લો. આ રસી કોવિડના નવા વેરિએન્ટ સામે રક્ષણ આપશે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવશે.
- ભીડભાડવાળી જગ્યાઓ પર માસ્ક પહેરો. એન 95 અથવા કેએન 95 માસ્ક પહેરવાથી આ વેરિયન્ટનું જોખમ ટાળી શકાય છે.
- સફાઈનું ધ્યાન રાખો. સાબુથી વારંવાર હાથ ધોવા. હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરો.
- સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો. ભીડભાડવાળા વિસ્તારોમાં જવાનું ટાળો.
- ઇનડોર વેન્ટિલેશનમાં વધારો કરો. ઘરની બારીઓ ખુલ્લી રાખો.