Bomb Threat On Air India Flight: મુંબઈથી આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકીને પગલે ગુરુવારે તિરુવનંતપુરમ એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર એર ઈન્ડિયાની મુંબઈ-તિરુવનંતપુરમ ફ્લાઈટ 657ને હાલમાં આઈસોલેશન બેમાં રાખવામાં આવી છે અને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે.
એરપોર્ટ સૂત્રોએ જણાવ્યું હતું કે એર ઈન્ડિયાની ફ્લાઈટ સવારે 8 વાગ્યે એરપોર્ટ પર ઉતરી હતી અને તેને આઈસોલેશન બેમાં લઈ જવામાં આવી હતી. તેમણે કહ્યું કે મુસાફરોને ફ્લાઈટમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે વિમાન તિરુવનંતપુરમ એરપોર્ટની નજીક પહોંચ્યું ત્યારે પાયલટે બોમ્બની ધમકીની જાણ કરી. તેમણે કહ્યું કે વિમાનમાં 135 મુસાફરો સવાર હતા. ધમકી ક્યાંથી આવી અને અન્ય માહિતીની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચોઃ- Board Exam: ધોરણ 10 અને 12 પરીક્ષામાં 65 લાખથી વધુ વિદ્યાર્થી નાપાસ, શિક્ષણ વિભાગના આંકડા જોઇ ચોંકી જશો
અગાઉ 20 ઓગસ્ટના રોજ દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (AIIMS) અને સફદરજંગ અને એક મોલ સહિતની અનેક હોસ્પિટલોને બોમ્બની ધમકી મળ્યા બાદ રાષ્ટ્રીય રાજધાનીમાં હલચલ મચી ગઈ હતી. બોમ્બની ધમકીઓવાળા ઈમેઈલ મળ્યા હતા, જેના પછી પોલીસે હોસ્પિટલો અને મોલ્સની શોધખોળ શરૂ કરી હતી. 18 ઓગસ્ટના રોજ રાજસ્થાનના જયપુરમાં અનેક હોસ્પિટલોને ઈમેલ દ્વારા બોમ્બની ધમકીઓ મળી હતી.
તે જ સમયે, 17 ઓગસ્ટના રોજ નોઈડામાં ડીએલએફ મોલ ઓફ ઈન્ડિયા અને ગુરુગ્રામના એમ્બિયન્સ મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ધમકી ઈમેલ દ્વારા પણ મળી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બંને સ્થળે સઘન તપાસ શરૂ કરી હતી.