Subhash Yadav Arrested By ED : સુભાષ યાદવની ધરપકડ: આરજેડી વડા લાલુ યાદવના નજીકના આરજેડી નેતા સુભાષ યાદવની શનિવારે મોડી રાત્રે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. માહિતી અનુસાર, ઈડી એ સુભાષ યાદવના પરિસરમાંથી લગભગ 2.કરોડ રૂપિયા થી વધુ રોકડ તેમજ ઘણા દસ્તાવેજો જપ્ત કર્યા છે. તપાસ એજન્સીએ શનિવારે તેના અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા.
મીડિયા રિપોર્ટ અનુસાર સુભાષ યાદવની તેમના પટના સ્થિત ઘરેથી ઈડીએ ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમને કોર્ટમાં રજૂ કર્યા બાદ સુભાષ યાદવને પટનાની બેઉર જેલમાં શિફ્ટ કરવાની તૈયારી ચાલી રહી છે. ઈડીએ માઈનિંગ કેસને લઈને સુભાષ વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે.
તમને જણાવી દઈએ કે, શનિવારે આવકવેરા વિભાગે માત્ર સુભાષ યાદવ જ નહીં પરંતુ આરજેડી એમએલસી વિનોદ જયસ્વાલના ઘર પર દરોડા પાડ્યા હતા અને 6 કલાકથી વધુ સમય સુધી તપાસ કરી હતી. આ સમયગાળા દરમિયાન આવકવેરા વિભાગના અધિકારીઓએ મોટી સંખ્યામાં દસ્તાવેજો જપ્ત કર્યા હતા. જે દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે તેમાં રિયલ એસ્ટેટ સંબંધિત રોકાણના દસ્તાવેજો પણ સામેલ છે.
સુભાષ યાદવ લાલુ પરિવારના નજીક
સુભાષ યાદવને લાલુ યાદવના પરિવારના નજીકના માનવામાં આવે છે. એવો પણ આરોપ છે કે લાલુ પરિવારના સંબંધીઓને ફ્લેટ અને જમીન અપાવવામાં સુભાષ યાદવનો હાથ હતો.
2019માં ચતરાથી લોકસભા ચૂંટણી લડી
આ પહેલા પણ આવકવેરા વિભાગની ટીમે સુભાષ યાદવના પરિસરમાં દરોડા પાડ્યા હતા. વર્ષ 2018માં આવકવેરા વિભાગની ટીમે પટના, દિલ્હી અને ધનબાદમાં દરોડા પાડ્યા હતા. તમને જણાવી દઈએ કે સુભાષ યાદવ પણ આરજેડીની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. સુભાષ યાદવે લોકસભા ચૂંટણી 2019 ઝારખંડના ચતરાથી આરજેડી ઉમેદવાર તરીકે લડ્યા હતા, પરંતુ આ ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો | દળ (પક્ષ) મળ્યા પણ દિલ નહીં! રાહુલ ગાંધીએ ગુજરાતની ભારત જોડો ન્યાય યાત્રામાં આપ નેતાઓનો ઉલ્લેખ કેમ ન કર્યો?
સુભાષ યાદવ કોણ છે?
સુભાષ યાદવ બિહાર ના પટના જિલ્લાના શાહપુર વિસ્તારના હેતનપુર ગામના રહેવાસી છે. તેમની ઉંમર 52 વર્ષની છે. સુભાષ યાદવની બ્રોડસન કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની પણ છે. આ કંપની લાંબા સમયથી ઈડીના રડાર પર હતી. તમને જણાવી દઈએ કે ઈડીના રડાર પર ઘણા નેતાઓ છે અને આગામી દિવસોમાં દરોડાની કવાયત તેજી થઇ શકે છે.