BSF Constable Purnam Shaw Return India News: બીએસએફ કોન્સ્ટેબલ પૂર્ણમ કુમાર શૉ ભારત પરત ફર્યા છે. તે છેલ્લા ઘણા દિવસોથી પાકિસ્તાનની કસ્ટડીમાં હતો. પંજાબના ફિરોઝપુર સેક્ટરમાં તૈનાત 40 વર્ષીય શો 23 એપ્રિલે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી પાકિસ્તાન પહોંચી ગયો હતો. ત્યાં તેને પાકિસ્તાન રેન્જર્સે કસ્ટડીમાં લીધો હતો.
તેની ધરપકડને લઈને બીએસએફે પાકિસ્તાન રેન્જર્સ સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો. ભારત તરફથી આ પાકિસ્તાન રેન્જર્સ સાથે સતત ફ્લેગ મીટિંગ્સ અને અન્ય માધ્યમો દ્વારા સતત સંપર્ક કરવામાં આવી રહ્યો હતો.
થોડા દિવસ પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બીએસએફ જવાનની પત્ની રજની શૉ સાથે વાત કરી હતી. આ પછી, રજની શોએ ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે યુદ્ધવિરામ પછી તે ખૂબ જ સકારાત્મક છે અને તેને ભગવાન પર વિશ્વાસ છે કે તેમનો પતિ સુરક્ષિત રીતે પાછો આવશે.
પૂર્ણમ કુમાર શૉ હુગલીના રિશ્રાનો રહેવાસી છે. જ્યારે શો પાકિસ્તાન રેન્જર્સની કસ્ટડીમાં હતો, ત્યારે તેની પત્ની પઠાણકોટ અને ફિરોઝપુરમાં બીએસએફના કમાન્ડરોને મળી હતી. તેની પત્ની ગર્ભવતી છે.
બીએસએફ એ એક રિલિઝમાં જણાવ્યું કે, 14 મે, 2025ના રોજ સવારે 10.30 વાગ્યે બીએસએપ કોન્સ્ટેબલ પૂર્ણમ કુમાર શોને અટારી વાઘા બોર્ડર પર BSF દ્વારા પાકિસ્તાનથી પાછા લઈ જવામાં આવ્યા છે. કોન્સ્ટેબલ પૂર્ણમ કુમાર શો 23 એપ્રિલ 2025 ના રોજ લગભગ 11.50 વાગ્યે ફિરોઝપુર સેક્ટરના વિસ્તારમાં ઓપરેશનલ ડ્યુટી પર હતો ત્યારે તેઓ અજાણતામાં પાકિસ્તાનના વિસ્તારમાં ઘૂસી ગયો હતો ત્યારે પાકિસ્તાન રેન્જર્સ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી.
પહેલગામ આતંકવાગી હુમલાના જવાબમાં ઓપરેશન સિંદૂર
તમને જણાવી દઈએ કે પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન અને કાશ્મીર પીઓકેમાં ચાલી રહેલા આતંકી અડ્ડાઓ પર ઓપરેશન સિંદૂર હેઠળ એર સ્ટ્રાઈક કરી હતી. ઓપરેશન સિંદૂર 6-7 મેની રાત્રે થયું હતું. આ પછી, બંને દેશો વચ્ચે સરહદ પર તણાવ ઘણો વધી ગયો હતો, પરંતુ 10 મેના રોજ, બંને દેશો યુદ્ધવિરામ માટે સહમત થયા હતા.
હવે બંને દેશો સરહદ પર તૈનાત સૈનિકોને ઘટાડવાની યોજના બનાવી રહ્યા છે. આ અંગે બંને દેશોના ડીજીએમઓ ફરીથી એકબીજા સાથે ટૂંક સમયમાં વાત કરી શકે છે.