scorecardresearch
Premium

વિદેશ મંત્રી જયશંકરનું ઈન્ટરવ્યૂ ચલાવ્યું તો સરકારે ટીવી ચેનલ પર પ્રતિબંધ લગાવ્યો

india canada news: કેનેડામાં એક ચેનલ પર માત્ર એટલા માટે પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો કારણ કે તેણે વિદેશ મંત્રી એસ જયશંકરનું ઈન્ટરવ્યૂ ચલાવ્યું.

india canada news, india canada conflict, ભારત કેનેડા સંબંધ
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર. (Express Photo)

india canada news: કેનેડામાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓ વચ્ચે ભારતના વિદેશ મંત્રાલય તરફથી એક નિવેદન સામે આવ્યું છે. જેમાં સીધુ કહેવામાં આવ્યું છે કે, કેનેડામાં સ્થિતિ એવી છે કે હિન્દુઓને પાયાની સુવિધાઓ પણ મળી રહી નથી. તેનાથી પણ ઉપર કેનેડા સરકારના તે નિર્ણય પર પણ સખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે જ્યાં એક ચેનલ પર માત્ર એટલા માટે પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો કારણ કે તેણે વિદેશ મંત્રી એસ જયશંકરનું ઈન્ટરવ્યૂ ચલાવ્યું.

આ વિશે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, અમને જાણકારી મળી છે કે કેનેડામાં મહત્ત્વપૂર્ણ આઉટલેટના સોશિયલ મીડિયા હેન્ડલ, પેજને બ્લોક/પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું છે. આ તે વિશેષ હેન્ડલ દ્વારા પેની વોંગ સાથે વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરની પ્રેસ કોન્ફરન્સને પ્રસારિત કર્યાના ઠીક થોડા કલાકોમાં જ બન્યું. અમને આશ્ચર્ય થયું. અમને વિચિત્ર લાગ્યું. આ વધુ એક વખત અભિવ્યક્તિની સ્વતંત્રતા પ્રત્યે કેનેડાના પાખંડને ઉજાગર કરે છે.

આ પણ વાંચો : NASA એ 43 વર્ષ બાદ વોયઝર-1 અંતરિક્ષ યાનનું એંટીના ફરીથી શરૂ કર્યું,24 અબજ કિમી દૂર મોકલ્યો મેસેજ

તેમણે આગળ જણાવ્યું કે વિદેશ મંત્રીએ પોતાના મીડિયા કાર્યક્રમોમાં ત્રણ વસ્તુઓ વિશે વાત કરી હતી. પ્રથમ કેનેડા દ્વારા કોઈ પણ પ્રકારના પુરાવા વિના આરોપ લગાવવા. બીજુ કેનેડામાં ભારતીય રાજદૂતોની અસ્વિકાર્ય જાસુસી કરાવવી. ત્રીજુ, કેનેડામાં ભારત વિરોધી તત્વને રાજનીતિમાં સ્થાન આપવું… આથી તમે નિષ્કર્ષ નીકાળી શકો છો કે ઓસ્ટ્રેલિયા ટૂડે ચેનલને કેનેડા દ્વારા કેમ બ્લોક કરવામાં આવી.

Web Title: Canada government has banned channel that aired the interview of india foreign minister s jaishankar rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×