scorecardresearch
Premium

દિવાળીના તહેવારો દરમિયાન ઠગ ટોળળીથી રહો સાવધાન! એક ભૂલ કરી શકે છે તમારૂં બેંક એકાઉન્ટ ખાલી

Diwali Online Fraud: ભારતમાં દિવાળીના તહેવારને મોટા તહેવારોમાંનો એક ગણવામાં આવે છે. પ્રકાશના આ તહેવારમાં લોકો એકબીજા સાથે તેમનો પ્રેમ વહેંચે છે. આ દિવસે તેમનાથી દૂર બેઠેલા લોકોને ફોન અને મેસેજ દ્વારા અભિનંદન આપવામાં આવે છે.

Diwali 2024, SCAM, fraud, ONLINE FRAUD,
ઓનલાઈન છેતરપિંડીથી રહો સાવધાન (તસવીર: Freepik)

Diwali Online Fraud: ભારતમાં દિવાળીના તહેવારને મોટા તહેવારોમાંનો એક ગણવામાં આવે છે. પ્રકાશના આ તહેવારમાં લોકો એકબીજા સાથે તેમનો પ્રેમ વહેંચે છે. આ દિવસે તેમનાથી દૂર બેઠેલા લોકોને ફોન અને મેસેજ દ્વારા અભિનંદન આપવામાં આવે છે. પરંતુ આ દરમિયાન અજાણ્યા લોકો તરફથી ઘણા કોલ, મેઇલ અને મેસેજ આવે છે. આ કોલ-મેસેજ અભિનંદન માટે નહીં પરંતુ છેતરપિંડી માટે હોય છે. દિવાળીના અવસર પર આવા ઠગબાજો વધુ સક્રિય થઈ જાય છે. આ ખાસ પ્રસંગોએ તેમનાથી દૂર રહવા વ્યક્તિએ વધુ સાવચેત રહેવાની જરૂર હોય છે.

ઓનલાઈન છેતરપિંડીથી રહો સાવધાન

દિવાળી પર જ્યારે આખો પરિવાર સાથે હોય છે ત્યારે સર્વત્ર ખુશીનો માહોલ જોવા મળે છે. ત્યારે તમને આ ખુશીને બમણી કરવાનો સંદેશ મળે છે. આ સમય દરમિયાન ઓનલાઈન છેતરપિંડી કરનારાઓ તમારા માટે ખાસ ઑફર્સ લાવે છે. જેમાં ઓફર કે લોટરી જીતવાની વાત કહેવામાં આવે છે. તેની સાથે એક લિંક આપવામાં આવી છે જેના પર ક્લિક કરવાથી તમારું એકાઉન્ટ ખાલી થઈ શકે છે. તેનાથી બચવાનો સીધો રસ્તો એ છે કે આવી કોઈપણ લિંક પર ક્લિક કરવાનું ટાળો.

આ પણ વાંચો: કલમ 370ને હંમેશા હંમેશા માટે દફન કરી દીધી, પીએમ મોદી બોલ્યા – વન નેશન વન ઈલેક્શન પર કામ ચાલું

ઇમેઇલ પર ડિસ્કાઉન્ટની ઓફર

દિવાળી પહેલા ઓનલાઈન શોપિંગ એપ્સ પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ઘણી ઓફર્સ ઉપલબ્ધ છે. ઘણી વખત એ જાણવું મુશ્કેલ હોય છે કે તમે જે ઓફર પર ક્લિક કરી રહ્યાં છો તે ખરેખર કોઈ એપમાંથી છે અથવા છેતરપિંડી માટે કરવામાં આવી છે. તમારા મેઇલ પર એક લિંક મોકલવામાં આવશે, જે કેશબેક અથવા ડિસ્કાઉન્ટ ઓફર કરશે. આ લિંક ખોલતાની સાથે જ કેટલીક વિગતો પૂછવામાં આવશે. જો તમે તેને ભૂલથી ભરી દો તો તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.

વ્યક્તિગત વિગતો ક્યારેય શેર કરશો નહીં

આજકાલ લોકોને અલગ-અલગ રીતે ફોન કરીને છેતરપિંડી કરવામાં આવી રહી છે. ક્યારેક સમાચાર આપવામાં આવે છે કે પરિવારમાંથી કોઈની ધરપકડ કરવામાં આવી છે, તો ક્યારેક પરિવારના કોઈ સભ્યને હોસ્પિટલમાં દાખલ કરવાની માહિતી આપવામાં આવે છે. આ બધા કોલ કરવાનો એક જ હેતુ છે કે કોઈક રીતે લોકોના ખિસ્સામાંથી પૈસા ઉપાડી લેવામાં આવે. જો તમને ક્યારેય કોઈ અધિકારીનો ફોન આવે તો કોઈ માહિતી આપશો નહીં કે કોઈ OTP શેર કરશો નહીં. આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવે છે જેમાં છેતરપિંડી કરનારાઓ બેંક ખાતા ખાલી કરે છે.

Web Title: Beware of thugs during diwali festivities one mistake can empty your bank account rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×