scorecardresearch
Premium

બર્ડ ફ્લૂ કોરોના થી 100 ગણો ખતરનાક; જાણો H5N1 એવિયન વાયરસના લક્ષણ અને બચવાના ઉપાય

Bird Flu Pandemic Symptoms Prevention H5N1 Avian Influenza All Details Know Here : બર્ડ ફ્લૂ વાયરસ કોરોના કરતા 100 ગણો ખતરનાક હોવાની ચેતવણી આપી છે. જાણો H5N1 Avian વાયરસ કેવી રીતે ફેલાય છે, લક્ષણો અને કેવી રીતે બચી શકાય છે

virus | bird flu virus | bird flu pandemic | bird flu symptoms | bird flu prevention | H5N1 avian Influenza
વાયરસ (Photo – Canva)

Bird Flu Pandemic Symptoms Prevention H5N1 Avian Influenza All Details Know Here : એચ5એન1 એવિયન ફ્લૂ કોરોના થી 100 ગણો ખતરનાક હોવાની અમેરિકાના સ્વાસ્થ્ય વિભાગે ચેતવણી આપી છે. H5N1 Avian Flu જેને સામાન્ય ભાષામાં બર્ડ ફ્લૂ પણ કહેવાય છે, તે વાયરસનું સંક્રણણ માનવમાં ફેલાયુ હોવાનો બીજો કેસ અમેરિકામાં નોંધાયો છે. અમેરિકાના વૈજ્ઞાનિકોએ બર્ડ ફ્લૂની મહામારી ફેલાવાની ચેતવણી આપી છે. જાણો એચ5એન1 એવિયન ફ્લૂ કેવી રીતે ફેલાય છે, લક્ષણો અને વાયરસથી કેવી રીતે બચી શકાય છે

એચ5એન1 એવિયન ફ્લૂ વાયરસના લક્ષણ

એચ5એન1 એવિયન ફ્લૂ પક્ષીઓમાં દેખાતો વાયરસ છે, જેનો ચેપ હવે મનુષ્યને પણ લાગી રહ્યો છે. બર્ડ ફ્લૂના લક્ષણોની વાત કરી તો તે અન્ય વાયરસ જેવા છે. એચ5એન1 એવિયન ફ્લૂ વાયરસ એટલો ખતરનાક છે કે તેનાથી અમુક કેસોમાં સંક્રમિત વ્યક્તિનું મૃત્યુ પણ હોઈ શકે છે.

ઉધરસ આવવી
શરીરમાં દુખાવો થવો
તાવ આવવો
ન્યુમોનિયા થવો
આંચકી આવવી
શ્વાસ લેવામાં તકલીફ પડવી
ઝાડા થવા
ઉબકા કે ઉલટી આવવા

એચ5એન1 એવિયન ફ્લૂ કેવી રીતે ફેલાય છે?

એચ5એન1 એવિયન ફ્લૂ એટલે કે બર્ડ ફ્લૂ પક્ષીમાં જોવા મળ્યો વાયરસ છે. આથી એક વાત સ્પષ્ટ છે કે, બર્ડ ફ્લૂ વાયરસ પક્ષીથી મનુષ્યોમાં ફેલાય છે. એચ5એન1 એવિયન ફ્લૂ સંક્રમિત પક્ષીના સંપર્કમાંથી આવનાર વ્યક્તિને આ વાયરસનો ચેપ લાગવાનું જોખમ રહે છે.
સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) અનુસાર, બર્ડ ફ્લૂ વાયરસ સામાન્ય રીતે મનુષ્યોને ચેપ લગાડતા નથી. જો કે, બર્ડ ફ્લૂના વાયરસ છૂટાછવાયા માનવ ચેપ થયા છે.

