scorecardresearch
Premium

સ્પેસમાં ખરાબ થયેલું નાસાનું બોઇંગ સ્ટારલાઇન સ્પેસક્રાફ્ટ આ દિવસે ધરતી પરત ફરશે, અહીં જુઓ લાઇવ કવરેજ

Boeing Starliner Return: સ્ટારલાઇનરને શુક્રવારે (6 સપ્ટેમ્બર 2024) ભારતીય સમયાનુસાર સવારે 3:15 વાગ્યે અનડોક કરવામાં આવશે. જોકે આ માટે હવામાન અનુકૂળ રહેવું જોઈએ. નાસાનું લક્ષ્ય આ સ્પેસક્રાફ્ટને શનિવારે સવારે 9:33 વાગ્યે ન્યૂ મેક્સિકોના વ્હાઇટ સેન્ડ્સ સ્પેસ હાર્બરમાં ઉતારવાનું છે

Boeing Starliner spacecraft, Nasa
નાસા અને બોઇંગ આ સ્પેસક્રાફ્ટની વાપસી અને તેને લગતી અન્ય ગતિવિધિઓનું લાઇવ કવરેજ કરશે (તસવીર – નાસા)

Boeing Starliner Return: અમેરિકાની સ્પેસ એજન્સી નાસા પોતાના બોઇંગ સ્ટારલાઇનરને પૃથ્વી પર પરત લાવવાની તૈયારી કરી રહ્યું છે. શનિવારે (7 સપ્ટેમ્બર 2024) અંતરિક્ષમાં ગયેલું બોઈંગ સ્ટારલાઈનર પરત ફરી શકે છે. જોકે સ્ટારલાઇનરથી અવકાશમાં ગયેલા બંને અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર ફેબ્રુઆરી 2025 સુધી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ) પર રહેશે. એટલે કે બોઈંગના આ સ્પેસક્રાફ્ટને બંને અવકાશયાત્રીઓ વગર જ પાછા બોલાવવામાં આવી રહ્યા છે.

ક્રૂ વિના પરત ફરેલા સ્ટારલાઇનરને શુક્રવારે (6 સપ્ટેમ્બર 2024) ભારતીય સમયાનુસાર સવારે 3:15 વાગ્યે અનડોક કરવામાં આવશે. જોકે આ માટે હવામાન અનુકૂળ રહેવું જોઈએ. નાસાનું લક્ષ્ય આ સ્પેસક્રાફ્ટને શનિવારે સવારે 9:33 વાગ્યે ન્યૂ મેક્સિકોના વ્હાઇટ સેન્ડ્સ સ્પેસ હાર્બરમાં ઉતારવાનું છે.

નાસા અને બોઇંગ આ સ્પેસક્રાફ્ટની વાપસી અને તેને લગતી અન્ય ગતિવિધિઓનું લાઇવ કવરેજ કરશે. NASA+, NASA ની એપ અને એજન્સીની વેબસાઇટ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે.

આ પણ વાંચો – અવકાશમાં સુનીતા વિલિયમ્સ ને સ્પેસ એનિમિયાનું જોખમ, જાણો શું છે આ

વિલમોર અને સુનિતા વિલિયમ્સ ફેબ્રુઆરી 2025 સુધી આઇએસએસ પર રહેશે

બુચ વિલમોર અને સુનિતા વિલિયમ્સ 5 જૂને સ્ટારલાઇનર પર સવાર થઈને અંતરિક્ષ માટે રવાના થયા હતા અને તે દિવસથી જ બંને આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર જ છે. લગભગ એક અઠવાડિયા માટે ગયેલા આ સ્પેસક્રાફ્ટમાં હિલિયમ લીક અને થ્રસ્ટર્સમાં ખામી સર્જાઈ હતી. ઘણા દિવસો સુધી અસમંજસમાં રહ્યા બાદ આખરે નાસાએ 24 ઓગસ્ટના રોજ નિર્ણય લીધો કે સ્ટારલાઇનરને ક્રૂ વગર જ પાછા બોલાવવામાં આવશે. જ્યારે બંને ક્રૂ મેમ્બર્સ ફેબ્રુઆરી 2025માં પૃથ્વી પર પરત ફરશે.

જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2025 સુધી બંને એસ્ટ્રોનોટ્સ આઈએસએસ પર રહેશે. આ પછી સ્પેસએક્સના ડ્રેગન સ્પેસક્રાફ્ટ દ્વારા તેમને નાસાના સ્પેસએક્સ ક્રૂ-9 મિશન હેઠળ પાછા બોલાવવામાં આવશે.

Web Title: Boeing starliner to return without sunita williams barry wilmore ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×