scorecardresearch
Premium

સીજેઆઈ ચંદ્રચુડે કહ્યું – ગણેશ પૂજા પર પીએમ મોદી મારા ઘરે આવ્યા તેમાં કશું ખોટું નથી

CJI DY Chandrachud Express Adda : ઇન્ડિયન એક્સપ્રેસના વિશેષ કાર્યક્રમ ‘એક્સપ્રેસ અડ્ડા’માં ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ ખાસ મહેમાન બન્યા હતા. આ દરમિયાન તેમણે ઘણા મહત્વના સવાલોના જવાબ આપ્યા હતા

CJI DY Chandrachud, DY Chandrachud,
Express Adda : ઇન્ડિયન એક્સપ્રેસના વિશેષ કાર્યક્રમ 'એક્સપ્રેસ અડ્ડા'માં ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ ખાસ મહેમાન બન્યા હતા (તસવીર – એક્સપ્રેસ)

CJI DY Chandrachud Express Adda : ઇન્ડિયન એક્સપ્રેસના વિશેષ કાર્યક્રમ ‘એક્સપ્રેસ અડ્ડા’માં ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ ખાસ મહેમાન બન્યા હતા. આ દરમિયાન તેમણે ઘણા મહત્વના સવાલોના જવાબ આપ્યા હતા. આ કાર્યક્રમનો વિષય આધુનિક ભારતમાં ન્યાયતંત્રની ભૂમિકા હતો. આ દરમિયાન સીજેઆઈને ઘણા મહત્વના સવાલો પૂછવામાં આવ્યા હતા. ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત ગોએન્કાએ જજોની નિવૃત્તિ સાથે જોડાયેલા સવાલ પર સીજેઆઈ સાથે વાત કરી છે.

આ સવાલ મારા નિવૃત્ત થયા પૂછજો

જજોની નિવૃત્તિ અને આજીવન સમય માટે જજ બન્યા રહેવાના સવાલ પર ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે હું વ્યક્તિગત રીતે વિચારું છું કે વયમર્યાદા ગમે તે હોય, તે એક અલગ મુદ્દો છે, પરંતુ નિવૃત્તિ થવી જોઈએ. આપણે એ તક છોડવી જોઈએ કે ભવિષ્યમાં અમારા કામને લઇને એ અભિપ્રાય આપે કે અમે જે કર્યું કે કટેલું સાચું અને કેટલું નહીં. સીજેઆઈએ આ વિશે ઘણી વધુ વાતો કહી અને જજોને લઇને અમેરિકન સિસ્ટમ ઉપર પણ પોતાનો અભિપ્રાય આપ્યો હતો.

જ્યારે એક્સપ્રેસ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત ગોએન્કાએ તેમને પૂછ્યું કે શું તમે ભારતમાં જજોની નિવૃત્તિની વય વધારવાના પક્ષમાં છો? આ સવાલના જવાબમાં સીજેઆઈએ હસીને કહ્યું કે તમે મારી નિવૃત્તિ બાદ મને આ સવાલ પૂછજો.

આ પણ વાંચો – પીએમ મોદીએ હેમંત સોરેનની પાર્ટી પર કર્યો પ્રહાર, કહ્યું – સત્તા સુખ માટે મહિલાઓના અપમાનનો સ્વીકાર કર્યો

પીએમ મોદી સાથે મુલાકાતના સવાલ પર શું કહ્યું?

આ વર્ષે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગણેશ ચતુર્થીના દિવસે સીજેઆઈ ચંદ્રચૂડના નિવાસ સ્થાનની મુલાકાત લીધી હતી તો તેને લઈને ઘણો વિવાદ થયો હતો. ઘણા વિપક્ષી નેતાઓએ તેને યોગ્ય માન્યું ન હતું, તેમણે તેને ન્યાય પ્રણાલીની નિષ્પક્ષતા સાથે પણ જોડ્યું હતું. હવે પીએમ મોદીએ સમયાંતરે આ મુદ્દે નિવેદનો આપીને વિપક્ષ પર નિશાન પ્રહાર કર્યો છે, હવે સીજેઆઈ ચંદ્રચૂડનું નિવેદન પણ સામે આવ્યું છે.

ઇન્ડિયન એક્સપ્રેસના વિશેષ કાર્યક્રમ અડ્ડામાં સીજેઆઈ ચંદ્રચુડે આ વિવાદ પર સ્પષ્ટ શબ્દોમાં વાત કરી છે. તેમણે કહ્યું કે ગણેશ ચતુર્થી પર પીએમ મોદી મારા ઘરે આવ્યા તેમાં કંઈ ખોટું નથી. આ એક પબ્લિક મીટિંગ હતી, કોઇ પ્રાઇવેટ મીટિંગ ન હતી. હવે આ નિવેદન મહત્વનું છે કારણ કે ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે વડા પ્રધાનની તે મુલાકાત પછી કહ્યું હતું કે હવે તેમનો વિશ્વાસ ઉઠી ગયો છે.

Web Title: Cji dy chandrachud indian express adda interview the role of judiciary in modern india ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×