scorecardresearch
Premium

Nirmala Sitharaman Budget Saree: બજેટ દિવસે નિર્મલા સીતારમણે પહેરી ખાસ સાડી, બિહારના પદ્મ પુરસ્કાર વિજેતા સાથે ખાસ કનેક્શન

Nirmala Sitharaman Budget Saree: નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ વખતે જે સાડી પહેરે છે, તેનું પણ વિશ્લેષણ કરવામાં આવે છે. નિર્મલા સીતારમણની સાડીના આધારે બજેટ કેવું હશે તેનો અંદાજ લગાવાય છે. આ વખતે તેમણે ક્રીમ કલરની સાડી છે, જે બિહારના પદ્મ પુરસ્કાર વિજેતા દુલારી દેવીએ તૈયાર કરી છે.

Nirmala Sitharaman Budget Saree | Nirmala Sitharaman | Budget 2025 | Nirmala Sitharaman Budget 2025 | Nirmala Sitharaman Saree on budget day
Nirmala Sitharaman Budget Saree: નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2025 રજૂ કરતી વખતે ક્રીમ કલરની સાડી પહેરી છે. (Photo: airnewsalerts)

Nirmala Sitharaman Budget Saree: નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી, 2025ના રોજ દેશનું બજેટ રજૂ કર્યું છે. બજેટ ઘોષણાની સાથે સાથે નિર્મલા સીતારમણની સાડી વિશે ચર્ચા થાય છે. બજેટ 2025 રજૂ કરવાના દિવસે નાણામંત્રી નિર્મલા સીતારમણે એક ખાસ પરંપરાગત આર્ટ વર્ક વાળી ક્રીમ કલરની સાડી પહેરી છે. ગોલ્ડન બોર્ડરની ક્રીમ કલરની આ સાડીમાં એમ્બ્રોઈડરી વર્ક પણ દેખાય છે. નિર્મલા સીતારમણે પહેરેલી આ સાડીનો બિહારના પદ્મ વિજેતા દુલારી દેવી સાથે ખાસ કનેક્શન છે.

નિર્મલા સીતારમણની સાડીની કહાની

બજેટ 2025ના દિવસે નિર્મલા સીતારમણે પહેરેલી સાડીમાં બિહારના પદ્મશ્રી વિજેતા દુલારી દેવીએ મધુબની આર્ટ કર્યું છે. મધુબની એ બિહારનું પ્રખ્યાત ચિત્રકામ છે. વર્ષ 2021માં નાણામંત્રી નિર્મલા સીતારમણે દુલારી દેવી સાથે મુલાકાત કરી હતી. તે વખતે દુલારી દેવીએ નિર્મલા સીતારમણને એક સુંદર સાડી ભેટમાં આપી હતી. આ સાડીમાં સુંદર મધુબની આર્ટ વર્ક કરવામાં આવ્યું છે. તે સમયે દુલારી દેવીએ નાણામંત્રીને બજેટ રજૂ કરતી વખતે આ સાડી પહેરવાની અપીલ કરી હતી.

તમને જણાવી દઈએ કે નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ વખતે જે સાડી પહેરે છે, તેનું પણ વિશ્લેષણ કરવામાં આવે છે. નિર્મલા સીતારમણની સાડીના આધારે બજેટ કેવું હશે તેના તર્કવિતર્ક થાય છે. બજેટ 2025 દિવસે નિર્મલા સીતારમણે ક્રીમ કલર સાથે લાલ રંગનો બ્લાઉઝ પહેર્યો છે, તેનો અલગ અલગ અર્થ કાઢવામાં આવી રહ્યા છે.

આ બજેટની વાત કરીએ તો નાણામંત્રી સામે પાંચ મોટા પડકારો છે. આ પાંચ પડકારો આ પ્રમાણે છે: ફુગાવો, વિકાસ દરમાં ઘટાડો, રોજગાર વેતનમાં ધીમી વૃદ્ધિ, આવકવેરામાં છૂટછાટ, વિકાસ દરમાં વધારો કરો.

Web Title: Budget 2025 nirmala sitharaman saree dulari devi madhubani art saree as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×