scorecardresearch
Premium

Building Collapse In Lucknow: ટ્રાન્સપોર્ટ નગરમાં બિલ્ડીંગ ધરાશાયી, 4 લોકોના મોત

Building collapse in Lucknow : લખનઉ માં હરમિલપ નામની ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ છે. આમાં દવાઓનો વેપાર થતો હતો. NDRF, SDRF, પોલીસ પ્રશાસન અને મહેસૂલ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. કાટમાળમાંથી અત્યાર સુધીમાં 13 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે

Building collapse in Lucknow
લખનઉ બિલ્ડીંગ ધરાશાયી

Building Collapse In Lucknow | લખનઉમાં બિલ્ડીંગ ધરાશાયી : લખનઉના ટ્રાન્સપોર્ટ નગરમાં શનિવારે સાંજે એક ઈમારત ધરાશાયી થઈ હતી. બિલ્ડીંગની નીચે અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. બિલ્ડિંગમાં દવાનું ગોદામ હોવાનું કહેવાય છે. પોલીસની સાથે NDRF અને ફાયર બ્રિગેડની ટીમોએ પણ રાહત કાર્ય શરૂ કરી દીધું છે. અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે અને ઘણા લોકોને બચાવી લેવાયા છે.

હરમિલપ નામની ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ છે. આમાં દવાઓનો વેપાર થતો હતો. NDRF, SDRF, પોલીસ પ્રશાસન અને મહેસૂલ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે.

ઈમારત ધરાશાયી થયાની માહિતી મળ્યા બાદ જિલ્લા મેજિસ્ટ્રેટ સૂર્ય પાલ ગંગવાર અકસ્માત સ્થળે પહોંચ્યા હતા. આ દુર્ઘટનામાં ઇમારતના કાટમાળમાંથી અત્યાર સુધીમાં 13 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. આ સાથે જ એક વ્યક્તિના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે. ઘાયલોને લોકબંધુ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે.

સીએમ આદિત્યનાથે આ મામલાની નોંધ લીધી છે

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટનાની નોંધ લીધી છે. સીએમઓએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે, મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટી અધિકારીઓ, એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમોને સ્થળ પર પહોંચવા અને રાહત કાર્યને ઝડપી બનાવવા અને ઘાયલોને યોગ્ય સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા સૂચના આપી છે. તેમણે ઘાયલોના જલદી સાજા થવાની પણ કામના કરી હતી.

સંરક્ષણ મંત્રીએ ટ્વીટ કર્યું

રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ ટ્રાન્સપોર્ટ નગરમાં ધરાશાયી થયેલી ઈમારત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે, લખનૌમાં એક ઈમારત ધરાશાયી થવાના કારણે દુર્ઘટનાના સમાચાર અત્યંત દુઃખદાયક છે. મેં લખનૌના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાથે ફોન પર વાત કરીને ઘટનાસ્થળની સ્થિતિ વિશે માહિતી મેળવી છે. સ્થાનિક વહીવટીતંત્ર ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય કરી રહ્યું છે અને પીડિતોને શક્ય તમામ મદદ પહોંચાડવામાં વ્યસ્ત છે.

આ પણ વાંચો – Somnath express train derail: અમદાવાદ આવતી સોમનાથ એક્સપ્રેસ ટ્રેનના બે ડબ્બા પાટાપરથી ઉતર્યા, તમામ મુસાફરો સુરક્ષિત

આ બિલ્ડીંગ રાકેશ સિંઘલની છે. તેમણે ભાડે લીધું હતું. આ બિલ્ડિંગમાં ઘણી કંપનીઓના વેરહાઉસ હતા. શનિવારે બેઝમેન્ટમાં કામ શરૂ થયુ. આ દરમિયાન અચાનક બિલ્ડીંગ ઝુકી ગઈ અને લોકો કંઈ સમજે તે પહેલા આખી ઈમારત ધરાશાયી થઈ ગઈ.

Web Title: Building collapse in lucknow four killed ndrf and fire brigade teams also started relief work km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×