scorecardresearch
Premium

Haryana: જીત બાદ બળવાખોરોને સંદેશ? સૈની સરકાર બનાવવાની જવાબદારી માત્ર અમિત શાહને જ કેમ મળી, જાણો

આજે પાર્ટીએ સરકાર બનાવવા માટે બે નિરિક્ષકોની નિયુક્તિ કરી છે અને ચોંકાવનારૂં નામ ગૃહમંત્રી અમિત શાહનું છે. BJP એ અમિત શાહ અને મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવને હરિયાણામાં નિરીક્ષક તરીકે મોકલ્યા છે.

haryana bjp news, haryana cm, amit shah,
ગૃહમંત્રી અમિત શાહને હરિયાણામાં સરકાર બનાવવા માટે સુપરવાઇઝર બનાવવા મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. (File Photo)

Haryana: હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત બાદ એક તરફી જમ્મુ-કાશમીરમાં એનસી-કોંગ્રેસ ગઠબંધનના નેતા ઉમર અબ્દુલ્લાએ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે, તો બીજી તરફ BJP એ પણ હરિયાણામાં ત્રીજી વખત સરકાર બનાવવાની તૈયારીઓ તેજ કરી દીધી છે. આજે પાર્ટીએ સરકાર બનાવવા માટે બે નિરિક્ષકોની નિયુક્તિ કરી છે અને ચોંકાવનારૂં નામ ગૃહમંત્રી અમિત શાહનું છે. BJP એ અમિત શાહ અને મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવને હરિયાણામાં નિરીક્ષક તરીકે મોકલ્યા છે.

મધ્ય પ્રદેશના સીએમ મોહન યાદવે હરિયાણા ચૂંટણીમાં જોરદાર પ્રચાર કર્યો હતો અને BJPની જીતમાં આહીરવાલ બેલ્ટ એક ફેક્ટર સાબિત થયો હતો. તેમનાથી અલગ ગૃહમંત્રી અમિત શાહને સુપરવાઇઝર બનાવવા મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. કારણ કે તેઓ સામાન્ય રીતે આ પ્રકારની જવાબદારીઓ અદા કરતા જોવા નથી મળતા. માટે તેમના હરિયાણા જવાને લઈ રાજનૈતિક દાવપેચ માનવામાં આવી રહ્યો છે.

સતત બદલાઈ રહી હતી શપથગ્રહણની તારીખ

ખરેખરમાં 8 ઓક્ટોબરે ચૂંટણી પરિણામ આવ્યા બાદ એવું કહેવામાં આવ્યું હતું કે, નવી સરકારનું 12 ઓક્ટોબરે દશેરાના દિવસે શપથગ્રહણનો સમારોહ યોજાશે પરંતુ બાદમાં કે તારીખ બદલી દેવામાં આવી. તેના પછી આ તારીખ 15 ઓક્ટોબર રાખવામાં આવી પરંતુ બાદમાં તેને પણ બદલી દેવામાં આવી. હવે સૈની સરકારના ગઠનની તારીખ 17 ઓક્ટોબર રાખવામાં આવી છે. શપથગ્રહણની તારીખોને સતત બદલવું બીજેપી માટે હાસ્યાસ્પદ સંકેત આપી રહ્યું છે.

સીએમ પદને લઈ ખેંચતાણ

હરિયાણામાં વિધાનસભા ચૂંટણી દરમિયાન રેલીઓમાં અમિત શાહ અને પાર્ટી હાઈકમાન્ડે સીધી રીતે નાયબ સિંહ સૈનીને જ સીએમ તરીકે પ્રોજેક્ટ કર્યા હતા. પાર્ટીએ તેમના ચહેરા પર જ ચૂંટણી લડી પરંતુ સીએમને લઈ ખેંચતાણ હજુ પણ યથાવત છે. વોટિંગથી લઈ પરિણામના દિવસ સુધી પૂર્વ મંત્રી અનિલ વિઝની સીએમ બનવાને લઈ મહત્વાકાંક્ષા જોવા મળી હતી. જોકે તેમણે છેલ્લે એવું જરૂરથી કહ્યું હતું કે આ નિર્ણય હાઈકમાન્ડનો રહેશે.

બીજી તરફ ચૂંટણીમાં જીત બાદ કેન્દ્રીય રાજ્યમંત્રી ઈંદ્રજીત સિંહ પણ સીએમ દાવેદાર હોવાની ખબર સામે આવી હતી. અહીંયા સુધી કહેવામાં આવ્યું કે, તેઓ પોતાના 9-10 ધારાસભ્યોને લઈ બાગી પણ બની શકે છે. જોકે આજે તેમણે એક્સ પર પોસ્ટ કરીને આવી તમામ વાતોને ફગાવી દીધી છે. આ સમગ્ર ઘટનાક્રમે સીએમ પદને લઈ એક અસમંજનની સ્થિતિ પેદા કરી દીધી હતી. આવામાં અમિત શાહ નિરીક્ષક તરીકે હરિયાણામાં સરકારના ગઠન દરમિયાન તેમની હાજરી મહત્ત્વની માનવામાં આવી રહી છે.

Web Title: Bjp has sent amit shah and madhya pradesh cm mohan yadav to haryana as observers

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×