scorecardresearch
Premium

Bihar Vidhansabha Election: બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા તેજસ્વી યાદવ વધારશે નીતિશ કુમાર અને ભાજપનું ટેન્શન, 15 ઓગસ્ટ પછી રાજકીય દાવપેચ રમશે

Bihar Vidhansabha Election: બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા તેજસ્વી યાદવ સમગ્ર બિહારમાં એક યાત્રાનું આયોજન કરવા જઇ રહ્યા છે. આ દરમિયાન બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો, અનામત જેવા વિવિધ મુદ્દાઓ ઉઠાવશે.

Tejashwi Yadav | Tejashwi Yadav RJD Leaders | Bihar Politics Leaders
Tejashwi Yadav: તેજસ્વી યાદવ રાષ્ટ્રીય જનતા દળના નેતા છે.

Bihar Vidhansabha Election: લોકસભા ચૂંટણી 2024માં તેજસ્વી યાદવ બિહારમાં એનડીએને પાઠ ભણાવવાની વાત કરી રહ્યા હતા પરંતુ ચૂંટણી પરિણામ તેમની ઈચ્છા મુજબ નહોતા આવ્યા. બિહારના લોકોએ આરજેડીને માત્ર ચાર લોકસભા બેઠકો આપી હતી. જો કે આ બીજી વાત છે કે બિહારમાં આરજેડીને સૌથી વધુ વોટ મળ્યા છે.

હવે તેજસ્વી યાદવ બિહારમાં પોતાની પાર્ટીના કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ લાવવા માટે 15 ઓગસ્ટ બાદ નવી યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છે. તો બીજી તરફ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે પણ બિહારમાં પોતાની પાર્ટી જન સુરાજની રાજકીય શરૂઆતની જાહેરાત કરી છે.

સમગ્ર બિહારમાં યોજાનારી તેજસ્વી યાદવની આ યાત્રાને ઘણા તબક્કામાં વહેંચવામાં આવી છે, જેથી આગામી વર્ષે યોજાનાર બિહાર વિધાનસભાની ચૂંટણીમાં લાભ ઉઠાવી શકાય.

આરજેડીના પ્રવક્તા સુબોધકુમાર મહેતાએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “તેજસ્વી યાદવની યાત્રા દરમિયાન તેઓ બિહાર સાથે સંબંધિત મુદ્દાઓ ઉઠાવશે, જેમાં બિહારને ફરી એકવાર વિશેષ કેટેગરીનો દરજ્જો આપવાનો કેન્દ્રનો ઇનકાર, બંધારણની નવમી અનુસૂચિમાં બિહાર સરકારના ક્વોટા વધારાને સમાવવા માટે કેન્દ્ર પર દબાણ લાવવામાં નીતીશ કુમારની નિષ્ફળતા અને રાજ્યમાં કથળતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો સમાવેશ થાય છે.

શું તેજસ્વી યદાવ અનામત પર હંગામો મચાવશે?

સુપ્રીમ કોર્ટે બુધવારે બિહાર સરકારની પટના હાઈકોર્ટના આદેશ પર રોક લગાવવાની અરજીને ફગાવી દીધી છે. પટના હાઈકોર્ટે રાજ્ય સરકારની નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની મર્યાદા 50 ટકાથી વધારીને 65 ટકા કરવાના આદેશને રદ કર્યો હતો.

આરજેડીના સૂત્રોએ જણાવ્યું હતું કે તેજસ્વી યાદવની યાત્રાનો એક ઉદ્દેશ પ્રશાંત કિશોર જેવા નવા ખેલાડીઓન રાજકીય ફાયદો ઉઠાવતા અટકાવવાનો છે. આરજેડીના એક સૂત્રએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, લોકો પાસે જવું એ જવાબો શોધવા અને શંકાઓનું સમાધાન કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. જ્યારે પ્રશાંત કિશોર ઓક્ટોબરમાં પોતાનો પક્ષ શરૂ કરશે, ત્યારે અમે લોકોની વચ્ચે હોઈશું, અમારા નેતા તેજસ્વી તેમના નોકરીના વચન પુનર્ચ્ચોર કરશે. લોકસભાની ચૂંટણી પહેલાંની તેમની મુલાકાત દરમિયાન અમે તેજસ્વી નોકરીના વચનને પૂર્ણ કરવા માટે ભીડનો ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ જોયો હતો.

