scorecardresearch
Premium

‘બે વર્ષથી હિંસા, હજારો લોકો ઘાયલ, મોદી આજ સુધી મણિપુર નથી ગયા…’, કોંગ્રેસના કેન્દ્ર સરકાર પર પ્રહાર

Meitei Kuki Violence: કોંગ્રેસે ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મણિપુરની બગડતી પરિસ્થિતિ અંગે પ્રશ્નો પૂછ્યા છે. પાર્ટીએ X પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું છે કે, “મણિપુરમાં 2 વર્ષથી હિંસા ચાલી રહી છે, આ હિંસામાં હજારો લોકો ઘાયલ થયા છે.

Manipur Police | Manipur Violence
મણિપુરની બગડતી પરિસ્થિતિ (File Photo: @manipur_police)

Meitei Kuki Violence: કોંગ્રેસે ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મણિપુરની બગડતી પરિસ્થિતિ અંગે પ્રશ્નો પૂછ્યા છે. પાર્ટીએ X પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું છે કે, “મણિપુરમાં 2 વર્ષથી હિંસા ચાલી રહી છે, આ હિંસામાં હજારો લોકો ઘાયલ થયા છે, ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, હજારો ઘરો સળગાવી દેવામાં આવ્યા છે, 60 હજારથી વધુ લોકો રાહત છાવણીઓમાં છે પરંતુ નરેન્દ્ર મોદીએ આજ સુધી મણિપુરની મુલાકાત લીધી નથી.”

કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ રવિવારે X પર પણ પૂછ્યું હતું કે – કેન્દ્ર સરકારનું શાષન હોવા છતાં મણિપુરમાં શાંતિ કેમ પુનઃસ્થાપિત થઈ રહી નથી? પ્રિયંકાએ લખ્યું છે કે, “વડા પ્રધાન મણિપુરને પોતાના હાલ પર કેમ છોડી ગયા છે, તેમણે આજ સુધી મણિપુરની મુલાકાત લીધી નથી અને રાજ્યના કોઈ પ્રતિનિધિને મળ્યા નથી, ક્યારેય શાંતિ માટે અપીલ કરી નથી કે કોઈ નક્કર પ્રયાસો કર્યા નથી.”

પાર્ટીના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું છે કે મણિપુરના લોકોની વેદનાનો અંત નથી આવી રહ્યો. રાજ્યમાં ફેબ્રુઆરી 2022 માં યોજાયેલી ચૂંટણીમાં NDA ને સ્પષ્ટ જનાદેશ મળ્યો હતો પરંતુ 3 મે, 2023 ની રાતથી મણિપુર સળગતું રહ્યું છે.

મેતૈઈ સંગઠનના નેતાની ધરપકડ બાદ હિંસા ભડકી ઉઠી

એ કહેવું જરૂરી છે કે મણિપુરના ઘણા જિલ્લાઓમાં ફરી એકવાર હિંસા અને તણાવની ઘટનાઓ બની છે. આ પછી ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લાદવો પડ્યો છે અને ઇન્ટરનેટ સેવાઓ પણ સ્થગિત કરવામાં આવી છે. શનિવારે રાત્રે મેતૈઈ સંગઠનના એક નેતા અને કેટલાક સભ્યોની ધરપકડ બાદ હિંસા અને તણાવની આ ઘટનાઓ બની છે.

આ પણ વાંચો: પહેલગામ હુમલામાં માર્યા ગયેલા વિનય નરવાલની પત્નીનો અશ્લીલ AI વીડિયો બનાવવા બદલ પિતા-પુત્રની ધરપકડ

પ્રદર્શનકારીઓએ રસ્તાઓ પર ટાયરો અને ફર્નિચર સળગાવીને પોતાના નેતાની મુક્તિની માંગ કરી હતી. શનિવારે રાત્રે ઇમ્ફાલમાં ઘણી જગ્યાએ પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના ખુરાઈ લામલોંગ વિસ્તારમાં ટોળાએ એક બસને આગ ચાંપી દીધી હતી. ઉશ્કેરાયેલા ટોળાને વિખેરવા માટે સુરક્ષા દળોએ ટીયર ગેસના શેલ છોડ્યા હતા.

કેન્દ્રએ રાષ્ટ્રપતિ શાસન લાદ્યું

એ નોંધવું જરૂરી છે કે મે 2023 માં મણિપુરમાં મેતૈઈ અને કુકી સમુદાયો વચ્ચે હિંસા શરૂ થઈ હતી. પરિસ્થિતિ બગડતી રહી પછી એન. બિરેન સિંહે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું. આ પછી કેન્દ્ર સરકારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદ્યું. આ હિંસામાં અત્યાર સુધીમાં હજારો લોકો બેઘર બન્યા છે, સેંકડો લોકો માર્યા ગયા છે અને સંપત્તિને પણ નુકસાન થયું છે.

Web Title: Congress attacks modi government over manipur violence rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×