TDP writes to Election Commission : બિહારમાં ચૂંટણી પહેલા મતદાર યાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ચાલી રહ્યું છે. વિપક્ષ આ અંગે સવાલો ઉઠાવી રહ્યો છે. આ સાથે જ ભાજપના સહયોગી દળ તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)એ ચૂંટણી પંચ પાસે આ પ્રક્રિયાના વ્યાપ અંગે સ્પષ્ટતાની માંગ કરી છે. વધુમાં ટીડીપીએ કહ્યું કે તે અંગે સ્પષ્ટતા થવી જોઇએ કે આ પ્રક્રિયા નાગરિકતા ચકાસણી સાથે સંબધિત નથીને.
SIRનો દાયરો સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત હોવો જોઈએ- TDP
મંગળવારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને લખેલા એક પત્રમાં પાર્ટીએ કહ્યું છે કે એસઆઈઆરનો દાયરો સ્પષ્ટપણે વ્યાખ્યાયિત થવો જોઈએ અને મતદાર યાદીમાં સુધારણા અને સમાવેશ સુધી મર્યાદિત હોવો જોઈએ. તે સ્પષ્ટપણે જણાવવું જોઈએ કે આ પ્રક્રિયા નાગરિકતા ચકાસણી સાથે સંબંધિત નથી અને કોઈપણ પ્રાદેશિક નિર્દેશમાં એ અંતર સ્પષ્ટપણે દેખાવવું જોઈએ. આ પત્ર ટીડીપી સંસદીય પક્ષના નેતા લવુ શ્રી કૃષ્ણ દેવરાયુલુએ લખ્યો હતો અને પાર્ટીના અન્ય પાંચ નેતાઓએ તેના પર હસ્તાક્ષર કર્યા હતા.
ચૂંટણી પ્રક્રિયાને મજબૂત કરવા રાજકીય પક્ષો પાસેથી સૂચનો માંગવાની ચાલી રહેલી પ્રક્રિયાના ભાગરૂપે ટીડીપીના નેતાઓ ચૂંટણી પંચને મળ્યા બાદ ચૂંટણી પંચને આ પત્ર સુપરત કરવામાં આવ્યો હતો. પત્ર વિશે પૂછવામાં આવતા ટીડીપીના રાષ્ટ્રીય પ્રવક્તા જ્યોત્સ્ના તિરુનાગરીએ કહ્યું કે બિહારમાં ચાલી રહેલી એસઆઈઆર અને પાર્ટીના સૂચનો વચ્ચે કોઈ સંબંધ નથી. અમે હમણાં જ ચૂંટણી પંચને મળ્યા હતા અને જેવા અમારી પાસેથી સૂચનો માંગવામાં આવ્યા, અમે ચૂંટણી પ્રક્રિયા પર અમારું વલણ સ્પષ્ટ કરી દીધું. અમે લોકતાંત્રિતક પક્ષ છીએ અને ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા ઇચ્છીએ છીએ.
આ પણ વાંચો – શુભાંશુ શુક્લા પરત ફરતા માતા થયા ભાવુક, પરિવારમાં ઉત્સવનો માહોલ, પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા
ટીડીપીના આ સૂચનો એવા સમયે આવ્યા છે જ્યારે ચૂંટણી પંચે 5 જુલાઈએ તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ (સીઈઓ)ને એક પત્ર લખીને બિહાર જેવી પ્રક્રિયાની તૈયારી શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ટીડીપીના પત્રમાં કહેવામાં આવ્યું છે કે મતદારયાદીમાં આવા કોઈપણ સંશોધન આદર્શ રીતે કોઈપણ મોટી ચૂંટણીના છ મહિનાની અંદર થવા જોઈએ નહીં. પત્રમાં કહેવામાં આવ્યું છે કે મતદારોનો વિશ્વાસ અને વહીવટી સજ્જતા સુનિશ્ચિત કરવા માટે પૂરતા સમય સાથે એસઆઈઆર પ્રક્રિયા હાથ ધરવી જોઈએ.
શું છે ટીડીપીની માંગ?
પાર્ટીએ એમ પણ કહ્યું છે કે મતદાર યાદીમાં સમાવિષ્ટ મતદારોએ જ્યાં સુધી ચોક્કસ અને ચકાસણીને કારણે નોંધવામાં ન આવે ત્યાં સુધી તેમની યોગ્યતા ફરીથી સ્થાપિત કરવાની જરૂર હોવી જોઈએ નહીં. તેણે વિસંગતતાઓને ઓળખવા માટે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) હેઠળ થર્ડ-પાર્ટી ઓડિટની પણ માંગ કરી છે.