scorecardresearch
Premium

સીએમ યોગી આદિત્યનાથે કહ્યું – જ્ઞાનવાપી જ સાક્ષાત વિશ્વનાથ છે, દુર્ભાગ્યવશ લોકો તેને મસ્જિદ કહી રહ્યા છે

Gyanvapi Is Lord Vishwanath : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પેટાચૂંટણી પહેલા ફરી એકવાર જ્ઞાનવાપી પર મોટું નિવેદન આપ્યું છે

CM Yogi Adityanath, Yogi Adityanath
સીએમ યોગી આદિત્યનાથ (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

Gyanvapi Is Lord Vishwanath : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પેટાચૂંટણી પહેલા ફરી એકવાર જ્ઞાનવાપી પર મોટું નિવેદન આપ્યું છે. ગોરખપુરમાં હિન્દી દિવસના એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે જ્ઞાનવાપી એ સાક્ષાત વિશ્વનાથ છે. તેને મસ્જિદ કહેવું દુર્ભાગ્યપૂર્ણ છે. ભૌતિકવાદ જ એકતા અને અખંડિતતામાં અવરોધ છે. જ્ઞાનવાપીને આજે લોકો બીજા શબ્દોમાં મસ્જિદ કહે છે.

સીએમ યોગીએ આ સમય દરમિયાન કહ્યું હતું કે જ્યારે આચાર્ય શંકર પોતાના અદ્વેત જ્ઞાનથી પરિપૂર્ણ થઇને વધુ સાધના માટે કાશી આવ્યા હતા, ત્યારે સાક્ષાત ભગવાન વિશ્વનાથે અહીં તેમની પરીક્ષા કરી હતી. યોગીએ કહ્યું કે જ્યારે આદિશંકર બ્રહ્મમૂર્તમાં ગંગા સ્નાન કરવા જઈ રહ્યા હતા ત્યારે ભગવાન સૌથી અછૂત ગણાતી જ્ઞાતિના વ્યક્તિના રુપમાં તેમના માર્ગમાં ઉભા રહી ગયા હતા. આવી સ્થિતિમાં આદિશંકરના મોઢોમાંથી નીકળે છે કે મારા રસ્તામાંથી હટો.

સીએમ યોગીએ કહ્યું કે આવી સ્થિતિમાં તેમની સામે એક ચાંડાલ હોય છે, તે એક સવાલ પૂછે છે કે તમે તમારી જાતને જ્ઞાનના મર્મજ્ઞ માનો છો. તમે કોને હટાવવા માંગો છો? તમારું જ્ઞાન આ ભૌતિક દેહને જોઈ રહ્યું છે કે પછી આ ભૌતિક દેહની અંદર રહેલા બ્રહ્મને જોઈ રહ્યું છે. જો બ્રહ્મ સત્ય છે તો તમારી અંદર જે બ્રહ્મ છે તે જ મારી અંદર છે. જો તમે આ બ્રહ્મ સત્યને જાણીને આ બ્રહ્મનો અસ્વીકાર કરી રહ્યા છો, તો તેનો અર્થ એ છે કે તમારું જ્ઞાન સત્ય નથી. યોગીએ કહ્યું કે આદિ શંકરને આશ્ચર્યચકિત રહી ગયા કે એક ચાંડાલ આવી વાત કેવી રીતે બોલી શકે.

આ પણ વાંચો – પીએમ મોદીએ ડોડામાં વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા

યોગીએ કહ્યું કે આ પછી આદિશંકરે કહ્યું કે તમે કોણ છો? હું જાણવા માંગું છું. તેમણે કહ્યું કે જે જ્ઞાનવાપીની સાધના માટે તમે અહીં ચાલીને આવ્યા છો. હું તેનો સાક્ષાત સ્વરૂપ વિશ્વનાથ છું. ત્યારે આદિશંકર તેમને પ્રણામ કરે છે. જે બાદ તેમને પસ્તાવો થાય છે કે આ ભૌતિક અસ્પૃશ્યતા આધ્યાત્મિક સાધનાના માર્ગમાં સૌથી મોટો અવરોધ છે. આ સિવાય તે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતામાં પણ સૌથી મોટો અવરોધ છે. તેમણે કહ્યું કે આ મોટા વિધ્નને જો આપણો દેશ સમજ્યો હોત તો ક્યારેય ગુલામ થયા ન હોત.

વારાણસી કોર્ટે ગુરુવારે ચુકાદો સંભળાવ્યો હતો

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું આ નિવેદન ગુરુવારે જ્ઞાનવાપી પર વારાણસી કોર્ટના નિર્ણય બાદ આવ્યું છે. વારાણસીની એક અદાલતે હિન્દુ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે, જેમાં જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના પરિસરમાં સ્થિત વ્યાસજીના ભોંયરાનું સમારકામ કરવા માટે સ્થાનિક જિલ્લા મેજિસ્ટ્રેટને આદેશ આપવાની માંગ કરવામાં આવી છે.

વારાણસીના જિલ્લા મેજિસ્ટ્રેટ એ કેમ્પસના સ્થાનિક સંરક્ષક છે. સિવિલ જજ સિનિયર ડિવિઝન હિતેશ અગ્રવાલની કોર્ટે ગુરુવારે ભોંયરામાં ચાલી રહેલી પૂજા પ્રવૃત્તિઓને યોગ્ય ઠેરવી હતી અને મુસ્લિમ પક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધા અને સુપ્રીમ કોર્ટ સમક્ષ પડતર પડકારને ધ્યાનમાં લીધો હતો. હિન્દુ પક્ષનું પ્રતિનિધિત્વ કરી રહેલા એડવોકેટ મદન મોહન યાદવે જણાવ્યું હતું કે, કોર્ટનો નિર્ણય વ્યાસજી ભોંયરામાં સમારકામ કરવા માટે મુસ્લિમ પક્ષના વિરોધ અને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી કાનૂની કાર્યવાહી પર આધારિત છે. ચુકાદો હોવા છતાં, હિન્દુ પક્ષ ભોંયરાના સમારકામની મંજૂરી માટે જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં અપીલ કરવાની યોજના બનાવી રહ્યો છે.

Web Title: Cm yogi adityanath said gyanvapi is lord vishwanath unfortunately people are calling it mosque ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×