scorecardresearch
Premium

તમે બોલો તો દિલ ચીરીને દેખાડી દઉં, ચિરાગ પાસવાનની મોદીના હનુમાન બનવાની કહાની

Chirag Paswan : કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પોતાને પીએમ નરેન્દ્ર મોદીના હનુમાન ગણાવે છે. ચિરાગે કહ્યું કે 2030માં બિહાર વિધાનસભાની ચૂંટણી લડીશ. રાજકારણમાં આવવાનો તેમનો મુખ્ય એજન્ડા બિહાર હતો

Chirag Paswan, Bihar
કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

Chirag Paswan News : કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પોતાને પીએમ નરેન્દ્ર મોદીના હનુમાન ગણાવે છે. વર્ષ 2020માં તેમણે સૌથી પહેલા આ વાતનો ઉલ્લેખ કર્યો હતો, હવે ફરીથી એક કાર્યક્રમમાં તેમણે સમજાવ્યું છે કે શા માટે તેમને મોદીના હનુમાન કહેવામાં આવ્યા. ચિરાગ પાસવાન એજન્ડા આજ તક કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઘણા મુદ્દાઓ પર વાત કરી હતી. આ જ વાતચીત દરમિયાન હનુમાનના મુદ્દે પણ ચર્ચા થઇ હતી.

ચિરાગ પાસવાને જણાવી મોદીના હનુમાન બનવાની કહાની

ચિરાગ પાસવાને કહ્યું કે આ 2020ની વાત છે તે ચૂંટણીમાં હું એકલો ચૂંટણી મેદાનમાં ઉતર્યો હતો. તે સમયે એનડીએ સાથે મારું કોઈ ગઠબંધન ન હતું. હવે મારી સામે એક શરત મૂકવામાં આવી હતી કારણ કે હું એનડીએ સાથે નથી, હું મારા પ્રચારમાં પીએમ મોદીના ફોટોનો ઉપયોગ કરી શકતો નથી. તે સમયે મેં કહ્યું હતું કે મને પીએમ મોદીના ફોટોની જરૂર નથી. તેઓ મારા હૃદયમાં વસે છે.

ચિરાગે કહ્યું કે તે સમયે મેં પીએમના હનુમાન હોવાની વાત કરી હતી. પછી તે મારી સાથે જોડાઈ ગઇ હતી. એક વખત તો મેં જ કહી દીધું હતું કે મારું દિલ ચીરીને જોઇ લો. પીએમ મોદી પ્રત્યે તેમનું સમર્પણ એવું જ રહેવાનું છે, જે વ્યક્તિએ 2014થી ‘સબકા સાથ સબકા વિકાસ’ની વાત કરી છે, હું જીવનભર તેમની સાથે રહીશ.

આ પણ વાંચો – જ્યારે હું વર્લ્ડ કોન્ફરન્સમાં જાઉં છું ત્યારે મારો ચહેરો છુપાવું છું, લોકસભામાં ગડકરીએ આવી વાત કેમ કહી

ચિરાગે કહ્યું કે 2030માં બિહાર વિધાનસભાની ચૂંટણી લડીશ. રાજકારણમાં આવવાનો તેમનો મુખ્ય એજન્ડા બિહાર હતો. તેમનો ઉદ્દેશ્ય હંમેશા બિહારનો વિકાસ કરવાનો રહ્યો છે. તેમણે કહ્યું કે મારા પિતા રામવિલાસ પાસવાન કેન્દ્રની રાજનીતિ પર વધુ ધ્યાન આપતા હતા પરંતુ હું મારી જાતને બિહારની રાજનીતિમાં જોઉં છું.

ચિરાગ પાસવાનની રાજકીય વિચારધારા

પોતાના રાજકારણ અંગે ચિરાગ કહે છે કે તે માત્ર પ્રામાણિકતાથી કામ કરવાનું જાણે છે, તેઓ કોઈ પણ સારી રીતે વિચારેલી રણનીતિ હેઠળ આગળ વધતા નથી. તેમના કહેવા પ્રમાણે તેમણે એક સૂત્ર આપ્યું હતું – બિહારી ફર્સ્ટ, બિહાર ફર્સ્ટ. આ વિચારસરણીની સફળતા 2024માં મળી છે.

Web Title: Chirag paswan modi hanuman full story will contest bihar assembly election in 2030 ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×