H5N1 avian Influenza | covid 19 | bird flu pandemic | bird flu in human
એચ5એન1 એવિયન ઈન્ફલ્યુએન્ઝા એટલે બર્ડ ફ્લૂનું માનવુમાં સંક્રમણ કોરોના મહામારી કરતા 100 ગણી ખતરનાક હોવાની ચેતવણી આપવામાં આવી છે. (Photo – Freepik)

મુશીરાબાદની કેર હોસ્પિટલના કન્સલ્ટન્ટ પલ્મોનોલોજિસ્ટ ડૉ. સૈયદ અબ્દુલ અલીમ ગંભરીતા પૂર્વક કહે છે, જો ચેપ લાગ્યો હોય તો H5N1 ફ્લૂ ગંભીર સ્વાસ્થ્ય જોખમનું કારણ બની શકે છે. મરઘાં સાથે સીધી રીતે સંપર્કમાં આવનાર વ્યક્તિઓને આ વાયરસ લાગવાની સંભાવના વધારે છે.

ડો અલીમે ઉમેરે છે, દુનિયામાં પહેલીવાર ટાઈપ A H5N1 ફ્લૂ વર્ષ 1959માં જોવા મળ્યો હતો. બર્ડ ફ્લૂ વાયરસમાં સમયની સાથે ઘણા ફેરફાર આવ્યા છે અને નવા સ્વરૂપ બન્યા છે. તે કોઈ નવો સ્ટ્રેન નથી અને તે પક્ષીઓમાં પહેલેથી જ હાજર છે. જો કે ગાય, બિલાડી વગેરે જેવા સસ્તન પ્રાણીઓમાં આ વાયરસની હાજરી ખૂબ જ ચિંતાજનક છે.

બર્ડ ફ્લૂ વાયરસથી કેવી રીતે બચવું?

બર્ડ ફ્લૂ એટલે કે એચ5એન1 એવિયન ફ્લૂથી સંક્રમિત પક્ષીથી દૂર રહેવું
બર્ડ ફ્લૂથી સંક્રમિત પોલિટ્રી પેદાશ એટલે કે ચીકન ખાવું નહીં
વારંવાર સાબુથી હાથ ધોવા
બીમાર કે મૃત પક્ષીના સંપર્કમાં આવવું નહીં
બીમાર કે મૃત પક્ષીના સંપર્કમાં આવો ત્યારે સુરક્ષાના સાધનોનો ઉપયોગ કરવો
સંક્રમિત પક્ષીના સંપર્ક આવો ત્યારે હાથ ધોયા વગર આંખ, નાક, મોં ને સ્પર્શ કરવો નહીં
ઉધરસ કે છિંક આવે ત્યારે મોં પર રૂમાલ રાખવો
એચ5એન1 એવિયન ફ્લૂના લક્ષણો અનુભવાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો

H5N1 avian Influenza | covid 19 | bird flu pandemic | bird flu in human
બર્ડ ફ્લૂ વાયરસ સામાન્ય રીતે પક્ષીઓમાં જોવા મળે છે તેનો ચેપ મનુષ્યને લાગ્યો હોવાનો બીજી કેસ અમેરિકામાં નોંધાયો છે. (File Photo)

બર્ડ ફ્લૂ વાયરસથી બચવા માટે કોઇ વેક્સિન છે?

હાલ મનુષ્યો માટે બર્ડ ફ્લૂ વાયરસથી બચાવતી કોઇ વેક્સિન નથી. જો કે વેક્સીન બનાવતી ફાર્મા કંપનીઓ ફ્લૂ મહામારી પર સતત નજર રાખી રહી છે.

આ પણ વાંચો | હળદરવાળું દૂધનું સેવન કરનાર સાવધાન, આવા લોકો પર ઝેર જેવી અસર કરે છે હળદર

શું ચિકન ખાવું સલામત છે?

હા. હાલ અમેરિકામાં બર્ડ ફ્લૂનો ચેપ માનવને લાગવાનો કેસ નોંધાયો છે. જો ભારતમાં અગાઉ પણ પક્ષીઓ – મરઘાને બર્ડ ફ્લૂ વાયરસ લાગવાની ઘણી ઘટનાઓ બની છે. ભારતમાં બર્ડ ફ્લૂ મહામારી ફેલાય છે ત્યારે પણ ઊંચા તાપમાને ચિકનને યોગ્ય રીતે રાંધવામાં આવે છે, આથી વાયરસના જીવાણુ મરી જાય છે અને તે ખાવા યોગ્ય બને છે.

Web Title: Bird flu pandemic symptoms prevention vaccine h5n1 avian in human in us here all you need to know as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×