scorecardresearch
Premium

Delhi AAP Protest: દિલ્હી વિધાનસભા સત્રમાં હંગામો, આતિશી સહિત આપના 12 ધારાસભ્યો સસ્પેન્ડ

દિલ્હી વિધાનસભામાં સત્ર દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી આતિશી સહિત આપના 12 ધારાસભ્યોને વિરોધ પ્રદર્શન કરવા બદલ આજે એક દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરાતાં હંગામો મચ્યો હતો. સત્તા સંભાળ્યા બાદ ભાજપ દ્વારા વિધાનસભામાંથી બાબાસાહેબનું ચિત્ર હટાવાતાં આપ ધારાસભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો

Delhi former CM Atishi and 12 MLAs suspend during assembly session protest
Delhi AAP Protest: બાબાસાહેબ આંબેડકરનું ચિત્ર હટાવાતાં આપ ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં વિરોધ નોંધાવ્યો હતો. (ફોટો ક્રેડિટ સોશિયલ)

Delhi AAP Protest: દિલ્હી વિધાનસભા શિયાળુ સત્ર શરુ થયાના બીજા દિવસે સ્પીકર વિજેન્દ્ર ગુપ્તાએ મંગળવારે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાના ભાષણમાં ખલેલ પહોંચાડવા બદલ વિપક્ષના નેતા આતિશી સહિત 12 AAP ધારાસભ્યોને ગૃહમાંથી દિવસભર માટે સસ્પેન્ડ કરતાં હંગામો થયો હતો.

બીઆર આંબેડકર અને ભગતસિંહના ચિત્રો કથિત રીતે હટાવવા બદલ આપના ધારાસભ્યો ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા બાદ આ ઘટના બની હતી. ત્યારબાદ તરત જ ગૃહને 30 મિનિટ માટે સ્થગિત કરવામાં આવ્યું હતું.

સસ્પેન્ડ કરાયેલા આતિશી ઉપરાંત અન્ય AAP નેતાઓમાં ગોપાલ રાય, વીર સિંહ ધીંગાન, મુકેશ અહલાવત, ચૌધરી ઝુબેર અહેમદ, અનિલ ઝા, વિશેષ રવિ અને જરનૈલ સિંહનો સમાવેશ થાય છે.

સસ્પેન્શન બાદ, આતિશીએ ભાજપ પર પ્રહારો કર્યા અને કહ્યું કે તાજેતરમાં દિલ્હી વિધાનસભા ચૂંટણી જીતનાર ભગવા પક્ષે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી આંબેડકરનું ચિત્ર હટાવીને તેમનું અપમાન કર્યું છે. “ભાજપે બાબાસાહેબ આંબેડકરનું ચિત્ર હટાવીને પોતાનો સાચો રંગ બતાવી દીધો છે. શું તે માને છે કે મોદી બાબાસાહેબનું સ્થાન લઈ શકે છે?

વિધાનસભાની બહાર પત્રકારો સાથે વાત કરતા તેમણે એમ પણ કહ્યું કે ભાજપની આગેવાની હેઠળના વહીવટીતંત્રે દિલ્હી સચિવાલય અને વિધાનસભા બંનેમાં મુખ્યમંત્રી કાર્યાલયમાંથી ચિત્રો દૂર કરી દીધા છે. “જ્યાં સુધી ડૉ. બીઆર આંબેડકરનું ચિત્ર તેની જગ્યાએ મૂકવામાં નહીં આવે ત્યાં સુધી અમે તેનો વિરોધ ચાલુ રાખીશું.

સસ્પેન્ડેડ AAP ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં આંબેડકરના ચિત્રો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં “ બાબાસાહેબ કા યે અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન (ભારત બાબાસાહેબનું આ અપમાન સહન નહીં કરે)” ના નારા લગાવ્યા હતા.

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ગયા અઠવાડિયે પહેલી કેબિનેટ બેઠકમાં તેમને રજૂ કરવા માટે મંજૂરી આપ્યાના થોડા દિવસો પછી, આજે દિલ્હી વિધાનસભામાં 14 પેન્ડિંગ કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) રિપોર્ટ રજૂ કરાયો હતો.

Web Title: Atishi and 12 aap mla suspend during delhi assembly session protest

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×