તેજસ્વી યાદવ ચોમાસુ સત્રમાં કેમ ન આવ્યા?

તેજસ્વી યાદવ બિહાર વિધાનસભાના ચોમાસુ સત્રમાં શા માટે હાજર ન રહ્યા તે અંગે પૂછવામાં આવતા આરજેડીના પ્રવક્તાએ કહ્યું કે, તેજસ્વી યાદવની ગેરહાજરીનું વધારે પડતું અર્થઘટન ન કરવું જોઈએ. તે કોઈ અંગત કારણસર હોઈ શકે છે. ગૃહના નેતા સીએમ નીતીશ કુમાર પણ કેટલીક કાયદાકીય કાર્યવાહીથી દૂર રહે છે.

આ દરમિયાન સુબોધ મહેતાએ પીકે ફેક્ટરને ખાસ મહત્વ આપ્યું ન હતું. તેણે કહ્યું કે તે છેલ્લા બે વર્ષથી આ ક્ષેત્રમાં છે. અમારે તેમના વિશે કશું જ કહેવાનું નથી. અમે અમારા મુખ્ય એજન્ડા – બિહારનાં યુવાનો માટે રોજગારી અને બિહારની આર્થિક પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરીશું.

પ્રશાંત કિશોરનો તેજસ્વી યાદવ પર હુમલો

એક તરફ જ્યાં આરજેડી પ્રશાંત કિશોરને ખાસ મહત્વ ન આપવાની વાત કરી રહી છે, તો બીજી તરફ તેઓ નામ લીધા વગર તેજસ્વી યાદવ પર હુમલો કરી રહી છે. તેમણે હાલમાં જ કહ્યું હતું કે, નવમા ધોરણ સુધી ભણેલો એક વ્યક્તિ સીએમ બનવાનું સપનું જોઈ રહ્યો છે અને બિહારના સ્નાતક અને અનુસ્નાતક યુવાનોને ઓફિસ એટેન્ડન્ટની નોકરી પણ નથી મળી રહી.

તેજસ્વી યાદવની યાત્રાથી આરજેડીની તરફેણમાં માહોલ સર્જાશે?

રાજદને વિશ્વાસ છે કે તેજસ્વીની આ મુલાકાતથી પાર્ટીની તરફેણમાં માહોલ ઉભો થશે. લોકસભામાં ભલે ભારત ગઠબંધન બિહારમાં માત્ર 9 સીટ જીતી શક્યું હોય, પરંતુ રાજ્યમાં આરજેડીને સૌથી વધુ 22.14 ટકા વોટ મળ્યા હતા. આરજેડી પછી અનુક્રમે ભાજપ (20.5 ટકા) અને જેડીયૂ (18.52 ટકા)નો નંબર આવે છે.

તેજસ્વી યાદવ પોતાને પ્રમોટ કરવામાં વ્યસ્ત: ભાજપ

ભાજપે તેજસ્વી યાદવની પ્રસ્તાવિત મુલાકાતને સેલ્ફ પ્રમોશનની કવાયત ગણાવી છે. ભાજપ પ્રવક્તા નીરજ કુમારે કહ્યું કે, વિધાનસભા અનુસાર લોકસભા ચૂંટણીના પરિણામોનું વિશ્લેષણ કર્યા બાદ જોઈ શકાય છે કે બિહારની 243 વિધાનસભા સીટોમાંથી એનડીએ 174 સીટો પર આગળ છે. આરજેડીનો આધાર લપસી રહ્યો છે. અમને તેની મુલાકાતની ચિંતા નથી.

Web Title: Bihar vidhansabha election tejashwai yadav new strategy defeat nitish kumar bjp prashant kishor as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×