scorecardresearch
Premium

Chardham Yatra 2024 : ચારધામ યાત્રામાં લાંબો ટ્રાફિક જામ, ₹ 50માં પાણી, ₹100 ટોયલેટ ચાર્જ, 10ના મોત, રજીસ્ટ્રેશન બંધ, અહીં વાંચો લેટેસ્ટ અપડેટ્સ

Chardham Yatra 2024 news Updates : ચારધામ યાત્રા 2024 માટે જવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ સમાચાર ખુબ જ કામના છે કારણ કે અત્યારે ચારધામ યાત્રામાં ભારે જામ છે અને ત્યાની વ્યવસ્થા ખોરવાઈ છે. આ ઉપરાંત રજીસ્ટ્રેશન અંગે પણ મહત્વનો નિર્ણય લેવાયો છે.

Chardham Yatra 2024 news Updates| ચારધામ યાત્રા લેટેસ્ટ અપડેટ્સ
ચારધામ યાત્રા લેટેસ્ટ અપડેટ્સ – photo – Social media

Chardham Yatra 2024 Updates : ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડને કારણે તમામ વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ છે. ખાસ કરીને ગંગોત્રી અને યમુનોત્રીના માર્ગમાં 45 કિ.મી. લાંબો ટ્રાફિક જામ છે. તે જામથી હરિદ્વાર આગળ બરકોટમાં છે. જ્યાંથી સીધા ગંગોત્રી અને યમુનોત્રી જઈ શકાય છે. બારકોટથી ઉત્તરકાશી તરફ 30 કિ.મી. માર્ગ વન-વે છે. આવી સ્થિતિમાં મંદિરથી પરત ફરતા વાહનોને પહેલા બહાર કાઢવામાં આવી રહ્યા છે. ગંગોત્રી અને યમુનોત્રીની તુલનામાં, કેદારનાથના રસ્તા પર ઓછો ટ્રાફિક છે. મંગળવારે 23 હજાર લોકોએ કેદારનાથ-બદ્રીનાથની મુલાકાત લીધી હતી.

રજીસ્ટ્રેશન બે દિવસ બંધ રહેશે

ઉત્તરાખંડમાં હાલમાં ચાલી રહેલી ચારધામ યાત્રાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરોના ભારે ધસારાને કારણે આજે અને આવતીકાલે એટલે કે 15મી અને 16મી મેના રોજ ઓફલાઈન રજીસ્ટ્રેશન બંધ રહેશે. ચારધામ યાત્રા માટે આ રજીસ્ટ્રેશન હરિદ્વાર અને ઋષિકેશમાં થઈ રહ્યા હતા.

છેલ્લા 4 દિવસમાં 10 શ્રદ્ધાળુઓના મોત

દરમિયાન મંગળવારે ટ્રાફિક જામમાં ફસવાને કારણે 5 લોકોના મોત થયા હતા. કારમાં જ ત્રણ લોકોના મોત થયા હતા. છેલ્લા 4 દિવસમાં 10 શ્રદ્ધાળુઓના મોત થયા છે. મૃત્યુ પામેલા તમામ ભક્તોની ઉંમર 50 વર્ષથી વધુ હતી. તેમાંથી ઘણા ડાયાબિટીસ અને બ્લડપ્રેશર જેવી ગંભીર બીમારીઓથી પીડિત હતા.

શૌચાલયનો ઉપયોગ કરવા માટે 100 રૂપિયા સુધીની વસૂલી

ઉત્તરકાશીથી 20 કિમી આગળ ગયા પછી બાળકો, મહિલાઓ અને વૃદ્ધો રસ્તાના કિનારે આરામ કરતા જોવા મળે છે. જે જગ્યાએ ટ્રાફિક જામ છે ત્યાં ન તો ખાવાનું મળે છે કે ન તો રહેવાની જગ્યા છે. આવી સ્થિતિમાં નજીકના લોકો પાણીની બોટલ માટે 30-50 રૂપિયા અને શૌચાલયનો ઉપયોગ કરવા માટે 100 રૂપિયા સુધી વસૂલી રહ્યા છે.

આ પણ વાંચોઃ- શા માટે કેટલાક ભારતીયો કેનેડામાં સ્થળાંતર કરવા માટે LMIA વર્ક પરમિટ તરફ વળ્યા છે?

ઉત્તરાખંડમાં ચાર દિવસમાં ચાર ધામ યાત્રામાં અત્યાર સુધીમાં 1.30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચી ચૂક્યા છે. ગત વર્ષે પ્રથમ 4 દિવસમાં માત્ર 52 હજાર લોકો આવ્યા હતા. આ વર્ષે પહોંચેલા લોકોની સંખ્યા એટલી જ હતી જે 16 દિવસ પછી 2023માં પહોંચી હતી.

ચારધામ યાત્રા | Chardham Yatra
ચારધામ યાત્રા – photo – Uttarakhand tourisum

અત્યાર સુધીમાં 26 લાખથી વધુ નોંધણી થઈ ચૂકી

બીજી તરફ ઉત્તરાખંડના ડીજીપી અભિનવ કુમારે કહ્યું કે ગયા વર્ષે આ મહિનાના અંત સુધીમાં માત્ર 12 હજાર અને 13 હજાર તીર્થયાત્રીઓ ગંગોત્રી અને યમુનોત્રી પહોંચ્યા હતા. અત્યાર સુધીમાં 26 લાખથી વધુ નોંધણી થઈ ચૂકી છે. કપાટ ખોલ્યાને માત્ર 4 દિવસ થયા છે. હાલમાં આ યાત્રા નવેમ્બર સુધી ચાલુ રહેશે.

તેમણે કહ્યું કે ગયા વર્ષે જેટલા મુસાફરો આવ્યા હતા તેના હિસાબે સરકારી વ્યવસ્થા કરવામાં આવી છે. દરમિયાન, ઘણા મુસાફરો એવા છે જેઓ નોંધણી વગર પહોંચ્યા છે. હાલ હરિદ્વાર પહેલા પણ મુસાફરોને રોકવામાં આવી રહ્યા છે. જેથી ઉપરની તરફ વધારે દબાણ ન આવે.

Web Title: Chardham yatra 2024 updates long traffic jam registration closed read here latest updates ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×