scorecardresearch
Premium

ટીવીએસ અપાચે RTR 310 કેટલી બદલાઇ? જાણો નેકેડ સ્ટ્રીટફાઇટરને કેવા-કેવા મળ્યા નવા અપડેટ

TVS Apache RTR 310 : ટીવીએસ મોટર્સે તેની પ્રીમિયમ સ્પોર્ટ્સ બાઇક અપાચે આરટીઆર 310નું અપડેટેડ વર્ઝન લોન્ચ કર્યું છે. જાણો તેમાં કેવા નવા અપડેટ્સ મળ્યા છે

2025 TVS Apache RTR 310, ટીવીએસ અપાચે RTR 310
2025 TVS Apache RTR 310 : ટીવીએસ મોટર્સે તેની પ્રીમિયમ સ્પોર્ટ્સ બાઇક અપાચે આરટીઆર 310નું અપડેટેડ વર્ઝન લોન્ચ કર્યું (ફોટોઃ ટીવીએસ મોટર)

2025 TVS Apache RTR 310 major updates and key changes : ટીવીએસ મોટર્સે તેની પ્રીમિયમ સ્પોર્ટ્સ બાઇક અપાચે આરટીઆર 310નું અપડેટેડ વર્ઝન લોન્ચ કર્યું છે અને આ અપડેટેડ ફ્લેગશિપ નેકેડ સ્ટ્રીટ ફાઇટર મોડલને અગાઉના મોડલની સરખામણીમાં સ્ટાઇલિશ અને ફિચર અપગ્રેડ સહિત ઘણા અપડેટ્સ મળ્યા છે. અહીં જાણો 2025 અપાચે આરટીઆર 310માં કરવામાં આવેલા દરેક ફેરફારની સંપૂર્ણ વિગતો.

2025 ટીવીએસ અપાચે આરટીઆર 310 સ્ટાઇલિંગમાં ફેરફાર

ટીવીએસ અપાચેની એકંદર ડિઝાઇનમાં કોઇ ફેરફાર થયો નથી, જોકે તેમાં કેટલાક નાના ફેરફારો થયા છે. ઉદાહરણ તરીકે હવે તેમાં એક પારદર્શક ક્લચ કવર છે જે ગયા વર્ષે અપડેટેડ અપાચે આરઆર 310 માં જોવા મળ્યું હતું. અન્ય નોંધપાત્ર દ્રશ્ય ફેરફારો એ નવા ક્રમિક એલઇડી ટર્ન ઇન્ડિકેટર્સ અને નકલ ગાર્ડ્સ છે.

ટીવીએસ અપાચે આરટીઆર 310 ફીચર્સ

ફીચર્સની વાત કરીએ તો સૌથી મોટું અપડેટ નવું 5 ઇંચનું ટીએફટી ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે, જે વધુ સારા ગ્રાફિક્સ અને મલ્ટીપલ લેંગ્વેજ ઓફર કરે છે. ઇલેક્ટ્રોનિક પેકેજમાં કેટલાક નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે, જેમ કે ડ્રેગ-ટોર્ક કન્ટ્રોલ, લોન્ચ કન્ટ્રોલ અને બીટીઓ કિટમાં ઉપલબ્ધ કીલેસ રાઇડ ફીચર્સ. અપાચે આરટીઆર 310 પહેલેથી જ ક્રુઝ કન્ટ્રોલ અને 5 રાઇડ મોડ્સ જેવા સેગમેન્ટ-લીડિંગ ફીચર્સ સાથે આવે છે.

2025 ટીવીએસ અપાચે આરટીઆર 310 ન્યૂ રિયર સ્પ્રોકેટ

અન્ય વધારાના ફીચર્સ ઉપરાંત 2025 અપાચે આરટીઆર 310માં પણ નવો રિયર સ્પ્રોકેટ મળે છે. આ હાઇવે પર વધુ સારો એક્સલરેશન અને વધુ સારી ક્રુઝિંગ ક્ષમતા પ્રદાન કરશે, જે વધુ સારી માઇલેજ પ્રદાન કરે તેવી સંભાવના છે.

આ પણ વાંચો – મારુતિ સુઝુકીની પ્રથમ ઇલેક્ટ્રિક કાર ભારતમાં આ તારીખે થશે લોન્ચ, 500 કિમી રેન્જ, જાણો કિંમત અને ફિચર્સ

ટીવીએસ અપાચે આરટીઆર 310 અન્ય ફીચર્સ ખાસિયતો

ઉપરોક્ત અપડેટ્સ ઉપરાંત ટીવીએસ અનેક સેગમેન્ટ-ફર્સ્ટ ફિચર્સ પણ પૂરા પાડે છે, જેમ કે કોર્નરિંગ ટ્રેક્શન કન્ટ્રોલ, કોર્નરિંગ એબીએસ કન્ટ્રોલ, વ્હીલી કન્ટ્રોલ, સ્લોપ ડિપેંડેટ કંટ્રોલ, કોર્નરિંગ ક્રૂઝ કન્ટ્રોલ અને રિયર લિફ્ટ-ઓફ કન્ટ્રોલ. ટીવીએસના નેકેડ સ્ટ્રીટફાઇટરને ચાર કલર ઓપ્શન આપવામાં આવ્યા છે, જેમાં ફિએરી રેડ, ફ્યુરી યલો, આર્સેનલ બ્લેક અને સેપાંગ બ્લૂનો સમાવેશ થાય છે.

2025 ટીવીએસ અપાચે આરટીઆર 310 એન્જિનના સ્પેસિફિકેશન્સ

અપાચે આરટીઆર 310માં 312.12સીસી સિંગલ-સિલિન્ડર લિક્વિડ-કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે, જે 9,700 આરપીએમ પર 35 એચપી પાવર અને 6,650 આરપીએમ પર 28.7 એનએમ પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન સિક્સ-સ્પીડ ટ્રાન્સમિશનથી સજ્જ છે, જેમાં સ્લિપ એન્ડ અસિસ્ટ ક્લચ અને બાય-ડિરેક્શન ક્વિકશિફ્ટરને લગાવવામાં આવ્યું છે.

Web Title: Auto news 2025 tvs apache rtr 310 launched major updates and key features ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×