ડિસેમ્બર મહિનો વર્ષ 2022 અને ચાલુ ત્રિમાસિકનો છેલ્લો મહિનો છે. જો તમારે બેન્ક સંબંધિત કોઇ કામકાજ છે તો આળસ રાખ્યા વગર પતાવી લેજો કારણ કે આ મહિનામાં ઘણી રજાઓ આવી રહી છે. ડિસેમ્બર મહિનામાં બેન્કોમાં 13 દિવસ રજાઓ રહેશે, એટલે કે આ દિવસોમાં બેન્કોમાં કોઇ કામકાજ થશે નહીં. જો તમારે કોઇ જરૂરી કામકાજ હોય તો વહેલાસર પતાવી લેજો નહીંતર મુશ્કેલી પડશે.
ડિસેમ્બરમાં બેન્કોમાં કુલ 13 દિવસ રજા
ડિસેમ્બર મહિનામાં ચાર રવિવાર સહિત કુલ 13 દિવસ બેંકો બંધ રહેશે. જો કે બેંકોનું કામ ઓનલાઈન ચાલુ રહેશે. તમે ઇન્ટરનેટ બેંકિંગ અને UPI દ્વારા સરળતાથી ચૂકવણી કરી શકો છો. અમે અહીંયા તમારા માટે ડિસેમ્બર મહિનામાં બેન્કોની રજાઓની સંપૂર્ણ યાદી રજૂ કરી છે.

ડિસેમ્બર મહિનામાં બેન્ક રજાની સંપૂર્ણ યાદીઃ-
- 3 ડિસેમ્બર (શનિવાર): સેન્ટ ઝેવિયર્સ ફિસ્ટ – ગોવામાં બેંકો બંધ
- 4 ડિસેમ્બર (રવિવાર): સમગ્ર દેશભરમાં બેંકો બંધ
- 10 ડિસેમ્બર (બીજો શનિવાર) : સમગ્ર દેશભરમાં બેંકો બંધ
- 11 ડિસેમ્બર (રવિવાર) : સમગ્ર દેશભરમાં બેંકો બંધ
- 12 ડિસેમ્બર (સોમવાર): પા-તાગન નેંગમિંજા સંગમ, મેઘાલયમાં બેંક બંધ
- 18 ડિસેમ્બર (રવિવાર): સમગ્ર દેશભરમાં બેંકો બંધ
- 19 ડિસેમ્બર (સોમવાર): ગોવા મુક્તિ દિવસ, – ગોવામાં બેંકો બંધ રહેશે
- 24 ડિસેમ્બર (ચોથો શનિવાર): સમગ્ર દેશભરમાં બેંકો બંધ રહેશે
- 25 ડિસેમ્બર (રવિવાર): નાતાલ, સમગ્ર દેશભરમાં બેંકો બંધ
- 26 ડિસેમ્બર (સોમવાર): ક્રિસમસ નિમિત્તે લાસુંગ, નમસંગ – મિઝોરમ, સિક્કિમ, મેઘાલયમાં બેંક બંધ
- 29 ડિસેમ્બર (ગુરુવાર): ગુરુ ગોવિંદ સિંહ જીની જન્મજયંતિ, ચંદીગઢમાં બેંક બંધ
- 30 ડિસેમ્બર ( શુક્રવાર): યુ કિઆંગ નાંગવાહ, મેઘાલયમાં બેંક બંધ
- 31 ડિસેમ્બર (શનિવાર): નવા વર્ષની પૂર્વસંધ્યાએ – મિઝોરમમાં બેંક બંધ
RBI નક્કી કરે છે બેન્કોમાં રજાની યાદી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દેશના કયા વિસ્તારમાં કઈ બેંક બંધ રહેશે તેની યાદી બહાર પાડે છે. આરબીઆઈ વર્ષની શરૂઆતમાં આખા વર્ષની રજાઓની યાદી જાહેર કરે છે. જેમાં ઘણી રજાઓ રાષ્ટ્રીય કક્ષાની હોય છે, તો ઘણી રજાઓ કોઈપણ રાજ્યના તહેવારો પર આધારિત હોય છે જે માત્ર તે રાજ્યો માટે જ હોય છે.